
Lok Sabha Elections 2024: 5 લાખની લીડની ચિંતા નથી કેમકે જનતા આ ચૂંટણી લડી રહી છે: માંડવીયા
માંડવીયાએ કહ્યું, 24 વર્ષ પહેલાં મેં વિધાનસભાની ચૂંટણી લડી હતી. પહેલી વખત હું પાલીતાણાથી ધારાસભ્ય હતો. અમે ખૂબ ઓછા ખર્ચે ચૂંટણી લડી રહ્યા છીએ.

Lok Sabha Elections 2024: પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર તરીકે આજે મનસુખ માંડવીયાએ ફોર્મ ભર્યું હતું. જે બાદ એબીપી અસ્મિતા સાથે વાત કરતા જણાવ્યું કે, પોરબંદરમાં એક તરફી વાતાવરણ છે. અહીંયા લોકો જ ચૂંટણી લડી રહ્યા છે એટલે 5 લાખની લીડની ચિંતા નથી. મહાત્મા ગાંધીના વિચારોને વિસ્તારવાના પ્રયાસો કરી રહ્યો છું. પોરબંદરમાં માટે કામ કરવાની તક મળી એટલે હું મારી જાતને ભાગ્યશાળી સમજુ છું. હું મારા જીવનની બીજી ચૂંટણી લડી રહ્યો છું. પહેલી ચૂંટણીમાં બિનઅનુભવી હતો. હાલ ચૂંટણી લડવાનો અને લડાવવાનો અનુભવ છે જે હાલ કામ લાગી રહ્યો છે.
ઉપરાંત તેમણે કહ્યું, જનતાનો વિશ્વાસ ભાજપ સાથે અને શ્રદ્ધા મોદીજી સાથે છે. 65 વર્ષમાં જે વિકાસ થયો હતો, તેટલો વિકાસ માત્ર એક દશકમાં થયો છે. 24 વર્ષ પહેલાં મેં વિધાનસભાની ચૂંટણી લડી હતી. પહેલી વખત હું પાલીતાણાથી ધારાસભ્ય હતો. અમે ખૂબ ઓછા ખર્ચે ચૂંટણી લડી રહ્યા છીએ.
ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. આજે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા છે. ત્યારે બનાસકાંઠા બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા ભવ્ય રેલી અને જાહેર સભાને સંબોધી હતી. આ જાહેર સભાને સંબોધતા ગેનીબેન સ્ટેજ પર રડી પડ્યા હતા.
સભામાં સંબોધન દરમિયાન ગેનીબેન ઠાકોર ભાવુક થયા બતા. બનાસકાંઠાની વાત કરતા કરતા ગેનીબેન રડી પડ્યા હતા. તેમણે કહ્યું, બનાસકાંઠાની પ્રજાના ભરોસે મને ટિકિટ મળી. ભગવાન શ્રીકૃષ્ણને યાદ કરતા કરતા ગેનીબેન રડી પડ્યા હતા. ગેનીબેન ભાવુક થતાં અન્ય નેતાઓ પણ ભાવુક થયા હતા. તેમણે કહ્યું, વડીલોની પાઘડીને આંચ નહીં આવવા દઉં. હું બનાસની બેન છું, સામે બનાસની બેંક છે.
આ ઉપરાંત તેમણે કહ્યું, ગરીબ પરિવારમાંથી આવુ છું પણ નાગરિકોને ભરોસો આપુ છું. હું ક્યારેય લાલચમાં આવી નથી, અને આવીશ નહીં.લોકશાહી રૂપિયાથી નથી ખરીદાતી. 2017ની મારી વાવની ચૂંટણી લોકોએ બતાવ્યું છે. મારા લોકોને કોઈ વહીવટી તંત્ર હેરાન કરવા માગતું હોય તો હું ઝાંસીની રાણીની જેમ ચાલીશ. હું તમને ગીતાની અને સંવીધાનની સાક્ષીએ ખાતરી આપું છું. હજુ સાતમી મે સુધી ઘણાં બધા રંગો આવવાના છે. હજુ તેવો રેલમછેલ કરશે પણ મારા બનાસકાંઠાના લોકો પર આંચ નહીં આવે. આ ચૂંટણી મારે બનાસકાંઠાની આઝાદી માટે લડવાની છે.
આ પણ વાંચોઃ
સોમા પટેલ ફરી ભાજપમાં ભળી ગયા, સી.આર.પાટીલે કરાવ્યો પુનઃપ્રવેશ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
