News: મોટું કૌભાંડ... નવસારીમાં 54 ગામોના કામો માત્ર કાગળ પર બતાવી 12 કરોડની ઉચાપત, અધિકારીઓ-કૉન્ટ્રાક્ટરની સાંઠગાંઠનો પર્દાફાશ
Navsari News: ગુજરાતમાં વધુ એક મોટું કૌભાંડ સામે આવ્યુ છે, નવસારીમાં પાણી પૂવરઠા વિભાગમાં ખોટા બિલો મૂકીને 12.44 કરોડની ઉચાપતનો કિસ્સો સામે આવ્યો છે
Navsari News: ગુજરાતમાં વધુ એક મોટું કૌભાંડ સામે આવ્યુ છે, નવસારીમાં પાણી પૂવરઠા વિભાગમાં ખોટા બિલો મૂકીને 12.44 કરોડની ઉચાપતનો કિસ્સો સામે આવ્યો છે. સીઆઇડી ક્રાઇમે આ સમગ્ર કૌભાંડ મામલે 14 સામે ફરિયાદ નોંધી જેમાંથી 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ખરેખરમાં, આ કૌભાંડમાં અધિકારીઓ અને કૉન્ટ્રાક્ટરની સાંઠગાંઠ હોવાનો પર્દાફાશ થયો, જેમને માત્ર કામો કાગળ પર જ બતાવ્યા છે.
નવસારીમાંથી મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે, નવસારીમાં અધિકારીઓ અને કૉન્ટ્રાક્ટરોની સાંઠગાઠનો પર્દાફાશ થયો છે. સીઆઇડી ક્રાઇમે નવસારીના 54 ગામોમાં 90 કામોને લઇને ફરિયાદ દાખલ કરી છે, જેમાં 14 સામે ગુનો દાખલ કરાયો અને 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
ખરેખરમાં, વિગતો એવી છે કે, નવસારીમાં અધિકારીઓ અને કૉન્ટ્રાક્ટરોની મિલિભગત અને સાંઠગાંઠનો પર્દાફાશ થયો છે. પાણી પુરવઠા વિભાગમાં ખોટા બિલો મૂકીને આ લોકોએ 12.44 કરોડની ઉચાપત કરી છે. નવસારીના 54 ગામમાં 90 કામોને માત્ર કાગળ પર જ બતાવાયા અને બદલામાં 12.44 કરોડની ઉચાપત કરી લીધી હતી.
સીઆઇડી ક્રાઇમે આ સમગ્ર કેસમાં તત્કાલિન કાર્યપાલક ઈજનેર, 4 એન્જિનિયરની ધરપકડ કરી છે, આમાં 2 કલાર્ક, એકાઉન્ટન્ટ અને 6 ઈજારદારની પણ ધરપકડ કરવામાં આવી છે. CID ક્રાઈમે આ કેસને લઇને એજન્સીઓ પાસેથી સિક્યૂરિટી ડિપૉઝીટ જમા લીધી ન હતી. આ લોકોએ નવસારીના ચીખલી, ગણદેવી, ખેરગામના 54 ગામોમાં આ કૌભાંડ આચર્યુ હતુ. આમાં 4 કંપનીઓને 5 કરોડ 48 લાખ ખોટી રીતે ચૂકવાયા હોવાનું પણ ખુલ્યુ હતુ. જેમા સારા એંટરપ્રાઈઝને 1 કરોડ 41 લાખ ચૂકવાયા, જ્યોતિષ સ્વીચ બોર્ડને 1 કરોડ 21 લાખ ચૂકવાયા હતા, ગોયમ એંટરપ્રાઈઝને 1 કરોડ 34 લાખ ચૂકવાયા હતા, સુપર કંસ્ટ્રક્શનને 55 લાખ ચૂકવાયા હતા, અક્ષય ટ્રેડર્સને 54 લાખ ચૂકવાયા હતા, અભિનંદન એંટરપ્રાઈઝને 24 લાખ ચૂકવાયા હતા, ધર્મેશ પટેલને 17 લાખ ચૂકવાયા હતા. આખા કૌભાંડમાં કુલ 90 કામો પેટે 5 કરોડ 48 લાખ ચૂકવાયા હતા. પાણી પુરવઠાના 163 પૈકી 90 કામો તો થયા જ નહતા.
2022, 2023-24માં ફળિયામાં પીવાના પાણીની યોજનામાં ગેરરીતિ છતી થઇ હતી. આ રિપોર્ટને ખુદ પાણી-પુરવઠા વિભાગે તૈયાર કર્યો હતો. પાણી-પુરવઠા વિભાગે વધુ એક રિપોર્ટ પણ CID ક્રાઈમને સોંપ્યો હતો. ખાસ વાત છે કે, પાણી-પુરવઠા વિભાગમાં પણ આ ગરબડી થઇ હોવાનુ સામે આવ્યુ છે. રિઝૂવિનેશન ટ્રાયબલ ક્રાર્યક્રમોના કામોમાં ગોલમાલ અને ટ્રાયબલ સબપ્લાનમાં પણ ગોલમાલ દેખાઇ હતી. 15માં નાણાપંચ અંતર્ગતના કામોમાં ગોલમાલ થઇ હોવાનો રિપોર્ટ છે.