શોધખોળ કરો

Loksabha: સાબરકાંઠામાં 'પત્રિકા વૉર', ભાજપના ભીખાજી ઠાકોરે અટક બદલી ? ડામોરમાંથી ઠાકોર થયાની વાતને લઇને વિરોધ

સાબરકાંઠા બેઠક પર ભાજપના ઉમેદવારને લઇને વિવાદ સર્જાયો છે, તે હવે ધીમે ધીમે વધી રહ્યો છે. ભાજપે પોતાની બીજી યાદીમાં સાત નામોની જાહેરાત કરી હતી

Sabarkantha Loksabha Election 2024: સાબરકાંઠા બેઠક પર ભાજપના ઉમેદવારને લઇને વિવાદ સર્જાયો છે, તે હવે ધીમે ધીમે વધી રહ્યો છે. ભાજપે પોતાની બીજી યાદીમાં સાત નામોની જાહેરાત કરી હતી, જેમાં સાબરકાંઠા બેઠક પર ભાજપે ભીખાજી દુધાજી ઠાકોરને ઉમેદવાર બનાવ્યા હતા, જોકે, ગણતરીના કલાકોમાં જ ભીખાજી દુધાજી ઠાકોરની અટકને લઇને સમગ્ર મતવિસ્તારમાં વિવાદ ઉભો થયો હતો, સોશ્યલ મીડિયા પર ભીખાજીને ઠાકોરની જગ્યાએ ડામોર અટક હોવાની વાતો ચર્ચાઇ રહી છે. હવે આ મામલે વિવાદ વધુ ઉગ્ર બન્યો છે, સોશ્યલ મીડિયા પર પત્રિકા વૉર શરૂ થયુ છે, જેમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષને સંબોધીને એક પત્રિકા વાયરલ થઇ રહી છે.

સાબરકાંઠા બેઠક પર ભાજપના ઉમેદવારની અટકને લઇને વિવાદ વધુ ઘેરો થયો છે, સાબરકાંઠા મતવિસ્તારમાં બહુમતી ધરાવતા ઠાકોર સમાજના નામે એક પત્રિકા વાયરલ થઇ રહી છે, જેમાં ભીખાજીની અટકને લઇને વિવાદ છે. હાલમાં સાબરકાંઠાના ભાજપ ઉમેદવાર વિરૂદ્ધ આ પત્રિકા વૉર પુરજોશમાં શરૂ થયુ છે. આ પત્રિકામાં ભીખાજીની અટકને લઇને કહેવાઇ રહ્યું છે કે, ભીખાજી ડામોરે જ્ઞાતિ બદલી છે અને ડામોરમાંથી ઠાકોર થયા છે. આ વિવાદને લઇને સમગ્ર બેઠક પર વિરોધના સૂર ઉઠ્યા છે. અરવલ્લી અને સાબરકાંઠાના ઠાકોર સમાજના નામથી આ પત્રિકા પ્રદેશ ભાજપ અધ્યક્ષને સંબોધીને લખાઇ છે. 

સાબરકાંઠા જિલ્લામાં બે ટર્મ બાદ ભાજપે પોતાનો લોકસભા ઉમેદવાર બદલ્યો છે, આ પહેલા અહીં દીપસિંહ રાઠોડ ચૂંટાઇ આવ્યા હતા. જોકે, આ વખતે ભાજપે ગયા અઠવાડિયે જાહેર કરેલી પોતાની બીજી યાદીમાં ભીખાજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. ભીખાજી ઠાકોરના નામની જાહેરાત થતાં જ સોશ્યલ મીડિયા વૉટ્સએપ પર ભીખાજી ઠાકોરની અટકને લઇને એક વિવાદ શરૂ થયો હતો, જેમાં તેમને ભીખાજી ડામોર તરીકે દર્શાવવામાં આવ્યા હતા. 

ભાજપ દ્વારા સાબરકાંઠા બેઠક પરનાઉમેદવાર ભીખાજી ઠાકોરને લઇને વૉટ્સએપ પર એક પૉસ્ટ વાયરલ થઇ રહી હતી, જેમાં દર્શાવવામાં આવ્યુ હતુ કે ભીખાજી લાંબા સમય અગાઉ ડામોર અટક લખવતા હતા અને થોડા સમય અગાઉથી તેઓ ઠાકોર અટક લખવતાં થયા છે, આ વાતને લઇને સોશ્યલ મીડિયા પર વિવાદ છેડાયો હતો.

સાબરકાંઠા જિલ્લાની લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટી એ ઉમેદવાર જાહેર કરતા તેની પેટા જ્ઞાતિ ને લઈ સોશિયલ મીડિયા પર વિવાદ છેડાયો છે જેનો આજે લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર ભીખાજી ઠાકોર દ્વારા ખુલાસો કરવામાં આવ્યો. અગાઉના વર્ષમાં ભીખાજી ઠાકોર પોતાની અટક તરીકે ભીખાજી ડામોર લખાવતા હતા અને ત્યારબાદ તેઓ ઠાકોર અટક લખાવી રહ્યા છે જેને લઇને તેઓની ઉમેદવારી 

BJP Sabarkantha: સાબરકાંઠા ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરની અટકને લઇને વિવાદ વકર્યો, ડામોરમાંથી ઠાકોર થયાની ચર્ચા

