શોધખોળ કરો

રાજ્યમાં બે દિવસ બાદ તાપમાનમાં વધારો થતા ઠંડી ઘટે તેવી હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં આગામી  2 દિવસ હાડ થીજવતી ઠંડી પડશે.  હવામાન વિભાગે આ આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મહત્તમ તાપમાન નીચું હોવાના કારણે  કડકડતી ઠંડી પડી રહી છે.

ગુજરાતમાં આગામી  2 દિવસ હાડ થીજવતી ઠંડી પડશે.  હવામાન વિભાગે આ આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મહત્તમ તાપમાન નીચું હોવાના કારણે  કડકડતી ઠંડી પડી રહી છે.  અમદાવાદ અને ગાંધીનગર સહિતના શહેરોમાં હજુ બે દિવસ 40 થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાતા ઠંડીનું જોર રહેશે. મોડી સાંજથી તાપમાનનો પારો 2 થી 4 ડિગ્રી સુધી ઘટી જશે. જો કે, બે દિવસ બાદ ઠંડી થોડીક ઘટશે.  આજે કચ્છનું નલિયા રહ્યું સૌથી ઠંડુંગાર.  નલિયામાં 8 ડિગ્રી તાપમાન નોંધાયું. ગાંધીનગર અને કેશોદમાં 11 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું.  જ્યારે અમદાવાદમાં 13 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું.

અમદાવાદ સહિત રાજ્યમાં સતત બે દિવસ સુધી વાતાવરણમાં પલટો આવ્યા બાદ તાપમાનનો પારો ઉંચકાયો છે. વાદળો હટતાની સાથે જ રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. ગઈકાલે એક જ દિવસમાં અમદાવાદ શહેરમાં તાપમાનનો પારો સાડા ચાર ડિગ્રી જેટલો ગગડયો હતો. અમદાવાદ શહેરમાં મંગળવારે લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી નોંધાયુ હતું જે બુધવારે ઘટીને 13 ડિગ્રી નોંધાયું છે.

તેવી જ રીતે ડીસામાં મંગળવારે તાપમાન 16.6 ડિગ્રી નોંધાયું હતું જે બુધવારે ઘટીને 12.1 ડિગ્રી નોંધાયું છે. આમ મોટાભાગના શહેરોમાં 4 થી સાડા ચાર ડિગ્રી જેટલો પારો ગગડયો છે. જેના કારણે એકાએક ઠંડીનું જોર વધ્યું છે. આગામી દિવસોમાં ગાત્રો થિજવતી ઠંડી પડશે તેવી હવામાન ખાતા દ્વારા પણ આગાહી કરવામાં આવી છે.

ગુજરાતની સ્કૂલોમાં કોરોનાનો વિસ્ફોટઃ જાણો ક્યાં કેટલા નોંધાયા કેસ?

ગુજરાતમાં ફરી એકવાર કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ગઈ કાલે એક જ દિવસમાં 500થી વધુ કેસ નોંધાયા હતા. ગુજરાતમાં કોરોના સંક્રમણ વચ્ચે પણ સ્કૂલો ઓફલાઇન ચાલું હોવાથી સ્કૂલોમાં પણ કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. રાજકોટમાં કોરોનાના કેસમાં સતત વધારો, અત્યાર સુધીમાં એક હજારથી વધુ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. ઓમિક્રોન અને કોરોનાની દહેશતને પગલે રાજકોટની સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. ખાનગી સ્કૂલોની અંદાજિત 20 ટકા સંખ્યા ઘટી છે. ખાસ ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓને વાલીઓ સ્કૂલે મોકલતા નથી. સ્કૂલ ખુલી તેના કરતા હાલમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં 20 થી 25 ટકા ઘટાડો થયો છે. નાના બાળકોને ફરી ઓનલાઈન શિક્ષણ તરફ વળ્યા છે. રાજકોટમાં 500 જેટલી ખાનગી શાળાઓ આવેલી છે. આજે પણ 20 થી ટકા બાળકો ઓનલાઈન શિક્ષણ તરફ વળ્યાં છે. રાજકોટ ખાનગી શાળા સંચાલક મંડળના કારોબારી સભ્ય અજય પટેલે જણાવ્યું હતું કે હાલમાં કોરોનાના કેસ વધતા જાય છે ત્યારે બાળકો ઓનલાઇન શિક્ષણ તરફ વળે તે જરૂરી છે. ખાસ કરીને નાના બાળકોના વાલીઓને કોરોનાને લઈને ખૂબ જ ચિંતિત છે. 

સુણાવની સ્કૂલમાં 4 શિક્ષિકાને કોરોના 

આણંદમાં પેટલાદના સુણાવ ગામે ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં ચાર શિક્ષિકાઓ કોરોનાની ચપેટમાં આવતાં તંત્ર દોડતું થઈ ગયું છે. સ્કૂલ 15 દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે. સુણાવની AJG ઈંગ્લીશ મીડીયમ સ્કૂલને બંધ કરવામાં આવી છે. સ્કૂલમાં કેજીથી લઈ ધોરણ 10 સુધીનો અભ્યાસ ચાલે છે.  સુણાવ કેળવણી મંડળ દ્વારા સ્કૂલને 15 દિવસ માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. 

મોરબીમાં 7 વિદ્યાર્થીને કોરોના

મોરબીમાં ગત 28મી ડિસેમ્બરે કોરોના પોઝીટીવ આવેલ નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીના કોન્ટેક ટ્રેસિંગ દરમિયાન શાળામાં ગઈ કાલે કુલ 186 સેમ્પલ લેવામાં આવેલ, જેમાંથી તેના સંપર્કમાં રહેલ વધુ 6 વિદ્યાર્થીઓનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવેલ છે. જે પૈકી 5 વિદ્યાર્થી મોરબી શહેર વિસ્તારમાં તેમજ 1 વિદ્યાર્થી ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારનો રહેવાસી છે. આ ઉપરાતં અન્ય 41 વર્ષ ના પુરુષના કોન્ટેકમાં આવેલ વધુ એક 31 વર્ષના અને મોરબી શહેરી વિસ્તારના રહેવાસી પુરુષનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવેલ છે. ગઈ કાલે મોરબી જીલ્લામાં કુલ 7 પોઝીટીવ કેસ નોંધાયા હતા. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો,  ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો, ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
Horoscope Today 8 July 2024:  આ 4 રાશિના લોકો માટે રોકાણ માટે સારો સમય નથી, જાણો 12 રાશિનું રાશિફળ
Horoscope Today 8 July 2024: આ 4 રાશિના લોકો માટે રોકાણ માટે સારો સમય નથી, જાણો 12 રાશિનું રાશિફળ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો,  ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો, ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
Horoscope Today 8 July 2024:  આ 4 રાશિના લોકો માટે રોકાણ માટે સારો સમય નથી, જાણો 12 રાશિનું રાશિફળ
Horoscope Today 8 July 2024: આ 4 રાશિના લોકો માટે રોકાણ માટે સારો સમય નથી, જાણો 12 રાશિનું રાશિફળ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Embed widget