શોધખોળ કરો

Navsari: પાણી સંગ્રહ માટેના ચેકડેમો શોભાના ગાંઠિયા સમાન, દરવાજાઓ ગાયબ

વરસાદી પાણીનો સંગ્રહ જરૂરી બની ગયો છે.  નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં પાણી સંગ્રહ માટે બનાવવામાં આવેલા ચેકડેમો શોભાના ગાંઠિયા સમાન બન્યા છે.

નવસારી: વરસાદી પાણીનો સંગ્રહ જરૂરી બની ગયો છે.  નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં પાણી સંગ્રહ માટે બનાવવામાં આવેલા ચેકડેમો શોભાના ગાંઠિયા સમાન બન્યા છે. જાળવણીના અભાવે માત્ર સરકારના રૂપિયાનું પાણી કર્યાનો સ્વર ઉભો થયો છે.

ગુજરાતનું ચેરાપુંજી ગણાતા ડાંગમાં રાજ્યનો સૌથી વધુ વરસાદ પડે છે. તે તમામ પાણી અંબિકા, પૂર્ણા અને કાવેરી નદીઓ દ્વારા નવસારી જિલ્લામાં આવે છે અને દરિયામાં ભળે છે. આ નદીઓમાંથી ચેકડેમ બનાવી પાણી સંગ્રહ કરવાની સરકારની યોજનાઓ માટે કરોડો રૂપિયા ખર્ચાય છે.  વર્ષ 2002થી સરદાર પટેલ પાણી પુરવઠા યોજના અંતર્ગત ચેકડેમો બનાવવાની શરૂઆત પણ કરવામાં આવી અને વર્ષ 2010 સુધી તમામ ચેકડેમો પૂર્ણ કરી દેવામાં આવ્યા પરંતુ પાણીનો સંગ્રહ યોગ્ય પ્રમાણમાં થઈ શક્યો નથી. સરકારી બાબુઓની અન આવડતના કારણે પૈસા પાણીમાં વહી જાય છે.  પાણીનો સંગ્રહ થતો નથી જેને કારણે ભૂગર્ભ જળ રીચાર્જ થતા નથી અને પાણીનું સ્તર દિવસેને દિવસે નીચુ થતુ જાય છે. જે ભવિષ્ય માટે મોટી સમસ્યા સર્જે તેવુ દેખાઈ રહ્યું છે.

Navsari: પાણી સંગ્રહ માટેના ચેકડેમો શોભાના ગાંઠિયા સમાન, દરવાજાઓ ગાયબ

નવસારી જિલ્લામાં કુલ  1152 જેટલા ચેકડેમો કરોડોના ખર્ચે વહીવટી તંત્ર દ્વારા બનવામાં આવ્યા છે. જેમાંથી મોટા ભાગના ચેકડેમો હાલની પરિસ્થિતિએ ખખડધ્વજ હાલતમાં આવી ગયા છે. હાલમાં નહેર દ્વારા આવતા પાણી અટકાવવા બિલકુલ સક્ષમ નથી ત્યારે વરસાદી પાણી આવે ત્યારે આ ચેકડેમોની હાલત કેવી થતી હશે તે વિચારવા જેવો પ્રશ્ન બની ગયો છે. સમગ્ર ચેકડેમોમાં ચેકીંગ કરવામાં આવતા મોટાભાગના ચેકડેમોમાં લગાવવામાં આવતા દરવાજાઓ ગાયબ હતા.  ચેકડેમો તૂટેલી હાલતમાં જોવા મળ્યા હતા. જેથી પાણી આવે તો પણ સંગ્રહ ન થવાને કારણે પાણી હોવા છતાં તરસ્યા રહેવાનો વારો આવે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. 

હાલ ડેમમાં તો એક વર્ષ ચાલે એટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે,પરંતુ અમુક ચેકડેમમાં તળિયા દેખાવા લાગ્યા છે. આ પરિસ્થિતિમાં આગામી દિવસોમાં જ્યારે ઉનાળો આવશે  ત્યારે ખેડૂતો માટે પોતાનો પાક બચાવવા માટે પાણી નહીં બચે. બીજી બાજુ પશુઓ માટે પણ પીવા માટે પાણીનું એક ટીપું ન બચતાં ખેડૂતોમાં હાલ ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

ખેડૂતો માટે સરકાર અનેક યોજનાઓ લાવે છે પણ આ યોજનાઓ ખેડૂત સુધી પહોંચે તેમાં વચ્ચે રહેલા સરકારી બાબુઓ પોતાની કટકી કરવા હલકી ગુણવત્તા વાળું કામ કરી  કાગળીયાઓ પર કામગીરી બતાવી ઉપરના અધિકારીઓને સબ કુશલ મંગલનું રટણ કરે છે.  પછી થોડા સમય બાદ એ જ કામ તૂટી ગયું તેમ કહી રીપેરીંગના બહાને વધુ મલાઈ ખાવાના રસ્તાઓ તૈયાર કરી આયોજન બદ્ધ ખાયકી માટે તખતો તૈયાર કરે છે.  

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget