શોધખોળ કરો
Advertisement
'મહા' વાવાઝોડાની અસર, કચ્છ જિલ્લામાં સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ
મહા વાવાઝોડાને લઈને કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. કચ્છના લખપતમાં એક કલાકમાં બે ઈંચ જેટલો ધોધમાર વરસાદ ખાબક્યો હતો.
ભૂજ: મહા વાવાઝોડાને લઈને કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. કચ્છના લખપતમાં એક કલાકમાં બે ઈંચ જેટલો ધોધમાર વરસાદ ખાબક્યો હતો. કમોસમી વરસાદ થતાં ખેડૂતોનો પાક બરાબદ થયો છે. કચ્છના લખપતના દયાપર,દોલતપર,ઘડુલી,માતાના મઢ,વિરાણી સહિતના આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.
ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. ગઈકાલે પણ કચ્છના અબડાસામાં બે ઈંચ, ભચાઉ, લખતપમાં 1-1 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેને પગલે પાક ધોવાતા ખેડૂતો બરબાદ થયા છે.
મહા વાવાઝોડુ દીવ-પોરબંદર વચ્ચે ટકરાશે ત્યારે તેની અસર રૂપે કચ્છમાં પણ 50થી 60 કિ.મીની ઝડપે પવન ફુંકાશે અને દરિયામાં ઉંચા મોજા ઉછળવાની સંભાવના છે. સાત તારીખે ગુરુવારે જિલ્લાના મોટાભાગના સ્થળે હળવોથી મધ્યમ અને ભારે વરસાદની પણ શક્યતા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દેશ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion