'ભાજપ તારા વળતાં પાણી', ભીખાજી ઠાકોરને હટાવાતા અરવલ્લીમાં વિરોધ શરૂ, બેનરો લાગ્યા, સમર્થકોએ યોજી રેલી ને.....
સાબરકાંઠા અને અરવલ્લી બેઠક પરના ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરના ખુલાસા બાદ સમર્થકો રોષે ભરાયા છે
Lok Sabha 2024: ગઇકાલે ગુજરાતમાં ભાજપમાં ભૂકંપની સ્થિતિ સર્જાઇ હતી, ગઇકાલે એક જ દિવસમાં બે ટ્વીસ્ટ્સથી રાજકીય ચર્ચાઓ શરૂ થઇ ગઇ હતી, ખરેખરમાં, ગઇકાલે વડોદરા લોકસભા બેઠક પરથી રંજનબેન ભટ્ટ અને સાબરકાંઠા બેઠક પરથી ભીખાજી ઠાકોરે અચાનક ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી. બન્ને ભાજપ ઉમેદવારોની અચાનક ચૂંટણી લડવાની અનિચ્છા બાદ રાજકીય ગરમાવો વધ્યો હતો. જોકે, આ બધાની વચ્ચે ગઇકાલે સાંજે સાંબરકાંઠા બેઠકના ભાજપના ઉમેદવાર ભીખાજીએ મીડિયા સમક્ષ આવીને ખુલાસો કર્યો હતો કે, મને પક્ષ તરફથી ચૂંટણી લડવાની ના કહેવામાં આવી હતી. મારી સાથે અન્યાય થયો છે, હું દુઃખી છું. આ વાતને લઇને હવે અરવલ્લી જિલ્લામાં ભીખાજીના સમર્થકો નારાજ થયા છે અને ગુસ્સે ભરાયા છે. આજે સમર્થકોએ પુરજોશમાં વિરોધ શરૂ કરી દીધો છે.
સાબરકાંઠા અને અરવલ્લી બેઠક પરના ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરના ખુલાસા બાદ સમર્થકો રોષે ભરાયા છે અને ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરીને ચૂંટણીનો બહિષ્કાર કરી રહ્યાં છે. આજે મેઘરજમાં સમર્થકો અને કાર્યકરોએ મોટા મોટા બેનરો સાથે વિરોધ દર્શાવ્યો હતો, સાથે નારેબાજી કરીને ચૂંટણી બહિષ્કાર કરવાની વાત પણ કરી હતી. હાલમાં સાબરકાંઠા બેઠક પર ભાજપ ઉમેદવાર હટાવવા મામલે આક્રોશ ફેલાયો છે. સમર્થકોએ શહેરમાં એક મોટી રેલી યોજી હતી, જેમાં ભીખાજીના સમર્થનમાં અને ભાજપના વિરોધમાં બેનરો લાગ્યા હતા. બેનરોમાં 'ભીખાજી ઠાકોરને ટીકીટ નહીં તો ભાજપને વૉટ નહીં', 'ભાજપ તારા વળતા પાણી' જેવા બેનરો સાથે જાહેરમાં વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
આ પહેલા સાબરકાંઠામાં શરૂ થયુ હતુ 'પત્રિકા વૉર', ભાજપના ભીખાજી ઠાકોરે અટક બદલી ? ડામોરમાંથી ઠાકોર થયા...............
સાબરકાંઠા બેઠક પર ભાજપના ઉમેદવારને લઇને વિવાદ સર્જાયો છે, તે હવે ધીમે ધીમે વધી રહ્યો છે. ભાજપે પોતાની બીજી યાદીમાં સાત નામોની જાહેરાત કરી હતી, જેમાં સાબરકાંઠા બેઠક પર ભાજપે ભીખાજી દુધાજી ઠાકોરને ઉમેદવાર બનાવ્યા હતા, જોકે, ગણતરીના કલાકોમાં જ ભીખાજી દુધાજી ઠાકોરની અટકને લઇને સમગ્ર મતવિસ્તારમાં વિવાદ ઉભો થયો હતો, સોશ્યલ મીડિયા પર ભીખાજીને ઠાકોરની જગ્યાએ ડામોર અટક હોવાની વાતો ચર્ચાઇ રહી છે. હવે આ મામલે વિવાદ વધુ ઉગ્ર બન્યો છે, સોશ્યલ મીડિયા પર પત્રિકા વૉર શરૂ થયુ છે, જેમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષને સંબોધીને એક પત્રિકા વાયરલ થઇ રહી છે.
