શોધખોળ કરો

સુપર મોડલ એશ્રા પટેલે મોડેલિંગની દુનિયા છોડી દીધી, કેમ ગુજરાતના નાનકડા ગામની સરપંચ બનવા માગે છે ?

એશ્રા ગામની સ્થિતીથી દુઃખી છે. એશ્રા કહે છે કે,  એક માણસ દોઢસો રૂપિયા કમાઇને ઘરનું પૂરું કેવી રીતે કરી શકે. એક કમાવા પાછળ છ-છ લોકો ખાવાવાળા. આપણે વિચારી પણ ન શકીએ એવી હાલતમાં તે લોકો જીવી રહ્યા છે.

મુંબઈની સુપર મોડેલ એશ્રા પટેલે સંખેડા તાલુકાના કાવીઠા ગામનાં સરપંચ બનવા ઉમેદવારી નોંધાવી છે. પોતાના ગામના વિકાસ માટે એશ્રા સરપંચ બનવા માંગે છે. એશ્રાએ અનેક મોટી મોટી બ્રાન્ડસ માટે જાહેરખબરમાં કામ કર્યું  છે. શાહરુખ ખાન, અમિતાભ બચ્ચન સાથે પણ કામ કર્યું છે.

એશ્રા ગામની સ્થિતીથી દુઃખી છે. એશ્રા કહે છે કે,  એક માણસ દોઢસો રૂપિયા કમાઇને ઘરનું પૂરું કેવી રીતે કરી શકે. એક કમાવા પાછળ છ-છ લોકો ખાવાવાળા. આપણે વિચારી પણ ન શકીએ એવી હાલતમાં તે લોકો જીવી રહ્યા છે. એમને પાક્કા ઘર મળવા જોઇએ. વરસાદ પડે ત્યારે બીચારાના ઘરમાં પાણી ભરાઈ જાય છે. કોઈ જોવા પણ નથી આવતું. બની બેઠેલા સરપંચો છે, તે પોતાના ખીસ્સા ગરમ કરે છે. કોઈ પણ પાર્ટીમાં સમાવિષ્ટ થવા નથી માંગતી. મારે ખાલી મારા ગામનો વિકાસ કરવો છે. એટલા માટે અહીં હું ઉભી રહી છું.

હું અહીં જ જન્મી છું અને અહીં જ મોટી થઈ. ઘણાં બધાં લોકો મારી સાથે સ્કૂલમાં હતા. આ બધા લોકો અત્યારે ખેતીકામ કરી રહ્યા છે. માંડ માંડ એમનું ભરણપોષણ થઈ રહ્યું છે. હું જે લોકોને ઓળખું છું, તેમની મદદથી અને મારી પાસે છે, તેમાંથી હું આ લોકોનો વિકાસ કરીશ. મેં મોડલની દુનિયાને અલવિદા કરી દીધી છે. અમુક કામ બાકી છે, તે પૂરા કરવાના છે. હવે મોડેલિંગની દુનિયામાં આગળ વધવાની ઇચ્છા નથી.

છોટાઉદેપુરના સંખેડા તાલુકાના કાવીઠા ગામમાં પ્રથમ વખત સરપંચપદ માટે સામાન્ય મહિલાની બેઠક આવી છે. આ બેઠક માટે 4-4 મહિલાએ ઉમેદવારી નોંધાવી છે. જેમાં કાવીઠા ગામની અને મુંબઈમાં મોડેલિંગ કરતી એશ્રા (નિપા) પટેલનો પણ સમાવેશ છે.

એશ્રાએ કેન્સર અવરેનસ માટે અમિતાભ બચ્ચન સાથે કામ કર્યું હતું. એશ્રા 100થી વધુ બ્રાન્ડને પ્રમોટ કરીચૂકી છે, પોંડ્સ, પેંટિન, પ્રોવોગ, એશિયન પેઇંટ્સ, રેમંડ જેવી અનેક એડ ફિલ્મમાં કામ કર્યું છે.

ઉલ્લેખનિય છે કે, એશ્રાના પિતા નરહરિ પટેલ પણ ગામના સરપંચ રહી ચૂક્યાં છે. એશ્રાએ સરપંચની ચૂંટણી મુદ્દે વાત કરતા જણાવ્યું કે, સમગ્ર દુનિયા વિકાસના પંથે છે. દરેક દેશ વિકાસ કરી રહ્યો છે તો મારા દેશનું આ ગામ કેમ તેનાથી વંચિત રહે? મારા ગામ માટે કંઇક કરવાની ઇચ્છાએ મને ચૂંટણી લડવા પ્રેરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Crime : રાજકોટમાં પોલીસના હત્યારાએ ગેંગ બનાવી સાક્ષીના ભાઈ પર કર્યો હુમલો, સામે આવ્યા સીસીટીવીBharuch Dushkarma Case : ભરુચ દુષ્કર્મ કેસમાં સરકારી વકીલ કોઈ પણ ફી વગર પીડિત બાળકીનો કેસ લડશેShankersinh Vaghela : શંકરસિંહ બાપુએ નવી પાર્ટીની સ્થાપનામાં જ કર્યું દારૂનું સમર્થનBhavnagar Police: ભાવનગરમાં ગુનેગારોમાં કાયદાનો ડર ન હોય તેવી સ્થિતિ, સમગ્ર ઘટના CCTVમાં કેદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું
Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Embed widget