શોધખોળ કરો

Gujarat Coronavirus: સતત વધી રહેલા કોરોના સંક્રમણને લઈ સુરત અને અમદાવાદ માટે  આવ્યા ચિંતાજનક સમાચાર, જાણો વિગતો

કોરોના આવ્યા પછી રાજ્યમાં આજે પ્રથમ વખત 2000થી વધુ કેસ નોંધાયા છે.  રાજ્યમાં આજે કોરોના સંક્રમણના 2190 કેસ નોંધાયા છે. જે એક દિવસમાં નોંધાયેલા અત્યાર સુધીના સૌથી વધુ કેસ છે.   સૌથી વધારે 609  કેસ સુરત કોર્પોરેશનમાં નોંધાયા છે.

અમદાવાદ :  રાજ્યમાં કોરોના વાયરસ(Corona)નું સંક્રમણ સતત વધી રહ્યું છે.  રાજ્યમાં દરરોજ કોરોનાના રેકોર્ડબ્રેક  કેસ નોંધાઈ રહ્યા છે. કોરોના આવ્યા પછી રાજ્યમાં આજે પ્રથમ વખત 2000થી વધુ કેસ નોંધાયા છે.  રાજ્યમાં આજે કોરોના સંક્રમણના 2190 કેસ નોંધાયા છે. જે એક દિવસમાં નોંધાયેલા અત્યાર સુધીના સૌથી વધુ કેસ છે.   સૌથી વધારે 609  કેસ સુરત કોર્પોરેશનમાં નોંધાયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 604 કેસ નોંધાયા છે. રાજ્યના આ બંને શહેરોમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે જે ચિંતાજનક છે. 

રાજ્યમાં આજે વધુ 6  લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયાં હતા. આજે રાજ્યમાં 1422  દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી કુલ મૃત્યુઆંક 4479 પર પહોંચ્યો છે.

સુરત કોર્પોરેશનમાં કોરોના સંક્રમણથી આજે 4 લોકોના મોત થયા છે, જ્યારે અમદાવાદ કોર્પોરેશનમાં એક મોત થયું છે, રાજકોટ કોર્પોરેશનમાં એક મોત થયું છે. અમદાવાદ કોર્પોરેશનમાં  આજે 498 લોકોને ડીસ્ચાર્જ કરાયા જ્યારે સુરત કોર્પોરેશનમાં 422 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 

રાજ્યમાં અત્યાર સુધી 2,96, 320 લોકો કોરોના સંક્રમિત થઈ ચુક્યાં છે. જેમાંથી 2,81,707 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.  હાલ 10134 એક્ટિવ કેસ છે, જેમાંથી 83 લોકો વેન્ટિલેટર પર અને 10051 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.07 ટકા પર પહોંચ્યો છે.

કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?

આજે સુરત કોર્પોરેશનમાં 4,  અમદાવાદ કોર્પોરેશનમાં 1 અને રાજકોટ કોર્પોરેશનમાં 1નાં મોત સાથે કુલ 6 લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4479 લોકોના કોરોનાથી મોત થયા છે. 

ક્યાં કેટલા કેસ નોંધાયા  ?

અમદાવાદ કોર્પોરેશનમાં 609, સુરત કોર્પોરેશનમાં 604, વડોદરા કોર્પોરેશનમાં 165 ,  રાજકોટ  કોર્પોરેશનમાં 139, સુરતમાં 136, પાટણમાં -45, ભાવનગર કોર્પોરેશન-32, મહિસાગર-25,  નર્મદા-25,  રાજકોટ-25, જામનગર-24, જામનગર કોર્પોરેશન-23, ગાંધીનગર કોર્પોરેશન-22, વડોદરા -22, અમરેલી-20, દાહોદમાં-20, કચ્છ-20, ખેડામાં-19, મહેસાણા-19, મોરબીમાં-19 ગાંધીનગર-18, સુરેન્દ્રનગર-17, આણંદ-15, સાબરકાંઠા-15, ભરુચ-13, પંચમહાલ-13, નવસારી-12 અને વલસાડમાં 10 કેસ નોંધાયા હતા. 

કેટલા લોકોએ લીધી રસી

વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 40,89,217  લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 6,25,153 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  રાજ્યમાં આજે કુલ 2,29,051 લોકોને રસી આપવામાં આવી છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 2,11,864 વ્યક્તિઓનું રસીકરણ કરાયું. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Police | સુરતમાં ડ્રગ્સના ચાર ગુનામાં ફરાર મુખ્ય સૂત્રધાર અનીશ ખાનની ધરપકડGujarat Rain Forecast | આજે ગુજરાતમાં ક્યાં ક્યાં તૂટી પડશે ભારેથી અતિ ભારે વરસાદ? જુઓ મોટી આગાહીNavratri 2024 | ગરબા રમવા માટે થનગની રહેલા ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર | જુઓ સરકારે શું કરી જાહેરાતHemprabhu Surishwarji Maharaj  | પૂજ્ય હેમપ્રભુ સુરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Navratri 2024 : નવરાત્રિ  દરમિયાન માતાના મઢ અને  પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Navratri 2024 :નવરાત્રિ દરમિયાન માતાના મઢ અને પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Embed widget