(Source: ECI/ABP News/ABP Majha)
કોરોનાની ત્રીજી લહેરમાં આખે આખા એપાર્મેન્ટ-શેરી ઝપેટામાં આવી જાય તો નવાઈ નહીઃ IMA
જે રીતે પ્રથમ કરતાં બીજી લહેર ખૂબ જ ઘાતક નીવડી હતી અને એમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવવા પડ્યા હતા. એ જ રીતે ત્રીજી લહેરમાં પણ સંક્રમણ ઝડપથી વધવાની શક્યતા છે.
કોરોનાની બીજી ઘાતક લહેર પૂરી થયા બાદ હવે કોરોનાની ત્રીજી લહેર આવવાની પૂરી શક્યતા IMAએ વ્યક્ત કરી છે. રાજકોટના IMAના પ્રમુખ ડૉ.પ્રફૂલ કામાણીએ ABP અસ્મિતા સાથે વાતચીત કરતા કહ્યું કે, કોરોનાની ત્રીજી લહેર આવવાની પૂરી શક્યતા છે. વધુમાં તેમણે કહ્યું કે, ઇન્ટરનેશનલ માર્કેટ ખૂલ્યા બાદ કોરોનાની ત્રીજી લહેર આવવાની પૂરી શક્યતા જોવામાં આવી રહી છે.
જે રીતે પ્રથમ કરતાં બીજી લહેર ખૂબ જ ઘાતક નીવડી હતી અને એમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવવા પડ્યા હતા. એ જ રીતે ત્રીજી લહેરમાં પણ સંક્રમણ ઝડપથી વધવાની શક્યતા છે. તેમણે કહ્યું કે, અન્ય દેશોની સાપેક્ષમાં વાત કરવામાં આવે તો ત્રીજી લહેરમાં સ્કિન ડિસીઝ થવાની શક્યતા છે અને એ ચેપી સાબિત થઈ શકે છે, જેને કારણે એક સંક્રમિત વ્યક્તિના કારણે એક શેરી-મહોલ્લા અને એપાર્ટમેન્ટ સાથે સંક્રમિત થાય એવી શક્યતા જોવામાં આવી રહી છે.
બીજી લહેરમાં એકસાથે ઘરની અન્ય વ્યક્તિ પણ સંક્રમિત થતી હતી. જોકે ત્રીજી લહેરમાં ઘર, પરિવાર ઉપરાંત શેરી અને એપાર્ટમેન્ટના લોકો સાથે સંક્રમિત થાય તો નવાઇ નહીં.
ગુજરાતમાં કોરોના કેસ
ગુજરાતમાં કોરોના (Gujarat Corona Cases) સંક્રમણ કાબુમાં આવી રહ્યું છે અને રોજના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં ગઈકાલે કોરોનાના 32 કેસ નોંધાયા છે. રાજ્યમાં ગઈકાલે કોરોનાથી એક દર્દીનું મૃત્યુ થયું છે. રાજ્યમાં ગઈકાલે 161 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની (Active Cases) સંખ્યા 801 છે. જે પૈકી 07 દર્દી વેન્ટીલેટર પર છે.
રાજ્યમાં ગઈકાલે નવા 32 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 161 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં 8,13,399 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.68 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં 2,54,759 દર્દીઓનું એક જ દિવસમાં રસીકરણ કરવામાં આવ્યું છે.
ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 9, સુરત કોર્પોરેશનમાં 3, ભરુચ 2, કચ્છ 2, રાજકોટ કોર્પોરેશન 2, વડોદરા 2, અમરેલી 1, છોટા ઉદેપુર 1, દાહોદ 1, ગાંધીનગર 1, ગીર સોમનાથ 1, જામનગર 1, જામનગર કોર્પોરેશન 1, જૂનાગઢ 1, મહેસાણા 1, સુરત 1, વડોદરા કોર્પોરેશન 1, વલસાડ 1 કેસ નોંધાયો છે.
રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 171 લોકોને પ્રથમ ડોઝ અને 10277 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 42235 લોકોને પ્રથમ અને 69589 લોકોને બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના 1,26,017 લોકોને રસીનો પ્રથમ અને 6470 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે.
રાજ્યમાં કોરોનાની બીજી લહેરનો અંત આવી ગયો છે. નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યના એક પણ જિલ્લા કે શહેરમાં કોરોનાને ડબલ ડિજિટમાં કેસ નથી. 24 કલાકમાં 32 નવા કેસ નોંધાયા છે અને આણંદ જિલ્લામાં એક દર્દીનું મોત થયું છે.
રાજ્યમાં કોરોના સંક્રમણથી મૃત્યુઆંક 10074 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 8, 13, 399 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 931 એક્ટિવ કેસ છે, જેમાંથી 7 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 794 દર્દીની હાલત સ્થિર છે.