શોધખોળ કરો

Narmada: ભાજપના સાંસદે પોતાની પાર્ટીના નેતાઓને કરી ટકોર, બિલ્ડર લોબીની દલાલી કરવાનું બંધ કરો

નર્મદા: રાજપીપળા ખાતે નમો કિસાન પંચાયત કાર્યક્રમમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ભાજપના નેતાઓને ટકોર કરી છે. જેને લઈને રાજકારણ ગરમાયું છે.

નર્મદા: રાજપીપળા ખાતે નમો કિસાન પંચાયત કાર્યક્રમમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ભાજપના નેતાઓને ટકોર કરી છે. જેને લઈને રાજકારણ ગરમાયું છે. મનસુખ વસાવાએ બિલ્ડર લોબી પ્રત્યે ગુસ્સો વ્યક્ત કર્યો અને ખેડૂત પ્રત્યેની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, તંત્રમાં ઘણા બધા લોકોની મિલીભગત છે. નર્મદા જિલ્લામાં ઘણા બિલ્ડર લોબી એ 73AAનો ભંગ કરી જમીનો ખરીદી છે. ખેડૂતોને યોગ્ય વળતર મળવું જોઈએ બાકી ખેડુતો મજૂર બનીને રહી જશે તેવી ચિંતા પણ વ્યક્ત કરી છે.

ભાજપ સાંસદે વધુમાં કહ્યું, દહેજ વિસ્તારમાં જે લોકોની જમીન ગઈ છે તેમને મજૂરી પણ મળતી નથી. આપણા જ કેટલાક લોકો બિલ્ડર લોબીની દલાલી કરે છે. કોંગ્રેસના લોકો ભેગું કરવામાં ઘરે જતા રહ્યા જો આપણા લોકો પણ ભેગું કરશો તો તમે પણ ઘરે જતા રહેશો. સરકારને નુકશાન પહોંચાડશે તેવા લોકોને હું ચલાવી નહિ લઉ. ગામોના ગામો વેચાતા મેં રોક્યા છે નહીં તો કેટલાય ગામો બિલ્ડર લોબી ખરીદી લેતી. સાચી વાત કહેવામાં આપણને શુ કામ ડર લાગે. આમ મનસુખ વસાવાએ પોતાની પાર્ટીના નેતાઓ પર આકરા પ્રહારો કર્યા છે.

AAPની સરકાર જૂની પેન્શન યોજના લાગું કરશે

વડોદરાઃ દિલ્લીના મુખ્યમંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલે વડોદરામાં પેન્શન સ્કીમને લઈને મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, અમારી સરકાર બનશે તો અમે જૂની પેન્શન સ્કીમ લાગું કરીશું. ભાજપની સરકારમાં અહંકાર આવી ગયો છએ. આમ આદમી પાર્ટીને એક મોકો આપવાની કેજરીવાલે અપીલ કરી હતી. સરકારી કર્મચારીઓને અંદરખાને આપ માટે કામ કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, અમે ગુજરાતના લોકોની મોંઘવારી દૂર કરીશું. ભાજપ અને કોંગ્રેસ ઇચ્છતી નથી કે લોકોની સમસ્યા દૂર થાય.

કેજરીવાલે કહ્યું કે, સરકારી કર્મચારી દુઃખી. ઓલ્ડ પેન્શન સ્કીમ ની તેઓ માંગ કરે છે. અમારી સરકાર બનશે તો સ્કીમ લાગુ કરીશું. સરકારી કર્મચારીઓને કહ્યું તમે સંઘર્ષ ચાલુ રાખો. જો આ સરકાર ઓપીએસ લાગુ કરે તો સારી વાત છે. નહીં કરે તો અમે સત્તા પર આવતાજ સ્કીમ લાગુ કરીશું.

તેમણે ઉમેર્યું હતું કે, 27 વર્ષની અહંકારી ભાજપ સરકારને હટાવવા તમામ સરકારી કર્મચારી કામે લાગી જાય.  આ બંને પાર્ટી મને આતંકવાદી કહે છે. મને ગાળો બોલે છે. અમે ગુજરાત લોકોની મોંઘવારી હાવીશું. વીજળી મફત આપીશું. સરકારી સ્કૂલ વધુ સારી આપીશું. આ વચન નો તેમને વાંધો છે . અમારો વિરોધ કરે છે.  કેજરીવાલ ચોર છે ભ્રષ્ટાચારી છે કહી રહ્યા છે. ફોરેસ્ટ ગાર્ડ, એલ.આર.ડી, શિક્ષક, ખેડૂત તમામ સરકાર સામે આંદોલન કરે છે. તેમના તમામ મુદ્દાનું અમે સમાધાન કરીશું.  એક્સ આર્મી મેન ના અધિકાર આપો. ચંદીગઢ યુનિવર્સિટી નો મામલો બહુત દુઃખ દાયક. અમે તેમને સજા આપીશું.

તેમણે કહ્યું કે, એરપોર્ટ પર મોદી મોદી નારા લાગ્યા. 30, 40 લોકો એ મારી સામે મોદી મોદી ના નારા લગાવ્યા. ભાજપને 66 સીટો અર્બનમાં નથી હાર્યા ત્યાં તેમને તકલીફ થશે. જ્યારે રાહુલ ગાંધી ગુજરાત આવ્યા ત્યારે મોદી મોદી નારા નથી લાગતા. મારી સામે જ નારા લાગે છે.  અત્યાર સુધીની સરકારને લૂંટી સ્વિસ બેન્કમાં નાણાં લઈ જવાતા હતા. અમે ભ્રષ્ટચાર રોકી ફ્રી આપવાની રાજનીતિ કરી રહ્યા છે. ભગવંત માનને પ્લેનથી ઉતારવાના મામલા માં ગોળ ગોળ જવાબ આપ્યો.  ભગવંત માન 6 મહિના માં વીજળી મફત આપે છે તો બીજી સરકાર કેમ નથી આપતી. આ બધી પાર્ટી વિકાસ ની યોજના ની વાત નથી કરતી. ફક્ત કેજરીવાલ પાછળ પડી છે. અમારી સરકાર આવશે તો દોશીઓને જેલ મોકલીશું. હમણાં દારૂના ધંધા ચાલે છે. તે બંધ કરાવીશું. ગુજરાતમાં દારૂના રૂપિયા લઈ રહ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરીBhavnagar: પાંચમા ધોરણમાં ભણતી બાળકીને બાઈક પર લઈ જઈ નરાધમોએ આચર્યું સામૂહિક દુષ્કર્મWeather Updates: દેશના 14 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ, આટલા રાજ્યોમાં એલર્ટ| Watch VideoAhmedabad Coldwave: આ તારીખે પડશે હાડથીજવતી ઠંડી, પારો 10 ડિગ્રીથી જશે નીચે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો
‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી
OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી
Embed widget