ગુજરાતના આ વિસ્તારમાં મોડી સાંજે ભારે પવન સાથે પડી શકે છે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવી શકે છે. આજે મોડી સાંજ સુધીમાં કચ્છ, ઉત્તર ગુજરાત,સૌરાષ્ટ્રમાં પવન સાથે વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવી શકે છે. આજે મોડી સાંજ સુધીમાં કચ્છ, ઉત્તર ગુજરાત,સૌરાષ્ટ્રમાં પવન સાથે વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર અરબી સમુદ્રમાં સાઈક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતમાં આંશિક માવઠુંની સ્થિતિ સર્જાઇ છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં આગામી 24 કલાકમાં વરસાદી ઝાપટા પડે તેવી શક્યતા હવામાન વિભાગે કરે છે.
રાજસ્થાન અને તેની આસપાસ સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયુ છે. શનિવારે સાંજે પણ અમદાવાદ સહિત રાજ્યનાં કેટલાંક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ગઇ કાલે સાંજે સુરેન્દ્રનગરના આસપાસના ગામ હળવદ સહિત ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારમાં વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે. આ વિસ્તારમાં પવન સાથે હળવા ઝાપટા પડી શકે છે.
હવામાન વિભાગની આગાહી મુજબ અરબી સમુદ્રમાં સર્જાયેલું સાઇક્લોનિક સક્ર્યુલેશન આગામી સમયમાં એક્ટિવ રહી શકે છે. જેના પગલે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટા આવી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ હવાની ગતિ મહત્તમ ગતિ કલાકના 40 કિ.મી સુધી રહી શકે છે.
નાઉકાસ્ટની આગાહી અનુસાર સાઈક્લોનિક સર્ક્યુલેશનના કારણે અમદાવાદ, રાજકોટ મોરબી, બનાસકાંઠા, અમદાવાદ, પાટણમાં ભારે વરસાદ પડી શકે છે. વરસાદના કારણે વાતાવરણમાં બફારો અનુભવાશે જો કે, વરસાદ પડવાથી ગરમીથી રાહત મળી શકશે. જો કે ત્યારબાદ 28 એપ્રિલની આસપાસ રાજ્યમાં ફરી ગરમીનો પારો ઉંચે ચઢે તેવી હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે. રાજ્યોમાં હળવા ઝાપટા બાદ ચાર દિવસમાં ગરમી વધે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. રાજસ્થાન અને તેની આસપાસ સાયક્લોનિક સરક્યુલેશનથી રાજ્યના મોટાભાગના શહેરોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો.
હવામાન વિભાગે અગાઉ આગાહી કરી હતી કે, થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી અને સાયક્લોનીક સર્ક્યુલેશનના કારણે કચ્છ અને જામનગરમાં વીજળીના ચમકારા અને વરસાદ સાથે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જેને પગલે ગઇ કાલે સુરેન્દ્રનગરના કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં ગઇ કાલ સાંજે ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો.