શોધખોળ કરો
Advertisement
અમરેલીઃ માનવભક્ષી દીપડો કરાયો ઠાર, જાણો વિગત
અમરેલી, જૂનાગઢ અને બગસરા પંથકમાં દીપડાઓનો ખૌફ વધી રહ્યો છે. ખાસ કરીને છેલ્લા એક મહિનામાં દીપડાના હુમલામાં વધારો થયો હતો.
અમરેલીઃ અમરેલી, જૂનાગઢ અને બગસરા પંથકમાં દીપડાઓનો ખૌફ વધી રહ્યો છે. ખાસ કરીને છેલ્લા એક મહિનામાં દીપડાના હુમલામાં વધારો થયો છે, માત્ર એટલું જ નહીં દીપડાએ છેલ્લા પાંચ-છ દિવસમાં બે લોકોને ફાડી ખાતા સમગ્ર વિસ્તારના ખેડૂતો દીપડાના હુમલાઓથી ભયભીત છે અને સરકારે પણ દેખો ત્યાં ઠારના આદેશ આપ્યો હતો.
આ દરમિયાન દીપડાએ મોડીરાતે બગસરાની ગૌશાળામાં બે ગાયોના મારણ કર્યા હતા. આ દીપડાને આજે શાર્પ શૂટરોએ ઠાર કર્યો હતો. વિસાવદર પાસે જે દીપડો લોકો પર હુમલો કરતો હતો તે દીપડાને ઠાર મારવામાં આવ્યો હોવાની વિધાનસભા ગૃહના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ગૃહમાં સત્તાવાર જાહેરાત કરી હતી. અધ્યક્ષ દ્વારા કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયાને કહેવામાં આવ્યું કે તમે જે બંદૂક લઇને નીકળ્યા હતા તે દીપડાને ઠાર મારવામાં આવ્યો છે.
ગીરમાં સિંહોની વસતિની સાથે સાથે દીપડાઓની વસતિ વધી રહી છે. વર્ષ 2006માં થયેલી વસતિ ગણતરી મુજબ 1070 દીપડાઓની સંખ્યા 2016માં 1395 થઈ અને હાલ વસતિ અંજાદે 1500એ પહોંચી ગઈ છે. જ્યારે દીપડાઓના હુમલાથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યામાં ગત વર્ષ કરતા ચાલુ વર્ષે 500 ટકાનો વધારો થયો છે.
1 એપ્રિલ 2019થી અત્યાર સુધીમાં દીપડાએ 15 જેટલા લોકોને ફાડી ખાધા
ગીર પંથકમાં એપ્રિલ 2018થી માર્ચ 2019 દરમિયાન દીપડાના હુમલાઓમાં ત્રણ લોકોના મોત થયા હતા. જ્યારે 1 એપ્રિલ 2019થી અત્યાર સુધીમાં દીપડાએ 15 જેટલા લોકોને ફાડી ખાધા છે. આમ ચાલુ વર્ષે દીપડાઓના હુમલામાં મોતને ભેટેલા લોકોની સંખ્યામાં 500 ટકા જેટલો વધારો થયો છે.
દીપડાઓની વસતિમાં કુદકેને ભૂસકે વધારો
ગુજરાતમાં દીપડાઓની વધતી સંખ્યા વિષે વાત કરીએ તો છેલ્લા 10 વર્ષમાં 30 ટકા દીપડાઓ વધ્યા છે. વર્ષ 2006માં થયેલી વસતિ ગણતરી મુજબ 1070 દીપડાઓ હતા, જે વર્ષ 2011માં 1160 થયા હતા. ત્યાર બાદ 2016માં દીપડાઓની સંખ્યા 20.25 ટકા વધીને 1395એ પહોંચી હતી. આમ એક દાયકામાં દીપડાઓની સંખ્યામાં 30 ટકાનો વધારો થયો હતો.કુલ દીપડાઓમાં 34 ટકા દીપડાઓ એટલે કે આશરે 470થી વધુ માનવ વસતિની આસપાસ વસવાટ કરે છે. દીપડો હિંસક પ્રાણી હોવાથી દીપડાનો વસતિ વધારો હાલ ખેડૂતો, રાજ્ય સરકાર અને વન વિભાગ માટે ચિંતાજનક સાબિત થઈ રહ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement