મોદી સરકાર જવાબદારીમાંથી છટકી રહી છે, રસીકરણ રાજ્યો પર છોડી દીધું, જાણો કયા ટોચના નેતાએ લગાવ્યો આરોપ
બેઠકમાં સોનિયા ગાંધીએ કહ્યું, મોદી સરકાર જવાબદારીમાંથી છટકી રહી છે અને રસીકરણ રાજ્યો પર છોડી દીધું છે. હું કેન્દ્ર સરકારને તમામને ફ્રીમાં રસી આપવાની અરજી કરું છું.
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસનું કિડિયારી ઉભરાયું છે. ભારતમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. આજે કોરોનાના કેસને લઈ રાહતના સમાચાર આવ્યા છે. દેશમાં કોરોનાના કેસમાં એક જ દિવસમાં 37,572 કેસનો ઘટાડો થયો છે. આ દરમિયાન આજે કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીએ મોદી સરકારને આડેહાથ લીધી હતી.
બેઠકમાં સોનિયા ગાંધીએ કહ્યું, મોદી સરકાર જવાબદારીમાંથી છટકી રહી છે અને રસીકરણ રાજ્યો પર છોડી દીધું છે. હું કેન્દ્ર સરકારને તમામને ફ્રીમાં રસી આપવાની અરજી કરું છું.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,66,161 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3754 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,53,818 લોકો ઠીક પણ થયા છે.
- કુલ કેસ- બે કરોડ 26 લાખ 62 હજાર 575
- કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 86 લાખ 71 હજાર 122
- કુલ એક્ટિવ કેસ - 37 લાખ 45 હજાર 237
- કુલ મોત - 2 લાખ 46 હજાર 116
17 કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 17 કરોડ 01 લાખ 76 હજાર 603 ડોઝ આપવામાં આવ્યા છે.
એપ્રિલમાં 45 હજારથી વધુનાં મોત
સ્વાસ્થ્ય મંત્રાલયે 1 એપ્રિલે જણાવ્યું હતું કે, દેશમં કુલ એક લાખ 62 હજાર 927 લોકોના કોરોના સંક્રમણના કારણે મૃત્યુ થઇ ગયા છે. આજે 30 એપ્રિલે આ આંકડો વધીને 2 લાખ 8 હજાર 330 થઇ ગયો છે એટલે કે, એક મહિનામાં કુલ 45,403 લોકોનો જીવ ગયા છે. પહેલી માર્ચે આ સંખ્યા માત્ર 5,770 હતી.
એઇમ્સના ડાયરેકટર ડો.ગુલેરિયાની ચીમકી, લોકડાઉન નહીં લગાવવામાં આવે તો.....