Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
હવામાન વિભાગની આગાહી વચ્ચે જૂનાગઢ શહેરમાં આજે ફરી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે
Junagadh: હવામાન વિભાગની આગાહી વચ્ચે જૂનાગઢ શહેરમાં આજે ફરી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢ શહેરમાં માત્ર 2 કલાકમાં જ 5 ઈંચથી વધુ વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.જૂનાગઢ કલેક્ટરે પણ લોકોને બિનજરુરી બહાર ન નિકળવા અપીલ કરી છે. જૂનાગઢ શહેરમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની શરુઆત થઈ છે.
હાલ જૂનાગઢ સીટી વિસ્તારમાં તથા ગિરનારમાં ભારે વરસાદ પડી રહેલ છે. આથી લોકોને બિનજરૂરી ભવનાથ વિસ્તાર,દામોદર કુંડ તરફ અવરજવર ન કરવા તથા સાવચેતી રાખવા માટે નમ્ર વિનંતિ છે.@CMOGuj @RaghavjiPatel @JayantiRavi @InfoGujarat @revenuegujarat @InfoJunagadhGoG
— Collector Junagadh (@collectorjunag) September 29, 2024
જૂનાગઢ શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા પણ અપીલ કરવામાં આવી રહી છે. ગિરનાર પર્વત પર ભારે વરસાદના કારણે ભવનાથ વિસ્તારમાં પાણી ભરાયા છે. ભવનાથમાં ઠેર-ઠેર પાણી ભરાયાના દ્રશ્યો જોવા મળે છે.
ભારે વરસાદની પરિસ્થિતિ દરમ્યાન જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર સૌ નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા તથા કોઇપણ પ્રકારનો અઘટીત બનાવ બને કે આપાતકાલીન પરિસ્થિતિ ઉદભવે તો નીચે દર્શાવેલ કંટ્રોલ રૂમ પર સંપર્ક કરવા વિનંતી છે.@PMOIndia @HMOIndia @CMOGuj @RaghavjiPatel @InfoGujarat @revenuegujarat pic.twitter.com/umjcNGLnwc
— Collector Junagadh (@collectorjunag) June 23, 2024
ગઈકાલે પણ જૂનાગઢ શહેર અને ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
છેલ્લા 2 કલાકમાં(06:00 થી 08:00) જૂનાગઢ જિલ્લાના તાલુકાઓમાં પડેલ વરસાદ નીચે મુજબ છે.
— Collector Junagadh (@collectorjunag) September 29, 2024
માણાવદર - 00 mm
વંથલી - 5 mm
જૂનાગઢ - 78 mm
ભેંસાણ - 38 mm
વિસાવદર - 102 mm
મેંદરડા - 15 mm
કેશોદ - 00 mm
માંગરોળ - 00 mm
માળિયા હાટીના - 00 mm@CMOGuj @RaghavjiPatel @revenuegujarat pic.twitter.com/cEiUXMLeOj
જૂનાગઢ કલેક્ટરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટમાં લખ્યું હતું કે હાલ જૂનાગઢ સીટી વિસ્તારમાં તથા ગિરનારમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આથી લોકોને બિનજરૂરી ભવનાથ વિસ્તાર,દામોદર કુંડ તરફ અવરજવર ન કરવા તથા સાવચેતી રાખવા માટે નમ્ર વિનંતિ છે.
નવરાત્રિમાં વરસાદની શક્યતા નહિવત
ગુજરાતમાં નવરાત્રિનું સેલિબ્રેશન નવ દિવસ ઘૂમધામથી થાય છે. ત્યારે ખેલૈયા અને ગરબા આયોજક માટે સારા સમાચાર એ છે કે, 2 ઓક્ટોબરથી રાજ્યમાં વરસાદ વિદાય લેશે. નવરાત્રિ 3 ઓક્ટબરથી શરૂ થઇ રહી છે જેથી નવરાત્રિમાં વરસાદ વિધ્નરૂપ બને તેવી શક્યતા નહિવત છે.
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી