શોધખોળ કરો
ગુજરાતના આ 8 જિલ્લામાં આજે કોરોનાનો એક પણ નવો કેસ ન નોંધાયો, જાણો
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 266 નવા કેસ નોંધાયા હતા જ્યારે 277 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. ગુજરાતના આઠ જિલ્લામાં આજે એક પણ નવો કોરોનાનો કેસ નોંધાયો નથી.

પ્રતિકાત્મક તસવીર
ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 266 નવા કેસ નોંધાયા હતા જ્યારે 277 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. ગુજરાતના આઠ જિલ્લામાં આજે એક પણ નવો કોરોનાનો કેસ નોંધાયો નથી. આ જિલ્લાઓમાં અરવલ્લી, બોટાદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, સુરેન્દ્રનગર, તાપી અને વલસાડ જિલ્લાનો સમાવેશ થાય છે. આ જિલ્લામાં કોરોના સંક્રમણનો એક પણ કેસ નથી નોંધાયો. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.72 ટકા પર પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક મૃત્યુ થયું છે. અમદાવાદ કોર્પોરેશમાં 1 મોત થયું છે. કોરોનાથી અત્યાર સુધી કુલ મૃત્યુઆંક 4404 પર પહોંચ્યો છે. અત્યાર સુધી કેટલા લોકોને અપાઈ રસી ગુજરાતમાં અત્યાર સુધી 8,09,893 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આજે 1235 લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી. રાજ્યમાં 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણ શરુ કરવામાં આવ્યું હતું.
વધુ વાંચો





















