Arvalli Crime: ભાજપ નેતા પર હુમલો, બાઇક પર આવેલા 10 શખ્સોએ જીવલેણ હુમલો કરતાં ઇજા, નેતાને હૉસ્પીટલ ખસેડાયા
ગઇકાલે મતદાન પૂરું થયા બાદ ભાજપ નેતા પર એક જીવલેણ હુમલાની ઘટના ઘટી છે
Arvalli Crime News: ગઇકાલે ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ચૂક્યુ છે, ગુજરાતમાં તમામ 25 બેઠકો પર શાંતિપૂર્ણ રીતે મતદાન યોજાયુ હતુ, પરંતુ આ બધાની વચ્ચે રાજ્યમાં અરવલ્લી જિલ્લામાંથી એક ભાજપના નેતા પર હુમલો થયાની ઘટના સામે આવી છે. અહીં જિલ્લા પ્રદેશ ભાજપના યુવા નેતા પર કેટલાક અજાણ્યા શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો, આ હુમલા બાદ ભાજપ નેતાને સારવાર માટે હૉસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મામલે મેઘરજ પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે, ગઇકાલે મતદાન પૂરું થયા બાદ ભાજપ નેતા પર એક જીવલેણ હુમલાની ઘટના ઘટી છે, ખરેખરમાં ઘટના એવી છે કે, અરવલ્લી જિલ્લાના યુવા ભાજપ નેતા હિમાંશુ પટેલ જ્યારે જિલ્લાના માલપુર રૉડ પરથી પોતાની કારમાં પસાર થઇ રહ્યાં હતા, તે દરમિયાન કેટલાક શખ્સોએ તેમના પર હુમલો કરી દીધો હતો, આ ઘટનામા લગભગ 10 જેટલા અજાણ્યા શખ્સો બાઇક પર સવાર થઇને આવ્યા હતા અને અચાનક ભાજપ યુવા નેતા પર ત્રાટક્યા હતા, હુમલામાં ભાજપ નેતા ગંભીર રીતે ઘાયલ થતા, તેમની કારને પણ નુકસાન પહોંચ્યુ હતુ. આ પછી તેમને નજીકની હૉસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલમાં મેઘરજ પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.