શોધખોળ કરો

Morbi: ક્રિકેટની પ્રેક્ટિસ પૂર્ણ કરી ગ્રુપ મીટિંગ કરતાં યુવકનું હાર્ટએટેકથી મોત, જાણો વિગત

Heart Attack: મૃતક અશોકભાઈ કણઝારીયા જીલ્લા પંચાયત હસ્તકના કર્મચારી હતા. ક્રિકેટની પ્રેક્ટિસ પૂર્ણ કરી ગ્રુપ મીટીંગ હતી ત્યારે તબિયત બગડી હતી, જે બાદ સાથી કર્મચારીઓ હોસ્પિટલ લઇ ગયા હતા

Morbi: રાજ્યમાં હાર્ટએટેકથી યુવાનોના મોતની સંખ્યા વધી રહી છે. વધુ એક યુવકનું ક્રિકેટ રમતી વખતે મોત થયું છે. મોરબીના હળવદના ગ્રામ સેવકનું હાર્ટ એટેકથી મોત થયું છે. મૃતક અશોકભાઈ કણઝારીયા જીલ્લા પંચાયત હસ્તકના કર્મચારી હતા. ક્રિકેટની પ્રેક્ટિસ પૂર્ણ કરી ગ્રુપ મીટીંગ હતી ત્યારે તબિયત બગડી હતી, જે બાદ સાથી કર્મચારીઓ હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ મોત થયું હતું. અશોકભાઈને બીપી બીમારી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.

જીલ્લા પંચાયત દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. 26 તારીખથી ક્રિકેટ ટુનાર્મેન્ટ  શરૂ થવાની હતી, જેને હાલ મુલતવી રાખવામાં આવી છે. હવે આ ટુર્નામેન્ટ 10 થી 15 એપ્રિલ સુધી યોજાશે. આ ઉપરાંત 26 થી 31  માર્ચ સુધી યોજાનાર ટુનાર્મેન્ટ પણ મોકુફ રખાઈ છે.

રાજ્યમાં ક્રિકેટ રમતાં 5 યુવાનોના છેલ્લા દોઢ મહિનામાં મોત

હાર્ટ એટેકથી ગુજરાતમાં છેલ્લા દોઢ મહિનામાં 6 યુવાનોના મોત થયા છે. જેમાં પાંચ યુવાનોના ક્રિકેટ રમતા અને એક યુવાનનું ફૂટબોલ રમતા સમયે મોત થયું છે. અનેક રિસર્ચમાં એ વાત સામે આવી છે કે, ખરાબ જીવનશૈલી, ડાયાબિટિસ, આલ્કોહોલનું વધારે પડતુ સેવન, સ્મોકિંગ, અને હાઈપરટેન્શનના કારણે યુવાનોમાં નાની ઉંમરે યુવાનોમાં હાર્ટ એટેકનો ખતરો વધી રહ્યો છે. ઈન્ડિયન હાર્ટ એસોસિએશનનું કહેવું છે કે, ભારતીયોમાં અન્ય દેશોના લોકોની તુલનામાં 33 ટકા વધારે હાર્ટ એટેકની સમસ્યા થાય છે. અનેક રિસર્ચમાં વાત સામે આવી છે કે, ભારતીય યુવાનોમાં હાર્ટ એટેકની સમસ્યા સૌથી વધારે છે. તો જોઈએ કેમ યુવાનોમાં હાર્ટ એટેકનો ખતરો વધી રહ્યો છે.

હાર્ટ એટેકથી બચવા શું કાળજી રાખવી જોઈએ

  • યુવાનોએ ધુમ્રપાન અને નશિલા પદાર્થથી દુર રહેવું જોઈએ
  • હાર્ટને હેલ્થી રાખવા ડાયટનું ધ્યાન રાખવું જોઈએ. ડાયટમાં વધારેમાં વધારે ફળ અને શાકભાજીનું સેવન કરવું જોઈએ.
  • બોડીને એક્ટિવ રાખો. વારંવાર કસરત કરવાનું રાખો
  • વજન ઓછુ કરવું. જંક ફૂડ ખાવાનું ટાળો
  • ડાયાબિટિસ, હૃદય રોગ અને હાઈ બીપીથી પીડિત હોવ તો, ડાયટને કંટ્રોલ કરો અને દવાઓનું સમયસર સેવન કરો.

આ પણ વાંચોઃ

Gujarat Assembly: છેલ્લા 2 વર્ષ સરકારે કેટલી ફિલ્મોને આર્થિક સહાય ચૂકવી ?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગની નવી આગાહી: 4 થી 9 ઓગસ્ટ દરમિયાન આ વિસ્તારમાં ખાબકશે વરસાદ
હવામાન વિભાગની નવી આગાહી: 4 થી 9 ઓગસ્ટ દરમિયાન આ વિસ્તારમાં ખાબકશે વરસાદ
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
Embed widget