શોધખોળ કરો
Advertisement
ચોટીલા: TVમાં બ્લાસ્ટ થતાં આખું ઘર બળીને થયું ખાક, આગમાં સૂઈ રહેલી માતા-પુત્રી થયા ભડથું
સુરેન્દ્રનગર જિલ્લાના આનંદપુર ગામે એક અજીબો ગરીબ ઘટના પ્રકાશમાં આવી આવી છે. આનંદપુર ગામના એક ઘરમાં ટીવીમાં બ્લાસ્ટ થતાં ઘરના નળિયા ઉડી ગયા હતા અને આગ ફાટી નીકળી હતી.
સુરેન્દ્રનગર જિલ્લાના આનંદપુર ગામે એક અજીબો ગરીબ ઘટના પ્રકાશમાં આવી આવી છે. આનંદપુર ગામના એક ઘરમાં ટીવીમાં બ્લાસ્ટ થતાં ઘરના નળિયા ઉડી ગયા હતા અને આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં ઘરમાં હાજર માતા-પુત્રી આગમાં ભડથું થઈ ગયા હતાં. ઘરમાં લાગેલી આગ એટલી પ્રચંડ હતી કે, ઘરનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. માતા-પુત્રી ઘટના સ્થળે જ મૃત્યુને ભેટ્યા હતા.
સુરેન્દ્રનગરના ચોટીલામાં આનંદપુર ગામે એક ટીવીમાં ભયંકર બ્લાસ્ટ થયો હતો. ત્યારે સૂતેલા માતા અને પુત્રી ઘરમાં સૂઈ રહ્યા હતાં. જેમાં માતા અને પુત્રી આગમાં ભડથું થઈ ગયા હતા. આ ઘટનામાં ઘરમાં રહેલા જેઠાણી માતા-પુત્રીને બચાવવા જતા દાઝી જતા સારવાર માટે ખસેડાયા હતા.
આ ઘટનામાં ભોગ બનનારનું નામ રંજનબેન અશોકભાઇ વાઘેલા અને બંસી અશોકભાઇ વાઘેલાનું મોત નિપજ્યું હતું. શુક્રવારે મોડી રાત્રેના આ બનાવમાં ગામ લોકો આગને કાબુમાં લે પહેલા જ માતા-પુત્રી આગમા ભડથું થઈ ગયા હતાં. આ ઘટનામાં ટીવીમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું સામે આવી રહ્યું છે.
ચોટીલાના મામલતદારે જણાવ્યું હતું કે, ટીવી આખી રાત ચાલુ રહી ગયું હોવાથી શોટ સર્કિટ થયો હોવાનું વાત જાણવા મળી છે. આ ઘટના ચેતવણી સમાન છે. જોકે, આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી પરંતુ તપાસ બાદ જાણવા મળશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement