ધોરણ 10ના વિદ્યાર્થીઓના મૂલ્યાંકનની પદ્ધતિ જાહેર, બે ભાગમાં મૂલ્યાંકનના આધારે તૈયાર થશે માર્કશીટ
ગુજરાત રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે ધોરણ ૧૦અને ૧૨ની બોર્ડની પરીક્ષા નહિ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જયારે રાજ્યના સમગ્ર વિધાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે માટે આજ રોજ ધોરણ ૧૦ ના મુલ્યાંકન પ્રક્રિયાની પદ્ધતિ આજરોજ સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે.
ગાંધીનગર: ગુજરાત (Gujarat)રાજ્યમાં કોરોના(Coronavirus)ના કહેર વચ્ચે ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા નહિ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જયારે રાજ્યના સમગ્ર વિધાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે માટે આજ રોજ ધોરણ 10 ના મુલ્યાંકન પ્રક્રિયાની પદ્ધતિ આજરોજ સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે. જૂનના અંતિમ અઠવાડિયામાં પરિણામ જાહેર થશે.
ધોરણ 10ની નિયમિત વિધાર્થીઓની મૂલ્યાંકન કાર્ય પદ્ધતિને બે ભાગમાં વેચવામાં આવશે. જેમાં ભાગ-1 અને ભાગ-2નું મૂલ્યાંકન કરી વિધાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે. ભાગ-1માં શાળાકીય આંતરિક મૂલ્યાંકનના કુલ 20 ગુણ અને ભાગ-2માં શાળાકીય કસોટીઓ આધારિત મૂલ્યાંકનના 80 ગુણ આપવામાં આવશે. ભાગ-1માંથી 20 ગુણ અને ભાગ-2માંથી 80 ગુણ એવી રીતે ટોટલ 100 ગુણનું મૂલ્યાંકન કરી ધોરણ 10 ના વિધાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે.
શાળાકીય આંતરિક મૂલ્યાંકન (20 ગુણ)
- ધોરણ 10ના નિયમિત વિદ્યાર્થીઓનું શાળા દ્વારા 20 ગુણનું આંતરિક મૂલ્યાંકન.
- શાળા દ્વારા નિયમિત વિદ્યાર્થીઓને તેઓ દ્વારા પસંદ કરેલ વિષયોમાં બોર્ડ દ્વારા નિયત કરેલ ધારા-ધોરણ મુજબ 20 ગુણનું આંતરિક મૂલ્યાંકન કરવાનું છે.
- શાળાકીય આંતરિક મૂલ્યાંકનના વિષયવાર 20 ગુણમાંથી મેળવેલ ગુણને બોર્ડ દ્વાર તૈયાર કરવામાં આવેલ એપ્લિકેશનમાં ઓનલાઇન કરવાના રહેશે.
ધોરણ-9ની સામાયિક કસોટી અને ધોરણ-10ની એકમ કસોટીના આધારે પરિણામ આપવામાં આવશે. જેમાં 80 માર્કનું મુલલ્યાંકન અને 9 અને 10માંથી તથા શાળાના મૂલ્યાંકનના 20 માર્કમાંથી પરિણામ આપશે. જૂનના અંતિમ વીકમાં પરિણામ ઓનલાઈન મુકવામાં આવશે. પ્રથમ અને બીજી કસોટીના 40 ટકા ગુણમાં રૂપાંતરિત કરવામાં આવશે. જે વિદ્યાર્થીને 80માંથી 26 કે સ્કૂલના 20 માર્ક્સમાંથી 7 માર્ક પણ ના મળે તો પણ તેને પાસ કરી. તેની માર્કશીટમાં ક્વોલિફાઈડ ફોર સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ લખવામાં આવશે.
મૂલ્યાંકન માટે પસંદ કરવામાં આવેલા ધારા-ધોરણો કોવિડ-19ની પરિસ્થિતિના પહેલાના શૈક્ષણિક વર્ષોના હોવાથી કોઈ ઉમેદવારની બાબતમાં નિયત કરેલા એક અથવા એકથી વધુ ધારા-ધોરણોના માપદંડોમાં ઉમેદવાર ઉપસ્થિત ન હોય તેવું પણ બની શકે. આવા કિસ્સામાં માસ પ્રમોશનથી પાસ કરવાના હોવાથી બોર્ડ દ્વારા ખુટતા માર્કની તૂટ ક્ષમ્ય કરીને પાસ જાહેર કરવામાં આવશે. મૂલ્યાંકન માટેના નિયત કરેલા માપદંડોમાં કોઈ એક માપદંડમાં કે એક કરતા વધુ માપદંડમાં ઉમેદવાર ગેરહાજર હોય તો તેવા કિસ્સામાં શૂન્ય માર્ક દર્શવવાના રહેશે.