શોધખોળ કરો

'તાલુકામાં ક્યાંય ભાજપની સભા ના થવા દેતા, મારવાના નથી- ડરાવવાના છે.' - અમીરગઢમાં ક્ષત્રિયોની સભામાં ગેનીબેનનો હૂંકાર

બનાસકાંઠા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે. અહીં ભાજપે રેખાબેન ચૌધરીને મેદાનમાં ઉતર્યા છે, તો વળી, કોંગ્રેસે પણ ગેનીબેન ઠાકોરને ટિકીટ આપી છે

Lok Sabha Election: રાજ્યમાં લોકસભાનો ચૂંટણી જંગ જામ્યો છે, ઠેર ઠેર ભાજપ અને કોંગ્રેસના નેતાઓ આગવી રીતે પ્રચાર કરી રહ્યાં છે. ગુજરાતમાં બનાસકાંઠા લોકસભાની બેઠક વધુ રોચક લડાઇ વાળી બની છે, કેમકે અહીં ભાજપ અને કોંગ્રેસસ બન્ને પક્ષો વચ્ચે સીધી ટક્કર છે, પરંતુ હાલમાં અહીં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર પુરજોશમાં પ્રચાર કરી રહ્યાં છે. તાજેતરમાં જ અમીરગઢની એક સભા દરમિયાન ગેનીબેન ઠાકોરને હૂંકાર કર્યો છે કે, આપણે કોઇને મારવાના નથી, માત્ર ડરાવવાના જ છે.

બનાસકાંઠા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે. અહીં ભાજપે રેખાબેન ચૌધરીને મેદાનમાં ઉતર્યા છે, તો વળી, કોંગ્રેસે પણ ગેનીબેન ઠાકોરને ટિકીટ આપી છે. અત્યારે રાજ્યમાં ક્ષત્રિયો વિરોધ ચાલી રહ્યો છે, ત્યારે બનાસકાંઠાના અમીરગઢની ગેનીબેન ઠાકોરની એક સભા ખુબ ચર્ચામાં આવી છે. બનાસકાંઠાના કોંગ્રેસ ઉમેદવારને ક્ષત્રિય સમાજનું સમર્થન મળ્યુ છે. ગેનીબેન ઠાકોરે જિલ્લાના અમીરગઢમાં એક સભા કરી હતી, અહીં તેમને ક્ષત્રિય સમાજનું સમર્થન મળ્યું હતુ. આ દરમિયાન ગેનીબેન ઠાકોરે રૂપાલા સામે ચાલી રહેલા ક્ષત્રિય સમાજના આંદોલનને ટાંકીને કહ્યું કે, આપણે કોઇને મારવાના નથી, પણ આંખો જ ડરાવવાના છે, અમીરગઢ તાલુકામાં ક્યાંય પણ તમે ભાજપની સભા ના થવા દેતા. ગેનીબેન ઠાકોરની આ સભામાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહ્યાં હતા. આ દરમિયાન ગેનીબેન ઠાકોરે પુરજોશમાં પ્રચાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, અમીરગઢ બનાસકાંઠાનો એક તાલુકો છે, જેમાં અંદાજિત દોઢ કરતાં વધુની વસ્તી છે.

કોણ છે ‘મહિલા દબંગ નેતા’ ગેનીબેન ઠાકોર? (Female Dabangg Leader Ganiben Thakor?)

ગેની ઠાકોર જેમનું પૂરું નામ ગેનીબેન નાગાજી ઠાકોર છે, તેઓ એક કોંગ્રેસ પક્ષના મહિલા રાજકારણી છે જે ગુજરાત વિધાનસભાની વાવ બેઠકના ધારાસભ્ય છે. ગેનીબેને ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે. તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી હતી અને ભારતીય જનતા પાર્ટીના શંકર ચૌધરી સામે વિજય મેળવ્યો હતો. ગેનીબેને વાવ મત વિસ્તારમાંથી 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી હતી અને 6655 મતની સરસાઈ સાથે જીત મેળવી હતી. ગેની બેનને અખબારી સ્રોતો દ્વારા અલ્પેશ ઠાકોરના નજીકના માનવામાં આવે છે.

બનાસકાંઠા બેઠક પર સૌથી વધુ ઠાકોર સમાજના મતદારો

બનાસકાંઠા બેઠક પર બંને મહિલા ઉમેદવાર મોટી સંખ્યામાં મતદાર ધરાવતા સમાજમાંથી આવે છે. બનાસકાંઠા બેઠક પર કુલ 19.53 લાખ મતદારોમાં સૌથી વધુ 3.43 લાખ ઠાકોર મતદાર અને 2.70 લાખ ચૌધરી સમાજના મતદારો આવેલા છે. ત્યારે આ બંને સમાજના મતદારો પરિણામ માટે નિર્ણાયક ભૂમિકા ભજવશે. બનાસકાંઠા જિલ્લામાં કુલ નવ વિધાનસભા બેઠક પૈકીની વડગામ અને કાંકરેજ બેઠક પાટણ લોકસભા મતદાર વિસ્તારમાં આવે છે. તેને બાદ કરતા દાંતા, પાલનપુર, ડીસા, ધાનેરા, વાવ, થરાદ અને દિયોદર મળી સાત વિધાનસભા બેઠકો આવેલી છે. બનાસકાંઠા બેઠક ઉપર કુલ 19,53,287 મતદારો નોંધાયેલા છે. જેમાં રાજકીય તજજ્ઞો દ્વારા જ્ઞાતિ આધારિત મતદારોની યાદીઓ તૈયાર કરવામાં આવી છે. જેમાં સોથી વધુ ઠાકોર સમાજના 3,43,122 મતદારો તેમજ ચૌધરી સમાજના 2,70,950 મતદારો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જેમાં વાવ બેઠક ઉપર સોથી વધુ ઠાકોર સમાજના 82,852 મતદારો, જ્યારે થરાદ બેઠક ઉપર સોથી વધુ ચૌધરી સમાજના 72,567 મતદારો હોવાનો અંદાજ છે.

બનાસકાંઠા બેઠક ઉપર ઠાકોર અને ઔધરી સમાજની સાથે અનનસૂચિત જાતિ,રબારી, અનુસૂચિત જનજાતિ, બ્રાહ્મણ અને મુસ્લિમ મતદારો પણ પ્રભુત્ત્વ ધરાવે છે. જેમાં પાલનપુર, ડીસા અને દિયોદર બેઠક ઉપર પાટીદાર સમાજનો દબદબો છે. બનાસકાંઠા બેઠક કબજે કરવા ભાજપ તેમજ ક્રોંગ્રેસ દ્વારા મોટા સમાજના મતો અંકે કરવા રાજકીય સોગઠા ગોઠવી રહ્યા છે, ત્યારે ચૂંટણીમાં મતદારોમાં ક્યા પક્ષ કે ઉમેદવારની પસંદગી કરે છે તેને લઈ લોકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે.

જ્ઞાતિ પ્રમાણે મતદારો

ઠાકોર 3,43,122
ચોધરી 2,70,950
અનુ.જાતિ 1,60,321
રબારી 1,58,005
રાજપૂત 66,497
બ્રાહ્મણ 95,610
પ્રજાપતિ 68,563
અનુ.જનજાતિ 171,632
દરબાર 71,450
મુસ્લિમ 96,242
પાટીદાર 39,345
માળી 47,635
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલની કરતૂતનો પર્દાફાશ, કોઇને એન્જિયોપ્લાસ્ટીની કોઈ જરૂર ન હતી, ડૉક્ટરની ધરપકડ
Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલની કરતૂતનો પર્દાફાશ, કોઇને એન્જિયોપ્લાસ્ટીની કોઈ જરૂર ન હતી, ડૉક્ટરની ધરપકડ
IND vs SA 3rd: તિલક બાદ અર્શદીપનો કમાલ, રોમાંચક મેચમાં ભારતે સાઉથ આફ્રિકાને 11 રનથી હરાવ્યું
IND vs SA 3rd: તિલક બાદ અર્શદીપનો કમાલ, રોમાંચક મેચમાં ભારતે સાઉથ આફ્રિકાને 11 રનથી હરાવ્યું
Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલ મોતકાંડ મામલે મોટી કાર્યવાહી, માનવવધના ગુના સાથે નોંધાઈ પોલીસ ફરિયાદ
Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલ મોતકાંડ મામલે મોટી કાર્યવાહી, માનવવધના ગુના સાથે નોંધાઈ પોલીસ ફરિયાદ
Crime News: 'તારી મંગેતર સાથે મારુ સેટિંગ કરાવી દે', માલિકે આટલું બોલતા જ નોકરે કર્યું મર્ડર
Crime News: 'તારી મંગેતર સાથે મારુ સેટિંગ કરાવી દે', માલિકે આટલું બોલતા જ નોકરે કર્યું મર્ડર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રક્ષક કે રાક્ષસ ?Hun To Bolish : હું તો બોલીશ : મેડિકલમાં મની માફિયાVav Bypoll Election: વાવ વિધાનસભા પેટાચૂંટણીનું શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ, 70 ટકાથી વધુ મતદાનRambhai Mokariya: 'જાહેરાત કરો છો પણ ટ્રેન ક્યાં, મને ટોણા મારે છે': કેમ અકળાયા રામભાઈ મોકરિયા?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલની કરતૂતનો પર્દાફાશ, કોઇને એન્જિયોપ્લાસ્ટીની કોઈ જરૂર ન હતી, ડૉક્ટરની ધરપકડ
Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલની કરતૂતનો પર્દાફાશ, કોઇને એન્જિયોપ્લાસ્ટીની કોઈ જરૂર ન હતી, ડૉક્ટરની ધરપકડ
IND vs SA 3rd: તિલક બાદ અર્શદીપનો કમાલ, રોમાંચક મેચમાં ભારતે સાઉથ આફ્રિકાને 11 રનથી હરાવ્યું
IND vs SA 3rd: તિલક બાદ અર્શદીપનો કમાલ, રોમાંચક મેચમાં ભારતે સાઉથ આફ્રિકાને 11 રનથી હરાવ્યું
Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલ મોતકાંડ મામલે મોટી કાર્યવાહી, માનવવધના ગુના સાથે નોંધાઈ પોલીસ ફરિયાદ
Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલ મોતકાંડ મામલે મોટી કાર્યવાહી, માનવવધના ગુના સાથે નોંધાઈ પોલીસ ફરિયાદ
Crime News: 'તારી મંગેતર સાથે મારુ સેટિંગ કરાવી દે', માલિકે આટલું બોલતા જ નોકરે કર્યું મર્ડર
Crime News: 'તારી મંગેતર સાથે મારુ સેટિંગ કરાવી દે', માલિકે આટલું બોલતા જ નોકરે કર્યું મર્ડર
'તે ત્રીજા નંબર પર બેટિંગ કરવા માંગતો હતો', તિલક વર્માને લઇને સૂર્યકુમાર યાદવે કર્યો ખુલાસો
'તે ત્રીજા નંબર પર બેટિંગ કરવા માંગતો હતો', તિલક વર્માને લઇને સૂર્યકુમાર યાદવે કર્યો ખુલાસો
Bitcoin: બિટકૉઇન 93000 ડૉલરના નવા ઓલટાઇમ હાઇ પર, ટ્રમ્પની જીત બાદ 32 ટકાનો ઉછાળો
Bitcoin: બિટકૉઇન 93000 ડૉલરના નવા ઓલટાઇમ હાઇ પર, ટ્રમ્પની જીત બાદ 32 ટકાનો ઉછાળો
Biden Trump Meeting: ચૂંટણી પરિણામો પછી ટ્રમ્પને પ્રથમવાર મળ્યા રાષ્ટ્રપતિ બાઇડન, કહ્યુ- 'વેલકમ બેક'
Biden Trump Meeting: ચૂંટણી પરિણામો પછી ટ્રમ્પને પ્રથમવાર મળ્યા રાષ્ટ્રપતિ બાઇડન, કહ્યુ- 'વેલકમ બેક'
Ahmedabad: બોપલમાં થયેલી વિદ્યાર્થીની હત્યા મામલે થયો મોટો ખુલાસો,હત્યારાનું નામ સાંભળીને ચોંકી જશો
Ahmedabad: બોપલમાં થયેલી વિદ્યાર્થીની હત્યા મામલે થયો મોટો ખુલાસો,હત્યારાનું નામ સાંભળીને ચોંકી જશો
Embed widget