સાબરકાંઠા બેઠક પર ભાજપના ઉમેદવારની અટકને લઇને વિવાદ વધુ ઘેરો થયો છે, સાબરકાંઠા મતવિસ્તારમાં બહુમતી ધરાવતા ઠાકોર સમાજના નામે એક પત્રિકા વાયરલ થઇ રહી છે, જેમાં ભીખાજીની અટકને લઇને વિવાદ છે. હાલમાં સાબરકાંઠાના ભાજપ ઉમેદવાર વિરૂદ્ધ આ પત્રિકા વૉર પુરજોશમાં શરૂ થયુ છે. આ પત્રિકામાં ભીખાજીની અટકને લઇને કહેવાઇ રહ્યું છે કે, ભીખાજી ડામોરે જ્ઞાતિ બદલી છે અને ડામોરમાંથી ઠાકોર થયા છે. આ વિવાદને લઇને સમગ્ર બેઠક પર વિરોધના સૂર ઉઠ્યા છે. અરવલ્લી અને સાબરકાંઠાના ઠાકોર સમાજના નામથી આ પત્રિકા પ્રદેશ ભાજપ અધ્યક્ષને સંબોધીને લખાઇ છે.
સાબરકાંઠા જિલ્લામાં બે ટર્મ બાદ ભાજપે પોતાનો લોકસભા ઉમેદવાર બદલ્યો છે, આ પહેલા અહીં દીપસિંહ રાઠોડ ચૂંટાઇ આવ્યા હતા. જોકે, આ વખતે ભાજપે ગયા અઠવાડિયે જાહેર કરેલી પોતાની બીજી યાદીમાં ભીખાજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. ભીખાજી ઠાકોરના નામની જાહેરાત થતાં જ સોશ્યલ મીડિયા વૉટ્સએપ પર ભીખાજી ઠાકોરની અટકને લઇને એક વિવાદ શરૂ થયો હતો, જેમાં તેમને ભીખાજી ડામોર તરીકે દર્શાવવામાં આવ્યા હતા.
ભાજપ દ્વારા સાબરકાંઠા બેઠક પરનાઉમેદવાર ભીખાજી ઠાકોરને લઇને વૉટ્સએપ પર એક પૉસ્ટ વાયરલ થઇ રહી હતી, જેમાં દર્શાવવામાં આવ્યુ હતુ કે ભીખાજી લાંબા સમય અગાઉ ડામોર અટક લખવતા હતા અને થોડા સમય અગાઉથી તેઓ ઠાકોર અટક લખવતાં થયા છે, આ વાતને લઇને સોશ્યલ મીડિયા પર વિવાદ છેડાયો હતો.
સાબરકાંઠા જિલ્લાની લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટી એ ઉમેદવાર જાહેર કરતા તેની પેટા જ્ઞાતિ ને લઈ સોશિયલ મીડિયા પર વિવાદ છેડાયો છે જેનો આજે લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર ભીખાજી ઠાકોર દ્વારા ખુલાસો કરવામાં આવ્યો. અગાઉના વર્ષમાં ભીખાજી ઠાકોર પોતાની અટક તરીકે ભીખાજી ડામોર લખાવતા હતા અને ત્યારબાદ તેઓ ઠાકોર અટક લખાવી રહ્યા છે જેને લઇને તેઓની ઉમેદવારી
સાબરકાંઠા લોકસભા ભાજપ ઉમેદવાર ભીખાજી ઠાકોરે શું કર્યો ખુલાસો -
ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરાયેલા ઉમેદવાર ભીખાજી ઠાકોરે પોતાની અટક, જ્ઞાતિ અને પેટા જ્ઞાતિ અંગે ખુલાસો કર્યો છે. ગઇકાલે હિંમતનગર ખાતે સર્કિટ હાઉસમાં પત્રકાર પરિષદને સંબોધતા તેમને સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા મેસેજને લઈને ખુલાસો કર્યો હતો, ભીખાજી ઠાકોરે કહ્યું હતું કે, હું ઠાકોર કૉમ્યુનિટીનો જ વ્યક્તિ છું, અને અગાઉ પણ ભારતીય જનતા પાર્ટીના ઓબીસી મોરચાના અલગ-અલગ હોદ્દા ઉપર પણ સેવાઓ આપેલી છે, તેમજ પ્રદેશ કક્ષાએ સામાજિક સંગઠનોમાં પણ સેવાઓ આપેલી છે, તેઓ ખૂલાસો કરવામાં આવ્યો છે જોકે એટલું જ નહીં પરંતુ ઠાકોર કૉમ્યુનિટીના લોકો ડામોર અટક લખાવતા હોય અને તેવા 50,000 કરતાં વધુ મતદારો હોવાનો પણ તેઓએ દાવો કર્યો છે. ચૂંટણીટાણે વિપક્ષ દ્વારા આ પ્રચાર કરવામાં આવી રહ્યો હોવાની પણ વાત કરી હતી.