Gujarat Assembly: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કરાવ્યો ઈ- વિધાનસભાનો પ્રારંભ, 'ગુજરાતની ભૂમિ પર આવવુ મારા માટે ગર્વની વાત'
Monsoon session of Gujarat assembly: ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રનો આજથી પ્રારંભ થશે

Background
ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રનો આજથી પ્રારંભ થશે. સાથે જ આજથી ગુજરાત વિધાનસભાની કાર્યવાહી પેપર લેસ અને ડિજિટલ થશે. ગુજરાતની ડિજિટલ વિધાનસભા અને ઈ- નેવા એપ્લિકેશનનું ઉદ્ધાટન રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુના હસ્તે થશે. તેઓ વિધાનસભામાં સંબોધન કરશે અને રાજભવનથી ઇ-વિધાન એપ્લિકેશન-NEVAનું લોન્ચિંગ કરશે. અગાઉ ત્રણ દિવસનું ચોમાસુ સત્ર મળવાનું હતું. જોકે છેલ્લા દિવસે કામકાજ સલાહકાર સમિતિની મળેલી બેઠકમાં સત્ર એક દિવસ લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
રાષ્ટ્રપતિ આજે સૌ પ્રથમ પેપરલેસ વિધાનસભાનો પ્રારંભ કરાવશે. ત્યારબાદ ગૃહમાં હાજર ધારાસભ્યોને રાષ્ટ્રપતિ મૂર્મુ સંબોધન કરશે. બાદમાં વિધાનસભાની ચાર દિવસીય કામગીરીનો પ્રારંભ થશે. તો રાષ્ટ્રપતિ આજે આયુષ્યમાન ભવઃ એપ્લિકેશન પણ લોન્ચ કરશે. ચાર દિવસીય સત્રમાં સરકાર 9 બિલ લાવશે. તો દરરોજ 1 કલાકની પ્રશ્નોત્તરી રહેશે. સરકાર ગૃહમાં GST સુધારા વિધેયક, ચિલ્ડ્રન યુનિવર્સિટી સુધારા વિધેયક, પ્રાઇવેટ યુનિવર્સિટી સુધારા વિધેયક, ચાંપાનેર પાવાગઢ આર્કિયોલોજી પાર્ક વિધેયક, ઓર્ગેનિક યુનિવર્સિટી સુધારા વિધેયક, ગુડ્સ એન્ડ સર્વિસ સુધારા વિધેયક રજૂ કરશે.
ગુજરાત વિધાનસભામાં રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુંના ગૃહમાં સંબોધન દરમિયાન ધારાસભ્યો ઉપરાંત અનેક ખ્યાતનામ લોકો ગૃહમાં ઉપસ્થિત રહેશે. જેમાં રાજ્યના લોકસભા અને રાજ્યસભાના સાંસદ સભ્યો, રાજ્યના ઉદ્યોગપતિઓ, ગુજરાત પ્રદેશ ભાજપના હોદ્દેદારો અને સંઘના હોદ્દેદારો, રાજ્યના શિક્ષણવિદો, સામાજિક અગ્રણીઓ અને અર્થશાસ્ત્રીઓનો સમાવેશ થાય છે.
એપ્લિકેશન લોન્ચ થયા બાદ ગૃહની કાર્યવાહી સંપૂર્ણપણે પેપરલેસ થઈ જશે. આ માટે ગૃહની તમામ બેઠકો પર ટેબલેટ પણ લગાવવામાં આવ્યાં છે. હવે ગૃહમાં ધારાસભ્યો પેન-કાગળથી નહીં પરંતુ ટેબલેટથી સવાલ પૂછીને તેમના વિસ્તારના મુદ્દાઓ ઉઠાવશે. તમામ સ્થળોની સંપૂર્ણ વિગતો ટેબલેટમાં રેકોર્ડ કરવામાં આવશે. તેના અમલીકરણ સાથે ગૃહ સંપૂર્ણ રીતે ઓનલાઈન થઈ જશે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે ગુજરાત વિધાનસભા ખાતે નેશનલ ઇ-વિધાન એપ્લિકેશન (NEVA)નું લોન્ચિંગ કરાયુ
#WATCH | President Droupadi Murmu launches the National e-Vidhan Application (NeVA) Digital House project of the Gujarat legislative assembly in Gandhinagar. pic.twitter.com/hvR1IgBrvt
— ANI (@ANI) September 13, 2023
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું - ગુજરાત વિધાનસભા હવે સંપૂર્ણપણે પેપર લેસ છે
#WATCH | Gandhinagar: At the launch of the National e-Vidhan Application (NeVA) Digital House project of the Gujarat legislative assembly, Gujarat CM Bhupendra Patel says, "...PM's Digital India and paperless government approach has become a reality today. Gujarat Vidhan Sabha is… pic.twitter.com/5MgpnoCusL
— ANI (@ANI) September 13, 2023





















