Gujarat : જૂની પેન્શન યોજના મુદ્દે કર્મચારીઓ લડી લેવાના મૂડમાં, કાલે 2 લાખ કર્મચારીઓની મહાપંચાયત, જાણો વિગતો
ગુજરાતમાં જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે શિક્ષકો ફરી એક વખત મેદાનમાં ઉતરશે. આવતીકાલે (શનિવારે) 2 લાખ કર્મચારીઓની મહાપંચાયત યોજાશે.
ગાંધીનગર: ગુજરાતમાં જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે શિક્ષકો ફરી એક વખત મેદાનમાં ઉતરશે. જૂની પેન્શન યોજના અને અલગ-અલગ પડતર માંગણીઓને લઈ શનિવારે કર્મચારીઓ દ્વારા મહાપંચાયત યોજાશે. આવતીકાલે (શનિવારે) 2 લાખ કર્મચારીઓની મહાપંચાયત યોજાશે. રાજ્યના 11 સ્થળોએ ગુજરાતના 2 લાખ કર્મચારીઓ મહાપંચાયત યોજશે. શિક્ષકો ઉપરાંત વિવિધ કર્મચારી સંઘ પદયાત્રા કરી મહાપંચાયત યોજશે. મોટી સંખ્યમાં શિક્ષકો અને કર્મચારીઓ આ મહાપંચાયતમાં જોડાઈ તેમ લાગી રહ્યું છે.
સરકારે વિધાનસભાની ચૂંટણી સમયે જૂની પેન્શન યોજના લાગુ કરવા વચન આપ્યું હતું. વચન આપ્યા બાદ સરકારે આજ દિવસ સુધી ઠરાવ ન કરતા મહાપંચાયત યોજાશે. 2005 પહેલાના શિક્ષકો અને કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવાનું સરકારનું વચન હતું. શિક્ષકો અને અન્ય કર્મચારીઓના પડતર પ્રશ્નો પણ મહાપંચાયતમાં ઉઠાવવામાં આવશે. રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા પદયાત્રા અને મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના વિવિધ 11 સ્થાનો પર આ પદયાત્રા અને મહાપંચાયત યોજાશે.
પ્રાથમિક શૈક્ષિક સંઘના અધ્યક્ષ, ભીખાભાઈ પટેલે જાણો શું કહ્યું ?
ગુજરાત પ્રાથમિક શૈક્ષિક સંઘના અધ્યક્ષ, ભીખાભાઈ પટેલે જણાવ્યું હતું કે, 'અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પ્રેરિત રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા આવતીકાલે 9 ડિસેમ્બરના રોજ ગુજરાતના વિવિધ 11 સ્થાનો પર શિક્ષકો સહિત અમારી સાથે જોડાયેલા ગુજરાતના વિવિધ કર્મચારી સંગઠનોના બે લાખ કરતા વધારે કર્મચારીઓ પદયાત્રા કરી મહાપંચાયતમાં જોડાવવાના છે. ગુજરાત સરકારે વિધાનસભાની ચૂંટણી પહેલા સ્વીકારેલો મુદ્દો 2005 પહેલાના શિક્ષકો અને કર્મચારીઓને ઓલ્ડ પેન્શન યોજનામાં સમાવી લેવામાં આવશે તેનો હજુ સુધી ઠરાવ થયો નથી. અને સાથે સાથે 2005 પછીના શિક્ષકમિત્રોને ઓલ્ડ પેન્શન યોજના મળવી જોઈએ અને શિક્ષકોના અને કર્મચારીઓના અનેક પડતર પ્રશ્નો અમે મહાપંચાયતમાં ઉઠાવવાના છીએ. મહાપંચાયતની અંદર ગુજરાતના કર્મચારીઓ જે પધારવાના છે અને પંચાયત સમક્ષ વિષય લાવવાના છે તેને ન્યાય આપવા માટે અમે કટીબદ્ધ છીએ.'
રાજ્યના 11 સ્થળોએ મહાપંચાયતનો કાર્યક્રમ યોજવામાં આવશે
જૂની પેન્શન યોજનાને લાગુ કરવા માટે રાજ્યના 11 સ્થળોએ મહાપંચાયતનો કાર્યક્રમ યોજવામાં આવશે. આ કાર્યક્રમમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના શિક્ષકો સહિતના કર્મચારીઓ જોડાશે. જોકે મહાપંચાયતના કાર્યક્રમને અખિલ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળે ટેકો જાહેર કરતા શિક્ષકો મોટી સંખ્યામાં કાર્યક્રમમાં જોડાશે.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial