Talala Panchayat: ગુજરાતમાં કોંગ્રેસને લાગશે વધુ એક ઝટકો, આ તાલુકા પંચાયત બીજેપી આંચકી લેશે
Talala Panchayat: તાલાલા તાલુકા પંચાયતના પ્રમુખ વિરુદ્ધ તમામ સભ્યોની અવિશ્વાસની દરખાસ્તથી ખળભળાટ મચ્યો છે. હવે એવી માહિતી સામે આવી રહી છે કે, કોંગ્રેસ શાસિત તાલાલા તાલુકા પંચાયત ભાજપ આંચકી જશે.
Talala Panchayat: તાલાલા તાલુકા પંચાયતના પ્રમુખ વિરુદ્ધ તમામ સભ્યોની અવિશ્વાસની દરખાસ્તથી ખળભળાટ મચ્યો છે. હવે એવી માહિતી સામે આવી રહી છે કે, કોંગ્રેસ શાસિત તાલાલા તાલુકા પંચાયત ભાજપ આંચકી જશે.
17 સદસ્યોએ અવિશ્વાસની દરખાસ્ત કરતા ખળભળાટ મચ્યો
વિધાનસભાની ચૂંટણી સમયે તાલાલાના ધારસભ્ય ભગવાન બારડે કોંગ્રેસમાંથી રાજીનામુ ધરી ભાજપમા જોડાાયા હતા. જે બાદ કોંગ્રેસને જોરદાર ઝટકો લાગ્યો હતો. તો હવે ભગાવન બારડે કોંગ્રેસને ફરી એક વખત જોરદાર ઝટકો આપ્યો છે. કોંગ્રેસની પક્કડમાં રહેલી તાલાલા તાલુકા પંચાયતની સત્તા ભાજપ કોંગ્રેસના હાથમાંથી ઝૂંટવી લે તો નવાઈ નહીં. તાલુકા પંચાયત કોંગ્રેસના પ્રમુખ રામસિંહ ભાઈ વિરુદ્ધ 17 સદસ્યોએ અવિશ્વાસની દરખાસ્ત કરતા ખળભળાટ મચ્યો છે.
ગ્રેસના 9 સદસ્યોને પણ પોતાની સાથે ભાજપમાં લેતા ગયા
તમને જણાવી દઈએ કે, તાલાલા તાલુકા પંચાયતની કૂલ 18 બેઠક છે જેમાં કોંગ્રેસના 10 સભ્યો, ભાજપના 7 અને અપક્ષનો 1 સભ્ય ચૂંટાયો હતો, કોંગ્રેસની બહુમતી હોવાના કારણે પ્રમુખ પદ તરીકે કોંગ્રેસે રામસિંહભાઈને બેસાડયા હતા. પરંતુ ગત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગી ધારસભ્ય ભગવાન બારડ ભાજપમાં જોડાયા પણ સાથે સાથે તાલુકા પંચાયતના કોંગ્રેસના 9 સદસ્યોને પણ પોતાની સાથે ભાજપમાં લેતા ગયા હતા.
કોંગ્રેસ પ્રમુખ સત્તા વિહોણા થવાની તૈયારીમાં
અને હવે ભગવાન બારડે નવો ખેલ પાડ્યો છે. જુના ભાજપના 7 સદસ્યો અને નવા કોંગ્રેસમાંથી આવેલા ભાજપના 9 સદસ્યો અને એક અપક્ષ મળી ટોટલ 17 સદસ્યોએ તાલુકા પંચાયત પ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત કરતા કોંગ્રેસ પ્રમુખ સત્તા વિહોણા થવાની તૈયારીમાં છે. ગત વર્ષ સુધી તાલાલા તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો ડંકો વાગતો હતો અને પુરી બહુમતી હતી. પરંતુ હવે માત્ર એક જ સદસ્ય બચ્યા છે. ભાજપે તાલુકા પંચાયત પ્રમુખને ભાજપમાં સામેલ થવા ઓફર કરી પરંતુ પ્રમુખે ઓફર ફગાવતા હવે રામસિંહ ભાઈને પ્રમુખ પદેથી જ ઉખેડી ફેંકવા ભાજપે અવિશ્વાસની દરખાસ્ત કરાવી છે.
ગૃહમંત્રી અમિત શાહ આજે સાંજે આવશે ગુજરાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરાયણનું પર્વ મનાવવા આજે સાંજે ગુજરાત આવી રહ્યા છે. અમિત શાહની ગુજરાત મુલાકાત બાદ રાષ્ટ્રીય કારોબારી બેઠક મળશે. જે બાદ સંગઠનમાં કરવામાં ફેરફાર કરવામાં આવી શકે છે.
ગુજરાત ભાજપના સંગઠનમાં શું થઈ શકે છે મોટા ફેરફાર
અમિત શાહની મુલાકાત બાદ ભાજપમાં એક વ્યક્તિ એક હોદ્દાની અમલવારી માટે નિર્ણય લેવામાં આવશે. સંગઠનના હોદ્દા પર રહેલી વ્યક્તિ ધારાસભ્ય બનતા ફેરફાર થશે. ધારાસભ્ય બનેલા સંગઠનના હોદ્દેદારોના રાજીનામા લેવાશે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં અનેક શહેર જિલ્લાનાં પ્રમુખ, ઉપ પ્રમુખ, મહામંત્રી ચૂંટણી લડ્યા હતા.