શોધખોળ કરો

Morbi: ઓસઓજી પોલીસે ગાંજાનું વાવેતર કરનારા શખ્સને રંગેહાથે ઝડપી પાડ્યો, 6 લાખથી વધુનો મુદ્દામાલ પણ કર્યો જપ્ત

મોરબીમાં ગાંજાની ખેતી કરીને ગાંજાનું નેટવર્ક ફેલાવી રહેલા એક શખ્સ સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે

Morbi: મોરબીમાં ગાંજાની ખેતી કરીને ગાંજાનું નેટવર્ક ફેલાવી રહેલા એક શખ્સ સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. મળતી માહિતી પ્રમાણે, મોરબી જિલ્લાના વાંકાનેરના તરકિયા ગામે એસઓજી પોલીસે દરોડા પાડ્યા હતા, બાતમીના આધારે પોલીસે અચાનક દરોડા પાડીને તરકિયા ગામના ભીખુભાઈ પોલાભાઈ ડાભીને ગાંજાનું વાવેતર કરતાં ઝડપી પાડ્યા હતા, ભીખુભાઇએ પોતાને ત્યાં ગાંજાનું વાવેતર કર્યું હતું, જ્યાંથી એસઓજી પોલીસે 326 નંગ ગાજાના છોડ, જેનું વજન 63 કિલો ૪૫૦ ગ્રામ અને કિંમત ૬,૩૪,૫૦૦ રૂપિયા છે, પોલીસે આ તમામ ગાંજાના મુદામાલ સાથે આરોપી ભીખુભાઈની ધરપકડ કરી લીધી હતી. પોલીસે 6 લાખથી વધુની કિંમતનો ગાંજાનો જથ્થો ઝડપીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

અગાઉ એસઓજીએ મોરબીમાંથી ડ્રગ્સ પેડલરોને ઝડપી પાડ્યા હતા

મોરબી -વાંકાનેર હાઇવે પરથી SOG પોલીસની ટીમે મોટી કાર્યવાહીને અંજામ આપ્યો છે. બાતમીના આધારે SOGએ દરોડા પાડતા બે શખ્સનો 6 લાખથી વધુની કિંમતનો મેફેડ્રૉન ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. માહિતી પ્રમાણે, મોરબી -વાંકાનેર હાઈવે પર આજે SOG ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી હતી, ખરેખરમાં, SOG પોલીસને પહેલાથી હાઇવે પર મેફેડ્રૉન ડ્રગ્સની ખેપ મારતાં શખ્સો વિશે બાતમી મળી હતી, આ બાતમીના આધારે પોલીસે હાઇવે પર મોરબીના પાનેલી ગામના પાટિયા નજીક વૉચ ગોઠવી હતી, પોલીસે અહીં અચાનક દરોડા પાડ્યા હતા, આ દરમિયાન બાઇક પર સવાર બે શખ્સોને મેફેડ્રૉન ડ્રગ્સના હેરાફેરી કરતાં ઝડપી પાડ્યા હતા, આ બન્ને શખ્સો હાઇવે પર નંબર પ્લેટ વગરની બાઈકમાં ફરી રહ્યાં હતા. આ બન્ને આરોપી શખ્સનોનું નામ સાજીદ ઉર્ફે સાજલો ગફારભાઈ બલોચ અને રજાકભાઈ આમદભાઈ ધાંચી છે, આ બન્ને આરોપીએ પાસેથી પોલીસે મેફેડ્રૉન ડ્રગ્સનો ૬૪.૨૦ ગ્રામ જથ્થો ઝડપી પાડ્યો હતો, જેની કિંમત ૬,૪૨,૦૦૦ છે, આ ઉપરાંત તેમની પાસેથી ૩૦૦૦ રૂપિયાની કિંમતના બે મોબાઇલ ફોન અને ૪૪૬૦ રૂપિયા રોકડા સહિત હોન્ડા બાઇકને કબજે કર્યુ હતુ. મેફેડ્રૉન ડ્રગ્સના હેરાફેરીના કેસમાં આ આરોપીઓ પાસેથી આરોપી જુનેદભાઈ હનીફભાઈ પરમારનું નામ પણ ખુલ્યુ હતુ, પોલીસે આ પછી તમામ કડીઓને તપાસને આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. આ કેસમાં સાજીદે ડ્રગ્સનો જથ્થો આરોપી રજાક પાસેથી મેળવ્યો હતો, તો રજાકે આરોપી જુનેદ પાસેથી જથ્થો મેળવ્યો હોવાની પકડાયેલા આરોપી સાજીદ અને રજાકે કબુલાત કરી હતી. 

કારમાં મેફેડ્રૉન ડ્રગ્સ વેચવા નીકળેલા 2 શખ્સને SOGએ ઝડપ્યા

રાજ્યમાં ડ્રગ્સના વેચાણનો સિલસિલો યથાવત છે, હવે જૂનાગઢમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. જૂનાગઢ SOG પોલીસની કાર્યવાહીમાં 2.7 ગ્રામ જેટલા મેફેડ્રૉન ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. માહિતી પ્રમાણે, જુનાગઢના માંગરોળમાથી મેફેડ્રોન ડ્રગ્સ પકડવામાં આવ્યો છે. પોલીસે કાર્યવાહી કરતા બે આરોપીઓ સાથે 2. 7 ગ્રામ મેફેડ્રૉન ડ્રગ્સના જથ્થા ઝડપી પાડ્યા હતા. આ બન્ને આરોપીઓ કારમાં મેફેડ્રૉન ડ્રગ્સની હેરાફેરી કરતા હતા. બાતમીના આધારે જ્યારે SOGએ દરોડા પાડ્યા તો કારમાંથી બે આરોપીઓને મેફેડ્રૉન ડ્રગ્સ સાથે ત્રણ મોબાઇલ, રોકડ તેમજ કાર સાથે 5.52.990નો મુદ્દામાલ કબજો કર્યો હતો. પોલીસે સોહિલ કાલાવત અને હનીફ ધામેરીયાની આ મામલે ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે, આ બન્ને આરોપીઓને હાલમાં માંગરોળ મરીન પોલીસને સોંપવામાં આવ્યા છે. આ પહેલા રાજ્યામાં સુરત, રાજકોટ અને અમદાવાદ સહિતના શહેરોમાંથી ડ્રગ્સ અને ગાંજાની હેરાફેરી કરનારા પેડલરો ઝડપાઇ ચૂક્યા છે. 

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

કેનેડામાં કપિલ શર્માના કાફે પર ફરી ફાયરિંગ, આ ગેંગસ્ટરે લીધી જવાબદારી
કેનેડામાં કપિલ શર્માના કાફે પર ફરી ફાયરિંગ, આ ગેંગસ્ટરે લીધી જવાબદારી
ભારતમાં UPI ડાઉન! ફોનપે, પેટીએમ, ગૂગલ પેમાં યૂઝર્સ નથી કરી શકતા ટ્રાન્ઝેક્શન 
ભારતમાં UPI ડાઉન! ફોનપે, પેટીએમ, ગૂગલ પેમાં યૂઝર્સ નથી કરી શકતા ટ્રાન્ઝેક્શન 
ડૉનાલ્ડ ટ્રમ્પના ટેરિફ એક્શન વચ્ચે મોટા સમાચાર, આ મહિનાના અંતમાં પુતિન ભારત આવશે
ડૉનાલ્ડ ટ્રમ્પના ટેરિફ એક્શન વચ્ચે મોટા સમાચાર, આ મહિનાના અંતમાં પુતિન ભારત આવશે
Rain Alert: ઓગસ્ટ મહિનામાં વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
Rain Alert: ઓગસ્ટ મહિનામાં વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
Advertisement

વિડિઓઝ

Surat news: સુરતના બે એન્જિનિયરની અનોખી સિદ્ધિ, બનાવ્યું 'બોલતું ડ્રોન'
AAJ No Muddo : આજનો મુદ્દો : મોબાઈલનું વધતું વળગણ કેટલું ખતરનાક?
Commonwealth Games: ઓલિમ્પિક પહેલા ગુજરાતમાં કોમનવેલ્થ યોજાવાની તૈયારી, કોમન વેલ્થનું ફેડરેશન ગુજરાતની મુલાકાતે
Vadodara News: સરકારી વ્યવસ્થામાં ફરી ખામીનો કિસ્સો, વડોદરામાં જીવતા માણસને કાગળ પર દર્શાવાયો મૃત
Fake Engine Oil Factory: સુરતમાં નકલી ઓઈલ બનાવવાના કારખાના નો પર્દાફાશ, 1 આરોપીની ધરપકડ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેનેડામાં કપિલ શર્માના કાફે પર ફરી ફાયરિંગ, આ ગેંગસ્ટરે લીધી જવાબદારી
કેનેડામાં કપિલ શર્માના કાફે પર ફરી ફાયરિંગ, આ ગેંગસ્ટરે લીધી જવાબદારી
ભારતમાં UPI ડાઉન! ફોનપે, પેટીએમ, ગૂગલ પેમાં યૂઝર્સ નથી કરી શકતા ટ્રાન્ઝેક્શન 
ભારતમાં UPI ડાઉન! ફોનપે, પેટીએમ, ગૂગલ પેમાં યૂઝર્સ નથી કરી શકતા ટ્રાન્ઝેક્શન 
ડૉનાલ્ડ ટ્રમ્પના ટેરિફ એક્શન વચ્ચે મોટા સમાચાર, આ મહિનાના અંતમાં પુતિન ભારત આવશે
ડૉનાલ્ડ ટ્રમ્પના ટેરિફ એક્શન વચ્ચે મોટા સમાચાર, આ મહિનાના અંતમાં પુતિન ભારત આવશે
Rain Alert: ઓગસ્ટ મહિનામાં વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
Rain Alert: ઓગસ્ટ મહિનામાં વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં આજે ગાજવીજ સાથે હળવાથી લઈ મધ્યમ વરસાદની આગાહી
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં આજે ગાજવીજ સાથે હળવાથી લઈ મધ્યમ વરસાદની આગાહી
AAPને લઈ સૌથી મોટા સમાચાર, કરશનબાપુ ભાદરકાએ અચાનક રાજીનામું આપ્યું
AAPને લઈ સૌથી મોટા સમાચાર, કરશનબાપુ ભાદરકાએ અચાનક રાજીનામું આપ્યું
Tata Nexon કે Hyundai Venue: કઈ SUV છે વધુ વેલ્યૂ ફોર મની? જાણો કિંમત અને ફીચર્સ
Tata Nexon કે Hyundai Venue: કઈ SUV છે વધુ વેલ્યૂ ફોર મની? જાણો કિંમત અને ફીચર્સ
બિહાર ચૂંટણી પહેલા રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ,ચૂંટણી પંચ અને BJP પર લગાવ્યો ગંભીર આરોપ
બિહાર ચૂંટણી પહેલા રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ,ચૂંટણી પંચ અને BJP પર લગાવ્યો ગંભીર આરોપ
Embed widget