શોધખોળ કરો

Gujarat: રાજુ કરપડાના આરોપ પર ધારાસભ્ય ઈટાલિયાનો પલટવાર, કહ્યું, 'જેલની સજાથી બચવા ભાજપના ઇશારે...' 

રાજુ કરપડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી આમ આદમી  પાર્ટી પર ગંભીર પ્રહારો કર્યા હતા.  જેના પર પલટવાર કરતા ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી અનેક જવાબો આપ્યા છે.

અમદાવાદ : રાજુ કરપડાએ બુધવારે આપ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. આજે રાજુ કરપડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી આમ આદમી  પાર્ટી પર ગંભીર પ્રહારો કર્યા હતા.  જેના પર પલટવાર કરતા આમ આદમી પાર્ટી તરફથી ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી અનેક જવાબો આપ્યા છે.

ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ  રાજુ કરપડાના આરોપો પર જોરદાર પલટવાર કર્યો છે.  ગોપાલ ઈટાલિયાએ કહ્યું,  કરપડા પર ત્રણ કેસ છે. તે પૈકી આજે બે કેસમાં સુરેન્દ્રગરની કોર્ટમાં  મુદત હતી.  જેલની સજામાંથી બચવા ભાજપના ઇશારે રાજુ કરપડાએ પાર્ટી છોડી. ભાજપના ઇશારે રાજુ કરપડાએ આરોપ લગાવ્યા છે. 

ભાજપે રાજુ કરપડા પર દબાણ કર્યું- ગોપાલ ઈટાલિયા

રાજુ કરપડાના આરોપો પર ઈટાલિયાએ  જવાબ આપતા કહ્યું કે, આજે રાજુ ભાઈના ચહેરા પર જેલમાં જવાનો ડર હતો. રાજુ કરપડાના પર 3 કેસ છે. કરપડા પર બે કેસ જાનથી મારી નાખવાના છે. ટાંટિયા તોડવાના કેસમાં રાજુ કરપડાને 5 વર્ષની સજા થઈ છે. બીજા 2 કેસમા આજે સુરેંદ્રનગર કોર્ટમાં મુદત હતી. બંને કેસમાં સુરેંદ્રનગર કોર્ટમાં આજે આખરી નિર્ણય હતો. ભાજપે રાજુ કરપડા પર દબાણ કર્યું છે. સજાના ડરથી રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી છોડી છે. 

ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે,  આ લડાઈ ગુજરાતના ગરીબ ખેડૂતો માટે હતી.  ભાજપનો હાથો બનીને ગુજરાતના ખેડૂતોની નિસાસો લીધો. પોલીસ એફિડેવિટ ન કરતી હોવાથી કોર્ટમાં તારીખ પડતી હતી. રાજુ કરપડાએ મજબૂરીમાં આરોપો લગાવ્યા છે. જેલમા જવાના ડરથી રાજુ કરપડાએ ખેડૂત આંદોલનની બલિ ચડાવી હતી.  ખેડૂતોના નિસાસા લેવાનું કામ રાજુ કરપડાએ કર્યું છે. 

જેલમાં જવાના ડરથી રાજુ કરપડા ખોટું બોલે છે-ગોપાલ ઈટાલિયા

ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ પત્રકાર પરિષદમાં વધુ ચોંકાવનારા જવાબ આપતા કહ્યું કે,  11 ઓક્ટોબરે હું રાતના 2 વાગ્યા સુધી રાજુ કરપડાના ઘરે હતો. હું હડદડ કેમ નથી આવવાનો તેની રાજુભાઈને જાણકારી હતી.  જેલમાં જવાના ડરથી રાજુ કરપડા ખોટું બોલે છે. જેલમાં જવાના ડરથી રાજુ કરપડાએ ખેડૂતોની આશા તોડી. રાજુ કરપડાની સાથે જેલમાં પ્રવીણ રામ પણ હતા. જેલમા જવાથી બચવા રાજુ કરપડાએ ગુજરાતના લોકોનો વિશ્વાસ તોડ્યો. 

રાજુ કરપડાનો રસ્તો ભાજપ તરફનો એટલે ખોટું બોલી રહ્યા છે-ઈટાલિયા

ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે,  31 તારીખે રાજુ કરપડાને જેલમાં IPS અધિકારી મળ્યા હતા. રાજુ કરપડાએ ગાંધીનગરમાં ગૃહમંત્રી સાથે ગુપ્ત બેઠક કરી હતી. હવે રાજુ કરપડાનો રસ્તો ભાજપ તરફનો છે એટલે ખોટું બોલી રહ્યા છે. રાજુ કરપડાના સમર્થનમાં પંજાબના CM અને કેજરીવાલે સભા કરી હતી. રાજુ કરપડાના સમર્થનમાં પાર્ટીએ કરોડોનો ખર્ચ કર્યો. આમ આદમી  પાર્ટીએ રાજુ કરપડાના સમર્થનમાં આઠ જેટલી કિસાન પંચાયત કરી હતી. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: સુરેન્દ્રનગર અને અમદાવાદ-રાજકોટ હાઈવે પર વરસાદી ઝાપટાં, વાતાવરણમાં ઠંડક પ્રસરી
Gujarat Rain: સુરેન્દ્રનગર અને અમદાવાદ-રાજકોટ હાઈવે પર વરસાદી ઝાપટાં, વાતાવરણમાં ઠંડક પ્રસરી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
અપ્રમાણસર મિલકત કેસમાં પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસની ધરપકડ, 2015થી 20 સુધીમાં બેન્કમાંથી ઉપાડ્યો નહોતો 1 પણ રૂપિયો
અપ્રમાણસર મિલકત કેસમાં પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસની ધરપકડ, 2015થી 20 સુધીમાં બેન્કમાંથી ઉપાડ્યો નહોતો 1 પણ રૂપિયો

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
Embed widget