થપ્પડ મારુંગી... જમીન વિવાદમાં સાધ્વીએ સાધુને થપ્પડ ઝીંકી દીધી, બન્નેને બાખડતો વીડિયો આવ્યો સામે
Narmada News: નર્મદાના ધનેશ્વર આશ્રમમાં જમીનને લઇને છેલ્લા 25 વર્ષથી વિવાદ ચાલી રહ્યો છે, જેને લઇને એક બબાલ સામે આવી છે
Narmada News: નર્મદામાંથી એક સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે, એક સાધ્વીએ સાધુને ભરી સભામાં થપ્પડ દીધી હોવાનો વીડિયો સામે આવ્યો છે, ખરેખરમાં, આ વીડિયો નર્મદાના ધનેશ્વર આશ્રમમમાં જમીન વિવાદમાં થયેલી બબાલ બાદનો છે, અહીં ધનેશ્વર મંદિરના સાધ્વીએ સદાનંદબાપુને થપ્પડ ઝીંકી દીધી હતી. હવે આ અંગે વિવાદ વકર્યો છે.
મળતી માહિતી પ્રમાણે, અત્યારે જે વીડિયો સામે આવ્યો છે, તે અનુસાર, નર્મદાના ધનેશ્વર આશ્રમમાં જમીનને લઇને છેલ્લા 25 વર્ષથી વિવાદ ચાલી રહ્યો છે, જેને લઇને એક બબાલ સામે આવી છે. આ જમીન વિવાદમાં સાધ્વીએ સાધુ સદાનંદબાપુને લાફો ઝીંકી દીધો હતો.
ધનેશ્વર આશ્રમની મિલકત મુદ્દે છેલ્લા 25 વર્ષથી વિવાદ ચાલી રહ્યો છે, આ વિવાદને લઇને આવેશમાં આવેલી ધનેશ્વર મંદિરના મહંતના સાધ્વીએ સદાનંદબાપુને લાફો ઝીંકી દીધો હતો. સદાનંદબાપુ એ અખિલ ભારતીય સંત સમિતિના જિલ્લા મહામંત્રી છે. આ સમગ્ર ઘટનામાં સાધ્વીએ પોલીસની હાજરીમાં જ સદાનંદબાપુને લાફો ઝીંકી દીધો હતો, જોકે, હવે સદાનંદબાપુએ ન્યાય નહીં મળે તો આત્મવિલોપનની ચિમકી ઉચારીને વિવાદને વધુ આગળ વધાર્યો છે.
આ પણ વાંચો
Earthquake: નવા વર્ષની પહેલી સવારે જ કચ્છની ધરા ધ્રુજી, ભચાઉમાં 3.2ના ભૂકંપથી લોકોમાં ફફડાટ