સાબરકાંઠા લોકસભા ભાજપ ઉમેદવાર ભીખાજી ઠાકોરે શું કર્યો ખુલાસો - 
ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરાયેલા ઉમેદવાર ભીખાજી ઠાકોરે પોતાની અટક, જ્ઞાતિ અને પેટા જ્ઞાતિ અંગે ખુલાસો કર્યો છે. ગઇકાલે હિંમતનગર ખાતે સર્કિટ હાઉસમાં પત્રકાર પરિષદને સંબોધતા તેમને સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા મેસેજને લઈને ખુલાસો કર્યો હતો, ભીખાજી ઠાકોરે કહ્યું હતું કે, હું ઠાકોર કૉમ્યુનિટીનો જ વ્યક્તિ છું, અને અગાઉ પણ ભારતીય જનતા પાર્ટીના ઓબીસી મોરચાના અલગ-અલગ હોદ્દા ઉપર પણ સેવાઓ આપેલી છે, તેમજ પ્રદેશ કક્ષાએ સામાજિક સંગઠનોમાં પણ સેવાઓ આપેલી છે, તેઓ ખૂલાસો કરવામાં આવ્યો છે જોકે એટલું જ નહીં પરંતુ ઠાકોર કૉમ્યુનિટીના લોકો ડામોર અટક લખાવતા હોય અને તેવા 50,000 કરતાં વધુ મતદારો હોવાનો પણ તેઓએ દાવો કર્યો છે. ચૂંટણીટાણે વિપક્ષ દ્વારા આ પ્રચાર કરવામાં આવી રહ્યો હોવાની પણ વાત કરી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Upcoming IPO: પૈસા રાખજો તૈયાર, આગામી સપ્તાહ આ કંપનીના આવી રહ્યાં છે  IPO, જુઓ યાદી
Upcoming IPO: પૈસા રાખજો તૈયાર, આગામી સપ્તાહ આ કંપનીના આવી રહ્યાં છે IPO, જુઓ યાદી
Pushpa 2 OTT Release: ઓટીટી પર ક્યારે રિલીઝ થશે 'પુષ્પા 2' ? મેકર્સે કરી દીધો ખુલાસો
Pushpa 2 OTT Release: ઓટીટી પર ક્યારે રિલીઝ થશે 'પુષ્પા 2' ? મેકર્સે કરી દીધો ખુલાસો
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Cold News: રાજ્યભરમાં કાતિલ ઠંડીનું જોર વધ્યું, કયો વિસ્તાર સૌથી વધુ ઠુંઠવાયોGujarat Unseasonal Rain: આ બે દિવસોમાં 15 જિલ્લામાં તૂટી પડશે વરસાદ!, જુઓ આગાહીFog In Gujarat : રાજ્યભરમાં ગાઢ ધુમ્મસ, વિઝીબિલીટી ડાઉન થતા વાહનચાલકોને ભારે હાલાકીHun To Bolish : હું તો બોલીશ : પાર્સલ લેતા સાવધાન !

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Upcoming IPO: પૈસા રાખજો તૈયાર, આગામી સપ્તાહ આ કંપનીના આવી રહ્યાં છે  IPO, જુઓ યાદી
Upcoming IPO: પૈસા રાખજો તૈયાર, આગામી સપ્તાહ આ કંપનીના આવી રહ્યાં છે IPO, જુઓ યાદી
Pushpa 2 OTT Release: ઓટીટી પર ક્યારે રિલીઝ થશે 'પુષ્પા 2' ? મેકર્સે કરી દીધો ખુલાસો
Pushpa 2 OTT Release: ઓટીટી પર ક્યારે રિલીઝ થશે 'પુષ્પા 2' ? મેકર્સે કરી દીધો ખુલાસો
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
Stock Market: શેરબજાર સતત ડાઉન બાદ હવે આગામી સપ્તાહ કેવું રહેશે, જાણો શું કહે છે એક્સ્પર્ટ
Stock Market: શેરબજાર સતત ડાઉન બાદ હવે આગામી સપ્તાહ કેવું રહેશે, જાણો શું કહે છે એક્સ્પર્ટ
Ahmedabad News:  જુહાપુરા  વિસ્તારમાં મોડી રાત્રે  જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત
Ahmedabad News: જુહાપુરા વિસ્તારમાં મોડી રાત્રે જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત
Rapido Decision : યુઝર્સ અને ડ્રાઈવર્સના ડેટા ઓનલાઈન લીક થયા બાદ રેપિડોએ લીધો આ મોટો નિર્ણય
Rapido Decision : યુઝર્સ અને ડ્રાઈવર્સના ડેટા ઓનલાઈન લીક થયા બાદ રેપિડોએ લીધો આ મોટો નિર્ણય
બ્રાઝિલમાં મોટી દુર્ઘટના, બસ અને ટ્રક  અને કાર  વચ્ચે ભયંકર ટક્કરમાં 22 લોકોના કમકમાટીભર્યો મૃત્યુ
બ્રાઝિલમાં મોટી દુર્ઘટના, બસ અને ટ્રક અને કાર વચ્ચે ભયંકર ટક્કરમાં 22 લોકોના કમકમાટીભર્યો મૃત્યુ
Embed widget