શોધખોળ કરો

Monsoon Update: ચોમાસુ ક્યાં પહોંચ્યું અને ગુજરાતમાં ક્યારે દેશે દસ્તક, આ જિલ્લામાં વરસાદની આગાહી

રાજ્ય હવામાન વિભાગની આગાહી મુજબ આવતા ચાર દિવસમાં પ્રી મોન્સુન એક્ટીવીટીના ભાગ રૂપે રાજ્યમાં છૂટછવાયા વરસાદનું અનુમાન છે. 15 જૂન પહેલા નૈઋત્યનુ ચોમાસું આગળ વધતાં ગુજરાતમાં મેઘરાજાની પધરાણી થશે.

Monsoon Update:નવસારી વલસાડ ડાંગ દાદરા નગર દમણ દાહોદ અને છોટા ઉદેપુરમાં પ્રિ મોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ શરૂ થઇ ગયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી 15 જૂનની આસપાસ થઇ શકે છે.  હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી ત્રણ દિવસમાં મહારાષ્ટ્રમાં મોનસૂનની એન્ટ્રી થશે.  સામાન્ય રીતે મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં પણ ઝડપથી ચોમાસાનું આગમન થઇ જાય છે. આવી સ્થિતિમાં જો 10 જૂનની આસપાસ મહારાષ્ટ્રમાં મોનસૂન દસ્તક દે તો ગુજરાતમાં પણ 13 જૂન સુધીમાં ચોમાસાનું આગમન થઇ શકે છે.

ગુજરાતમાં 15 જૂનની પહેલાં ચોમાસાની શરૂઆત થાય તેવી શક્યતા દેખાઈ રહી છે.

કાળઝાળ ગરમી વચ્ચે અંબાલાલ પટેલે રાહત આપતી આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થવાની આગાહી કરી છે. ગુજરાતમાં આંધી-વંટોળ અને ગાજવીજ સાથે ચોમાસુ શરૂ થશે.

અંબાલાલ પટેલના કહેવા અનુસાર, 15મી જૂન આસપાસ રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થશે. વરસાદની સાથે ખેતીમાં રોગચાળાની પણ પ્રબળ શક્યતા છે. ગુજરાતમાં ચોમાસાની શરૂઆતમાં પવનની ગતિ વધુ રહેશે. ચોમાસાની શરૂઆતે અતિભારે વરસાદ રહેશે. 10મી જુનથી ચોમાસુ મુંબઈથી ગુજરાત તરફ આગળ વધશે. 8મી જુલાઈના રોજ અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ ઉભુ થશે.

દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 30 મેના રોજ નિર્ધારિત કરતા પહેલા કેરળ પહોંચી ગયું હતું. તે જ સમયે, અત્યાર સુધી ચોમાસું તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તર રાજ્યોમાં પહોંચી ગયું છે અને ટૂંક સમયમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં પહોંચવાની સંભાવના છે. હવામાન વિભાગ (IMD) અનુસાર, 15 જૂન સુધીમાં મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ચોમાસું પ્રવેશી શકે છે.

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આ સમયે ભારે ગરમી પડી રહી છે. આ દિવસોમાં ગાંધીનગરમાં દિવસનું તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર રહે છે. હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર ગાંધીનગરમાં આખું સપ્તાહ આકરી ગરમી યથાવત રહેશે. IMDના જણાવ્યા અનુસાર આ સમગ્ર સપ્તાહમાં ગાંધીનગરનું મહત્તમ તાપમાન 42 થી 43 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 28 થી 29 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની શક્યતા છે.                                         

 કયાં જિલ્લામાં પડશે વરસાદ

આગામી પાંચથી સાત દિવસ ગુજારતમાં હળવોથી સામાન્ય વરસાદ વરસશે. 9 જૂનના ગીર સોમનાથ, અરવલ્લી, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં  વરસાદ વરસશે.10 જૂનના અમરેલી, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, અરવલ્લી, વડોદરા, નવસારી, વલસાડ અને દાહોદમાં  વરસાદ પડશે, તો 11 જૂનના અમરેલી, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, અરવલ્લી, નવસારી, વલસાડ, દાહોદ અને વડોદરામાં વરસાદ  વરસશે,12 જૂનના ભાવનગર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, અરવલ્લી, અને પંચમહાલ જિલ્લામાં  વરસાદ વરસશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી

વિડિઓઝ

Punjab Accident News: પંજાબમાં ધૂમ્મસના કારણે ગુજરાતના પરિવારે નડ્યો અકસ્માત, પાંચ લોકોના થયા મોત
Rajkot Rape Case: રાજકોટના આટકોટમાં બાળકી પર દુષ્કર્મ આચરનારને કોર્ટે સંભળાવી ફાંસીની સજા
Gopal Italia: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર સમાજને કેમ કરી ટકોર?
Kutch Earthquake : 4.1 ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી કચ્છ જિલ્લાની ધરતી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
General Knowledge: ભારતનું એકમાત્ર રેલ્વે સ્ટેશન, જ્યાંથી આખા દેશ માટે મળે છે ટ્રેન, કહેવાય છે ભારતીય રેલ નેટવર્કનું હૃદય
General Knowledge: ભારતનું એકમાત્ર રેલ્વે સ્ટેશન, જ્યાંથી આખા દેશ માટે મળે છે ટ્રેન, કહેવાય છે ભારતીય રેલ નેટવર્કનું હૃદય
"બહુ મોડું થઇ ગયું છે આપણો સમાજ પાછળ રહી ગયો" પરશોત્તમ રૂપાલા
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Kutch Earthquake: કચ્છના ખાવડાથીમાં ફરી એકવાર ધરા ધ્રૂજી, ભૂકંપની તીવ્રતા 4.1ની મપાઇ
Kutch Earthquake: કચ્છના ખાવડાથીમાં ફરી એકવાર ધરા ધ્રૂજી, ભૂકંપની તીવ્રતા 4.1ની મપાઇ
Embed widget