ફળોના રાજા કેસર કેરીની તાલાલા માર્કેટયાર્ડમાં ધમાકેદાર એન્ટ્રી, એક બોક્સના બોલાયા આટલા ભાવ ?
ગીરની ઓળખ બનેલી કેસર કેરીની આજે ધમાકેદાર એન્ટ્રી થઈ છે. તાલાલા ગીરમાં આવેલા મેંગો માર્કેટમાં આજે કેસર કેરીની હરરાજીની શરૂઆત થતા ખેડૂતો અને કેરી રસિકોમા ખુશીની લહેર જોવા મળી રહી છે.
ગીર સોમનાથ: ફળોના રાજા કેસર કેરીની ધમાકેદાર એન્ટ્રી તાલાલા મેંગો માર્કેટમાં થઈ છે. 10 કિલોના બોક્સના 400 થી 700 રૂપિયા બોલી લગાવવામાં આવી છે. ગૌશાળા માટે 11000 રૂપિયાના બોક્સની બોલી લાગી હતી. પ્રથમ દિવસે 7 હજાર જેટલા બોક્સની આવક તાલાલા મેગો માર્કેટમાં થઈ છે.
ગીરની ઓળખ બનેલી કેસર કેરીની આજે ધમાકેદાર એન્ટ્રી થઈ છે. તાલાલા ગીરમાં આવેલા મેંગો માર્કેટમાં આજે કેસર કેરીની હરરાજીની શરૂઆત થતા ખેડૂતો અને કેરી રસિકોમા ખુશીની લહેર જોવા મળી રહી છે. કેસર કેરીના 10 કિલોના બોક્સના 400 થી લઈને 700 રૂપિયા ભાવ આકવામાં આવ્યા છે. પ્રથમ દિવસે 7 હજાર જેટલા બોક્સની આવક થઈ છે. હરરાજીની શરૂઆતમાં પ્રથમ બોક્સ ગૌશાળાના લાભાર્થે રાખવામાં આવે છે. જે કેસર કેરીના બોક્સની બોલી 11000 રૂપિયા લાગી હતી.
તાલાલા તેમજ ગીર વિસ્તારમાં આ વર્ષ કેરીનું ખૂબ ઓછું ઉત્પાદન થવાની શકયતા છે. ખેડૂતોના મતે માત્ર 30 ટકા જ કેરીનું ઉત્પાદન થશે, કારણ કે ઝાકળ વધુ પ્રમાણમાં પડવાના કારણે કેરી ખરી પડી છે. તો મઢ્યા રોગના કારણે પણ ભારે નુકશાન થયું છે, જેના કારણે કેરી માત્ર 30 ટકા જ બચી છે. ખેડુતોને આશા હતી કે કેસર કેરીના બોક્સના મિનિમમ 700 રૂપિયા ભાવ રહેશે. જો કે 400 થી શરૂ થઈ 700 સુધીના ભાવ આકાવામાં આવ્યા છે. રીના ભાવ તેની સાઇજ અને ક્વોલિટી પરથી નક્કી કરવામાં આવે છે. સારી ક્વોલિટીની કેરી 10 kgના બોક્સમાં વધુમાં વધુ 30 નંગ હોઈ છે, તો બીજા નંબરની કેરી 40 થી 50 નંગ 10 kg બોક્સમાં અને ત્રીજા નંબરની કેરી 50 થી 60 નંગ 10 kgના બોક્સમાં હોય છે.
વર્ષ | કુલ બોક્સની આવક | એક બોક્સના ભાવ |
2011 | 14,87,025 | 143 |
2012 | 08,32,197 | 210 |
2013 | 11,85,086 | 254 |
2014 | 09,41,702 | 210 |
2015 | 07,17,335 | 250 |
2016 | 10,66,860 | 283 |
2017 | 10,67,755 | 265 |
2018 | 08,30,340 | 310 |
2019 | – | 345 |
2020 | 06,87,931 | 375 |
છેલ્લા 10 વર્ષના આંકડા પર નજર કરીએ તો કેરીની આવકમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કે સામે દર વર્ષ ભાવમાં થોડો વધારો પણ જોવા મળી રહ્યો છે.