(Source: ECI/ABP News/ABP Majha)
Morbi bridge collapse: મોરબીમાં ઝૂલતો પુલ તૂટતા 140 લોકોના મોતની આશંકા, મૃતકોમાં સૌથી વધુ બાળકો
મોરબીની મચ્છુ નદી પર બનેલો ઝૂલતો પુલ તૂટી પડતા અત્યાર સુધીમાં 140થી વધુ લોકોના મોત થયાની આશંકા છે
મોરબીઃ મોરબીની મચ્છુ નદી પર બનેલો ઝૂલતો પુલ તૂટી પડતા અત્યાર સુધીમાં 140થી વધુ લોકોના મોત થયાની આશંકા છે. 200થી વધુ જવાનો બચાવ કામગીરીમાં લાગ્યા છે. મળતી માહિતી પ્રમાણે જ્યારે આ દૂર્ઘટના ઘટી ત્યારે 300 જેટલા લોકો આ પુલ પર સવાર હતા. બ્રીજ તૂટ્યા બાદ સેંકડો લોકો નદીમાં ખાબક્યા હતા. હજુ પણ 24 કલાક સુધી બચાવ કામગીરી યથાવત રહેશે.
Morbi cable bridge collapse | More than 100 deaths have been reported till early morning. Around 177 people have been rescued. 19 people are under treatment. Army, Navy, Air Force, NDRF, Fire Brigade are conducting search operations: Gujarat Information Department pic.twitter.com/1BPa6lU39y
— ANI (@ANI) October 31, 2022
દૂર્ઘટના અંગે વાત કરતા પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે, જે સમયે આ દૂર્ઘટના ઘટી તે સમયે પુલ પર અનેક મહિલાઓ અને બાળકો પણ હતા. અંદાજીત 100 લોકો નદીમાં ખાબક્યા હોવાની આશંકા છે. હજુ તો નવા વર્ષના દિવસે જ આ પુલને લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. લોકો પોતાનો જીવ બચાવવા માટે વાયરો પર લટક્યા હતા.
મોરબીની આ દૂર્ઘટના પર સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું કે, મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટનાથી અત્યંત વ્યથિત છું. તંત્ર દ્વારા રાહત અને બચાવની કામગીરી ચાલુ છે. ઇજાગ્રસ્તોને સત્વરે સારવારની વ્યવસ્થા માટે તંત્રને સૂચના આપી છે. આ સંદર્ભે જિલ્લાતંત્ર સાથે સતત સંપર્કમાં છું.
ગુજરાતના મોરબીમાં રવિવારે લટકતો બ્રિજ ધરાશાયી થયો હતો, જેના કારણે બ્રિજ પરના 500 જેટલા લોકો નદીમાં પડ્યા હતા. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 70થી વધુ લોકોના મોત થયા છે. તે જ સમયે, આ અકસ્માતમાં તરવું જાણતા કેટલાક લોકો નદીમાં તરીને બહાર આવ્યા હતા. આ લોકોએ માત્ર સ્વિમિંગ કરીને પોતાનો જીવ તો બચાવ્યો પરંતુ અન્ય ઘણા લોકોના જીવ પણ બચાવ્યા જેમને તરવાનું આવડતું ન હતું. આ દુર્ઘટના બાદ લોકો નદીમાંથી તરીને બહાર આવતા હોવાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ન્યૂઝ એજન્સી ANIએ તેના સોશિયલ મીડિયાના ટ્વિટર પ્લેટફોર્મ પરથી અકસ્માત બાદ આ વીડિયો જાહેર કર્યો છે. આ અકસ્માત રવિવારે સાંજે લગભગ સાત વાગ્યે થયો હતો. મચ્છુ નદી પર નવનિર્મિત કેબલ બ્રિજ ત્રણ દિવસ પહેલા ખુલ્લો મુકાયો હતો. આ અકસ્માત દરમિયાન છઠની પૂજા માટે બ્રિજ ઉપર લોકો હાજર હતા. કહેવામાં આવી રહ્યું છે કે ત્રણ દિવસ પહેલા જ આ સ્વિંગ બ્રિજને લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.