શોધખોળ કરો
Advertisement
ઘરની બહાર નીકળતા પહેલા સાવધાન, આગામી ત્રણ કલાકમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની મોટી આગાહી
Rain Forecast: હવામાન વિભાગે નાગરિકોને સાવચેત રહેવાની અને જરૂરી સલામતીના પગલાં લેવાની સલાહ આપી છે. ખાસ કરીને ભારે વરસાદની આગાહીવાળા વિસ્તારોમાં લોકોને ઘરની બહાર નીકળતા સાવચેતી રાખવા જણાવ્યું છે.
Gujarat Rain Alert: ગુજરાત હવામાન વિભાગે આજે રાજ્યના વિવિધ ભાગોમાં આગામી ત્રણ કલાક દરમિયાન વરસાદની આગાહી કરી છે. આ આગાહી મુજબ:
ભારે વરસાદની સંભાવના:
- દ્વારકા, જામનગર, પોરબંદર, ગીર સોમનાથ, દીવ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે.
મધ્યમ વરસાદની આગાહી:
- બોટાદ, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, મોરબી, રાજકોટ, સુરત, ડાંગ અને નવસારીમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદ પડી શકે છે.
હળવો વરસાદ:
- બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર અને ભરૂચમાં સામાન્યથી હળવો વરસાદ થઈ શકે છે.
પોરબંદરમાં ભારે વરસાદ
ગુરુવારથી શરૂ થયેલા ભારે વરસાદે પોરબંદર શહેર અને જિલ્લામાં જળપ્રલય જેવી સ્થિતિ સર્જી છે. છેલ્લા 24 કલાકમાં લગભગ 18 ઇંચ (457 મિમી) વરસાદ નોંધાયો છે, જેના કારણે શહેર અને આસપાસના વિસ્તારોમાં વ્યાપક જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
- સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ, 1983 પછી આ પ્રકારનો જળપ્રલય પ્રથમ વખત જોવા મળ્યો છે.
- શહેરના પ્રખ્યાત એમ.જી. રોડ, છાયાચોકી રોડ, અને સુદામાચોક સહિતના વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે.
- અનેક વાહનો પાણીમાં ડૂબી ગયા છે અને કેટલાક પશુઓ પણ તણાઈ ગયાના અહેવાલો છે.
- ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી જતાં લોકોને ભારે નુકસાન થયું છે.
- બરડા વિસ્તારમાં પણ 10થી 12 ઇંચ વરસાદ નોંધાયો છે, જેના કારણે ખેતરો અને વાડીઓ જળબંબાકાર થઈ ગયા છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
સમાચાર
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion