Geeta Jayanti: શૈક્ષણિક ક્ષેત્રે મહત્વનો નિર્ણય, આ ઘોરણથી અભ્યાસક્રમમાં સામેલ થશે ભગવત ગીતાનું પુસ્તક
ગીતા જંયતીના અવસરે આજે શૈક્ષણિક ક્ષેત્રે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમામ સરકારી શાળામાં ભગવત ગીતાને હવે અભ્યાસક્રમમા સામેલ કરાશે અને તેની પરીક્ષા પણ લેવાશે
Geeta Jayanti: ગીતા જયંતીના અવસરે ભગવત ગીતાના મૂલ્યવાન ગ્રંથનું જ્ઞાન બાળકોને મળે માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે તમામ સરકારી શાળામાં 6થી8 ધોરણમાં ભગવત ગીતા ભણાવવામા આવશે. ધોરણ 6થી 8ના અભ્યાસક્રમમાં ગીતાને સમાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગીતા જંયતીના અવસરે આજે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અને પ્રફુલ પાનસેરિયાએ આ મુદે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે. શ્રીમદભાગવત ગીતાના સિદ્ધાંતો અને મૂલ્યોને બાળકોના જીવનમાં ઉતારવા માટે ભગવત ગીતાને અભ્યાસ ક્રમમાં સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી તમામ સરકારી શાળાઓમાં ધોરણ 6થી8માં આ પુસ્તક અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવશે. જેની કાયદેસર પરીક્ષા પણ લેવાશે.
ઉલ્લેખનિય છે કે, ભગવત ગીતા એક એવો ગ્રંથ છે, જે દરેક યુગમાં એટલો જ ઉપયોગી અને સાત્વત છે. જીવન મૂલ્યોના પાઠ ભણાવતા આ ગ્રંથને અભ્યાસ ક્રમમાં સામેલ કરીને બાળકોમાં જીવનના મૂલ્યો અને કર્મના સિધ્ધાતને દ્રઢ કરવોનો ઉદેશ છે. બાળકના સર્વાગી વિકાસ માટે ગીતાનું આ પુસ્તક 2024 નવા શૈક્ષણિક સત્રથી શાળાઓમાં પૂરક પુસ્તક તરીકે મુકાશે. આજે ગીતા જયંતીના દિવસે જ શિક્ષણ વિભાગ દ્રારા આજે ગીતાના સંસ્કૃત શ્લોક, ગુજરાતી ભાષાંતર, સચિત્ર પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે. આ અવસરે આ મહત્વનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો
મહેસાણામાં ખનીજ માફિયાના પાપનો પર્દાફાશ, ભૂસ્તરશાસ્ત્રીઓની જાસૂસી કરવા વ્હોટ્સએપ ગ્રુપ બનાવ્યા
ગોંડલમાં આજે નવા જૂનીના એંધાણ, રીબડા ખાતે જયરાજસિંહ જૂથે બોલાવેલ લેઉવા પાટીદારનું સંમેલન મળશે
Rajkot News: રાજકોટમાં ભાજપના દિગ્ગજ નેતા વજુભાઈ વાળાની વકીલોને સલાહ- ‘ગદ્દારોને ગોતી લો’
Covid update: શું ફરી માસ્ક પહેરવાનો સમય આવી ગયો છે? છ મોત અને વધતા કોરોના કેસ પર શું કહે છે નિષ્ણાંતો