શોધખોળ કરો

ભારે વરસાદની વચ્ચે રાજ્યના આ જિલ્લામાં વાવાઝોડાનું જોખમ, વરસાદી તોફાનની આગાહી

Gujarat Rain: ડીપ ડિપ્રેશન નબળું પડવાને બદલે વધુ મજબૂત બન્યું છે, જેના કારણે રાજ્યભરમાં, ખાસ કરીને અમદાવાદમાં, ભારે પવન ફૂંકાવાની સંભાવના છે.

Mini cyclone risk Kutch: ગુજરાતના કચ્છ જિલ્લા પર આગામી 24 કલાકમાં મિની વાવાઝોડાનું જોખમ તોળાઈ રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ડીપ ડિપ્રેશન નબળું પડવાને બદલે વધુ મજબૂત બન્યું છે, જેના કારણે રાજ્યભરમાં, ખાસ કરીને અમદાવાદમાં, ભારે પવન ફૂંકાવાની સંભાવના છે.

સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ડીપ ડિપ્રેશનની સ્થિતિ યથાવત છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, હવામાન વિભાગે અનેક જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યા છે:

રેડ એલર્ટ:

  • કચ્છ
  • મોરબી
  • જામનગર
  • દ્વારકા
  • પોરબંદર
  • જુનાગઢ
  • રાજકોટ (અત્યંત ભારે વરસાદની આગાહી સાથે)

ઓરેન્જ એલર્ટ:

  • ગીર સોમનાથ
  • સુરેન્દ્રનગર
  • બોટાદ
  • અમરેલી
  • ભાવનગર

આ પરિસ્થિતિને કારણે આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. સ્થાનિક વહીવટી તંત્ર અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગ સતર્ક બન્યા છે અને જરૂરી પગલાં લઈ રહ્યા છે. નાગરિકોને સાવચેત રહેવા અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરવામાં આવી છે.

હવામાન વિભાગે જણાવ્યા અનુસાર, ડીપ ડિપ્રેશન, ઓફશોર ટ્રફ અને મોનસૂન ટ્રફના કારણે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ અને કચ્છ વિસ્તારમાં રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આજે કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ અને રાજકોટમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ અલર્ટ જાહેર કરાયું છે.

ગીર સોમનાથમાં ઓરેન્જ અલર્ટ જ્યારે સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી અને ભાવનગરમાં યલો અલર્ટ આપવામાં આવ્યું છે.

હવામાન વિભાગના અનુમાન મુજબ, 30 ઓગસ્ટથી વરસાદનું જોર ઘટવાની શક્યતા છે.

30 ઓગસ્ટે કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર અને મોરબીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે પોરબંદર, રાજકોટ અને જૂનાગઢમાં યલો અલર્ટ રહેશે.

31 ઓગસ્ટે કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદર, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

માછીમારોને આગામી ત્રણ દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. અમદાવાદમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

આગામી સમયમાં કચ્છ તથા સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારે વરસાદની પરિસ્થિતિ યથાવત હોવાથી રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને કામ વગર બહાર ન નીકળવા અને તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ

Rain Alert: રાજ્ય પરથી હજુ ખતરો ટળ્યો નથી, ત્રણ સિસ્ટમ સક્રિય છે, આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: ભવનાથમાં મહા શિવરાત્રીના મેળામાં રવેડી શરુ, મોટી સંખ્યામાં સંતો જોડાયા
Junagadh: ભવનાથમાં મહા શિવરાત્રીના મેળામાં રવેડી શરુ, મોટી સંખ્યામાં સંતો જોડાયા
ENG vs AFG: અફઘાનિસ્તાને કર્યો ઉલટફેર, છેલ્લી 3 ઓવરમાં મેચ પલટી; ઇંગ્લેન્ડ સેમિફાઇનલની રેસમાંથી બહાર
ENG vs AFG: અફઘાનિસ્તાને કર્યો ઉલટફેર, છેલ્લી 3 ઓવરમાં મેચ પલટી; ઇંગ્લેન્ડ સેમિફાઇનલની રેસમાંથી બહાર
Sudanese Military Aircraft Crashed: સુદાનમાં મોટી દૂર્ઘટના, સૈન્ય વિમાન ક્રેશ થતાં 19 લોકોના થયા મોત
Sudanese Military Aircraft Crashed: સુદાનમાં મોટી દૂર્ઘટના, સૈન્ય વિમાન ક્રેશ થતાં 19 લોકોના થયા મોત
Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી વચ્ચે પાકિસ્તાનમાં હોબાળો, 100થી વધુ પોલીસકર્મીઓ સસ્પેન્ડ
Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી વચ્ચે પાકિસ્તાનમાં હોબાળો, 100થી વધુ પોલીસકર્મીઓ સસ્પેન્ડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mahashivratri Ravedi : જૂનાગઢ ભવનાથમાં રંગેચંગે રવેડીનો થયો પ્રારંભ, સાધુ-સંતોએ અવનવાં કરતબો કર્યાંHun To Bolish : હું તો બોલીશ : આ દાદાને સલામHun To Bolish : હું તો બોલીશ : બદમાશ બાબુBanaskantha News: વડગામમાં છાપી ગામે 40 વર્ષ જૂની પાણીની ટાંકી જર્જરિત હાલતમાં, લોકોમાં ભયનો માહોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: ભવનાથમાં મહા શિવરાત્રીના મેળામાં રવેડી શરુ, મોટી સંખ્યામાં સંતો જોડાયા
Junagadh: ભવનાથમાં મહા શિવરાત્રીના મેળામાં રવેડી શરુ, મોટી સંખ્યામાં સંતો જોડાયા
ENG vs AFG: અફઘાનિસ્તાને કર્યો ઉલટફેર, છેલ્લી 3 ઓવરમાં મેચ પલટી; ઇંગ્લેન્ડ સેમિફાઇનલની રેસમાંથી બહાર
ENG vs AFG: અફઘાનિસ્તાને કર્યો ઉલટફેર, છેલ્લી 3 ઓવરમાં મેચ પલટી; ઇંગ્લેન્ડ સેમિફાઇનલની રેસમાંથી બહાર
Sudanese Military Aircraft Crashed: સુદાનમાં મોટી દૂર્ઘટના, સૈન્ય વિમાન ક્રેશ થતાં 19 લોકોના થયા મોત
Sudanese Military Aircraft Crashed: સુદાનમાં મોટી દૂર્ઘટના, સૈન્ય વિમાન ક્રેશ થતાં 19 લોકોના થયા મોત
Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી વચ્ચે પાકિસ્તાનમાં હોબાળો, 100થી વધુ પોલીસકર્મીઓ સસ્પેન્ડ
Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી વચ્ચે પાકિસ્તાનમાં હોબાળો, 100થી વધુ પોલીસકર્મીઓ સસ્પેન્ડ
Mars Mission: મંગળ પર શહેર વસાવવાનું એલોન મસ્કનું સપનુ થશે સાકાર! ગ્રહ પર પાણીને લઈને સામે આવ્યા મોટા સમાચાર
Mars Mission: મંગળ પર શહેર વસાવવાનું એલોન મસ્કનું સપનુ થશે સાકાર! ગ્રહ પર પાણીને લઈને સામે આવ્યા મોટા સમાચાર
Jio, Airtel અને Vi માં કોનો ફ્રી JioHotstar પ્લાન છે બેસ્ટ, અહીં જાણો તમામ બેનિફિટ્સ
Jio, Airtel અને Vi માં કોનો ફ્રી JioHotstar પ્લાન છે બેસ્ટ, અહીં જાણો તમામ બેનિફિટ્સ
નગરદેવી 'ભદ્રકાળી' નગરયાત્રાએ, 614 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર નગરચર્યાએ નીકળ્યા માતાજી, 6 લાખ ભક્તોનો જમાવડો
નગરદેવી 'ભદ્રકાળી' નગરયાત્રાએ, 614 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર નગરચર્યાએ નીકળ્યા માતાજી, 6 લાખ ભક્તોનો જમાવડો
FBI, RAW કે Mossad, જાણો કઈ એજન્સીના ચીફ હોય છે સૌથી શક્તિશાળી
FBI, RAW કે Mossad, જાણો કઈ એજન્સીના ચીફ હોય છે સૌથી શક્તિશાળી
Embed widget