શોધખોળ કરો

Gujarat Rain: રાજ્યમાં બે દિવસ સામાન્ય વરસાદની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં પડશે વરસાદ

રાજ્યમાં બે દિવસ સામાન્ય વરસાદ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. અમરેલી, ભાવનગરસ બનાસકાંઠા અને આણંદમાં વરસાદ પડી શકે છે.

ગાંધીનગર: રાજ્યમાં બે દિવસ સામાન્ય વરસાદ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. અમરેલી, ભાવનગરસ બનાસકાંઠા અને આણંદમાં વરસાદ પડી શકે છે. અમદાવાદમાં થન્ડર સ્ટોર્મ  એક્ટિવિટીની શક્યતા છે. ઉત્તર ગુજરાત  અને કચ્છમાં ભારે પવન ફુંકાઈ શકે છે .  સાત અને આઠ જૂને અમદાવાદમાં ગરમીનું યલો એલર્ટ છે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં 30થી 40 કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે. માછીમારોને દરિયો ના ખેડવા સૂચના આપવામાં આવી છે.

ગુજરાતમાં 7થી 11 જૂન સુધી ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં 5 જૂને સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે. જેના કારણે 7 જૂનની આસપાસ સાયક્લોનિક સર્કયુલેશન લો પ્રેશર બની શકે છે. જેના કારણે વાવાઝોડા સાથે 7થી 11 જૂન સુધીમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. 

આ વર્ષે દેશમાં ચોમાસાના આગમનમાં કેમ થઈ રહ્યો છે વિલંબ?

દર વર્ષે જૂન મહિનામાં દેશના વિવિધ ભાગોમાં ભારે ગરમી પડતી હતી. છેલ્લા કેટલાક વર્ષોના હવામાન પર નજર નાખવામાં આવે તો જાણવા મળશે કે આ મહિના સુધી એટલે કે જૂન સુધી, ઘણા રાજ્યોમાં ગરમીના મોજાને કારણે તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસથી ઉપર જાય છે. ભારતમાં તાપમાન વધવાની આ પ્રક્રિયા માર્ચ મહિનાથી જ શરૂ થાય છે. એપ્રિલ અને મે મહિના સુધી સૂર્ય તેના સંપૂર્ણ તેજમાં રહે છે. પરંતુ હવામાન વિભાગના આંકડાઓ મુજબ આ વર્ષે એપ્રિલમાં 11મીથી 20મી અને મે મહિનામાં 6ઠ્ઠીથી 12મી તારીખ સુધી ગરમીનું પ્રમાણ રહ્યું છે. 9 વર્ષમાં પહેલીવાર એવું જોવા મળ્યું છે કે, મે મહિનામાં ગરમીનું મોજું નહોતુ અને તાપમાનમાં ઘટાડો થયો.

દેશમાં કમોસમી વરસાદનો આ સિલસિલો માત્ર ઉત્તર ભારત પુરતી મર્યાદિત નહોતો. ઊલટાનું દક્ષિણ, પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતમાં પણ સ્થિતિ લગભગ એકસરખી રહી છે. દરમિયાન, હવામાન વિભાગે ચોમાસાના આગમન અંગે ઘણી માહિતી આપી છે. છેલ્લા 11 દિવસથી અટકેલું ચોમાસું બંગાળની ખાડીમાં આગળ વધ્યું છે. ચોમાસું સમગ્ર આંદામાન અને નિકોબાર ટાપુઓને આવરી લેતા મ્યાનમાર તરફ આગળ વધી રહ્યું છે. ભારે વરસાદને કારણે કાશ્મીરનું તાપમાન ઘટી ગયું છે. IMD અનુસાર, 15 જૂન સુધીમાં દેશના મોટાભાગના રાજ્યોમાં ચોમાસું દસ્તક આપશે.

વાસ્તવમાં 9 મે, 2023ના રોજ, હવામાન વિભાગે કહ્યું હતું કે, તે સમયે દક્ષિણ પશ્ચિમ ચોમાસું આંદામાન અને નિકોબાર ટાપુઓના સૌથી ઉત્તરીય છેડામાંથી પસાર થવાનું હતું અને 22 મે, 2023 સુધીમાં મ્યાનમાર તરફ આગળ વધવાનું હતું. ચોમાસાના પ્રારંભમાં ઓછામાં ઓછા આઠ દિવસનો વિલંબ થયો છે.

ટોપ સ્ટોરી

કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Market Crash: આ 4 કારણોથી સેન્સેક્સમાં 700 પોઈન્ટનો કડાકો, ભારે વેચવાલીથી ફરી શેરબજારમાં હાહાકાર!
Market Crash: આ 4 કારણોથી સેન્સેક્સમાં 700 પોઈન્ટનો કડાકો, ભારે વેચવાલીથી ફરી શેરબજારમાં હાહાકાર!
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
Nana Patekar Death: ક્યા ક્રિકેટરના સૌથી મોટા ફેન હતા નાના પાટેકર? ખાવાનું પણ છોડી દેતા હતા
Nana Patekar Death: ક્યા ક્રિકેટરના સૌથી મોટા ફેન હતા નાના પાટેકર? ખાવાનું પણ છોડી દેતા હતા
Nana Patekar Death: છાતીમાં તીવ્ર દુખાવો ક્યારે કાર્ડિયાક અરેસ્ટ અને ક્યારે હાર્ટ અટેક, કેવી રીતે ઓળખશો?
Nana Patekar Death: છાતીમાં તીવ્ર દુખાવો ક્યારે કાર્ડિયાક અરેસ્ટ અને ક્યારે હાર્ટ અટેક, કેવી રીતે ઓળખશો?
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
Embed widget