(Source: ECI/ABP News/ABP Majha)
Patan: શહેરમાં પડેલા ખાડા પુરવા કોંગ્રેસના ધારાસભ્ય ટ્રેક્ટર લઈ ઉતાર્યા રસ્તા પર
પાટણ: ચોમાસા દરમિયાન ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં રસ્તા તૂટી ગયા છે. જેને કારણે લોકોના અવર જવર કરવામાં ઘણી મુશ્કેલી પડી રહી છે. વિપક્ષ દ્વારા આ મામલે સરકાર પર આકરા પ્રહારો પણ કરવામાં આવી રહ્યો છે.
પાટણ: ચોમાસા દરમિયાન ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં રસ્તા તૂટી ગયા છે. જેને કારણે લોકોના અવર જવર કરવામાં ઘણી મુશ્કેલી પડી રહી છે. વિપક્ષ દ્વારા આ મામલે સરકાર પર આકરા પ્રહારો પણ કરવામાં આવી રહ્યો છે. હવે ખરાબ રસ્તાને લઈને પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો છે. પાટણ નગરપાલિકા દ્વારા ખાડા નહિ પુરવામાં આવતા ધારાસભ્ય પોતે જ ખાડા પુરવા રસ્તા પર ઉતરી આવ્યા હતા.
ખાડા પુરવા માત્ર માટી કે રેતી નહી પરંતુ 10 ટ્રેકટર વેટમીક્ષનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. શહેરમાં પડેલા ખાડાઓથી પ્રજાને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જો હજુ પણ તંત્ર નહી જાગે તો આગામી દિવસોમાં કોંગ્રેસ ખાડા પુરો કાર્યક્રમ ચાલુ રાખશે તેવી વાત ધારાસભ્યએ કરી હતી. કોંગ્રેસના કાર્યકર્તા સાથે શહેરીજનો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા. કિરીટ પટેલે તેમના જન્મ દિવસે શહેરમાં પડેલા ખાડા પુરવાની વાત કરી હતી.
ધારાસભ્ય કિરીટ પટેલે તેમના જન્મ દિવસે મેડિકલ કેમ્પ રાખ્યો હતો. ત્યાર બાદ બિજા દિવસે 5300 વૃક્ષ વાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ આજે પાટણની પ્રજાને ખાડાઓથી મુક્તિ અપાવવા માટે તેઓ રસ્તા ઉપર ઉતરી શહેરમાં ઠેર ઠેર પડેલા ખાડા પુરી તંત્રની આંખ ઉઘાડી હતી.
પાટીદાર સમાજ કયા પક્ષ સાથે?
નર્મદાઃ ખોડલધામના ચેરમેન નરેશ પટેલે આજે નર્મદા જિલ્લાની મુલાકાત લીધી હતી. નર્મદા જિલ્લામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના દર્શન પણ કર્યા. નર્મદા જિલ્લામાં જે વિકાસ થઈ રહ્યો છે તેને વેગ મળતો રહે તેવી પ્રાર્થના નર્મદા નદીને કરી હતી. નર્મદા જિલ્લાનો પ્રવાસ સંગઠનના હેતુને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો હતો. દરેક જિલ્લા અને તાલુકાના કન્વીનરો સાથે ખાટલા બેઠક કરવાનો હેતુ છે અને સંગઠન ને મજબૂત કારવાના ઉદ્દેશથી દરેક જિલ્લાની મુલાકાત લઈ રહ્યા છે.
આગામી વિધાનસભા માટે કહ્યું કે પાટીદાર સમાજ ભોળો સમાજ છે અને દરેક પક્ષ માં ફેલાયેલો સમાજ છે. ખોડલધામના નેજા હેઠળ કોઈ પક્ષ ની વાત કરવી એ વ્યાજબી ન ગણાય. કોઈ પણ સમાજના સારા ઉમેદવારો વિધાનસભામાં ચૂંટાયને આવે તો ગુજરાતનું ભલું થાય. પાટીદાર સમાજ એક પક્ષ સાથે રહે એવું કદી બને નહીં. ચૂંટણીનો માહોલ બને ત્યારે નક્કી થશે કે ગુજરાતમાં ત્રિપાંખીયો જંગ થશે કે શું થશે તે.
આ પણ વાંચો..........
China: ચીનમાં ફરી કોરોના સંકટ, દુનિયાનું સૌથી મોટું ઇલેક્ટ્રૉનિક માર્કેટ અસ્થાયી રીતે બંધ
GSET 2022 Registration: GSET 2022 માટે રજિસ્ટ્રેશન થયું શરૂ, જાણો પરીક્ષા સંબંધિત તમામ વિગત
Vadodara: બે સંતાનના પિતાએ નર્મદા કેનાલમાં લગાવી મોતની છલાંગ, શું છે કારણ?