શોધખોળ કરો

Gandhinagar: સરકારના નિર્ણયથી એક લાખ ખેડૂતોને ફાયદો,  45 હજાર રૂપિયા સુધીનો થશે લાભ

ખેતી માટેના સાધનોની ખરીદી સરકારી યોજનામાં સમયમર્યાદા લંબાવાઈ હતી. 22 સપ્ટેમ્બરથી જીએસટીના સુધારાયેલા દર અમલમાં આવશે.

ખેતી માટેના સાધનોની ખરીદી સરકારી યોજનામાં સમયમર્યાદા લંબાવાઈ હતી. ખેડૂતો ઓછા થયેલા GSTના દરે સાધન સામગ્રી ખરીદી શકે તે માટે નિર્ણય લેવામાં આવ્યો હતો. ટ્રેક્ટર સહિતના સાધનોની સામગ્રી માટેની સમય મર્યાદા લંબાવાઈ હતી. સરકારના નિર્ણયથી એક લાખ ખેડૂતોને 45 હજાર સુધીનો લાભ થશે. ટ્રેક્ટર પરનો 12 ટકા જીએસટી ઘટાડીને 5 ટકા કરાયો છે. ખેતી માટે સુક્ષ્મ પિયતના સાધનો પર GST 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરાયો છે. જૈવિક દવાઓ પરના 12 ટકા જીએસટીને ઘટાડીને 5 ટકા કરાયો છે. 22 સપ્ટેમ્બરથી જીએસટીના સુધારાયેલા દર અમલમાં આવશે.

રાસાયણિક ખાતર બનાવવા માટે જરૂરી એમોનિયા અને સલ્ફ્યુરિક એસિડ પરના 18 ટકા જીએસટી દરને પણ 5 ટકા કરાયો હતો. વિધાનસભા ખાતે જાહેર અગત્યની બાબત પર ધ્યાન દોરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકાર દ્વારા કરાયેલા જી.એસ.ટી રીફોર્મ્સથી કૃષિ ક્ષેત્રને ખૂબ જ મોટી રાહત મળી છે.

કૃષિ માટે સૌથી મહત્વપૂર્ણ સાધન એટલે ટ્રેક્ટર પર લેવામાં આવતા 12 ટકા તેમજ ટ્રેક્ટરના ટાયર્સ અને અન્ય પાર્ટ્સ પર લેવામાં આવતા 18 ટકા જીએસટી દરને ઘટાડી હવે 5 ટકા કરવામાં આવ્યો છે. જેના પરિણામે ટ્રેક્ટરની કિંમતમાં મોટો ઘટાડો થશે. આ નિર્ણયથી ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી માટે રાજ્ય સરકારની 1,00,000 સબસીડી ઉપરાંત અંદાજીત બીજા  35 થી 45 હજાર જેટલો ફાયદો થશે.

કૃષિ મંત્રીએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં કૃષિ યાંત્રિકીકરણને પ્રોત્સાહન આપવા ખેડૂતોને ટ્રેક્ટર સહિતના બીજા કૃષિ સાધનો માટે સહાય આપવામાં આવે છે. નવા જીએસટી રિફોર્મ્સથી કૃષિ યાંત્રિકીકરણના સાધનોની ખરીદી પર ખેડૂતોને મોટો લાભ થશે. ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલા જીએસટીના નવા દર પ્રથમ નવરાત્રી એટલે કે 22 સપ્ટેમ્બરથી અમલમાં આવશે. જેથી રાજ્યની કૃષિ યાંત્રિકીકરણ યોજના હેઠળ સહાય મેળવતા મહત્તમ ખેડૂતોને જીએસટીના નવા દરનો પણ લાભ મળે તે માટે રાજ્ય સરકારે ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો છે.

નિર્ણય અંગે વિગતવાર માહિતી આપતા મંત્રી પટેલે કહ્યું હતું કે, કૃષિ યાંત્રીકીકરણ યોજનાઓ હેઠળ રાજ્યના કેટલાક ખેડૂતોને ટ્રેક્ટર અને ખેત ઓજારો/સાધનોની ખરીદી માટે મંજૂરી આપવામાં આવેલી છે. જેમાં કેટલાક ખેડૂતો માટે કૃષિ સાધનો ખરીદીની સમય મર્યાદા આગામી 22 સપ્ટેમ્બર પહેલા પૂર્ણ થવામાં છે અથવા પૂર્ણ થઈ ગઈ છે. આવા ખેડૂતોને પણ નવા જીએસટી દરનો લાભ મળે તે માટે ખરીદીની સમય મર્યાદાને 22 સપ્ટેમ્બરથી આગામી 30 દિવસ સુધી લંબાવવામાં આવી છે.

રાજ્ય સરકારના આ મહત્વપૂર્ણ નિર્ણયથી ગુજરાતના અંદાજે એક લાખ જેટલા ખેડૂતોને ખરીદીની તક મળવા સાથે જીએસટી દરમાં સુધારાનો મહત્તમ 35 થી 45 હજાર જેટલો નાણાકીય લાભ થશે. કૃષિ યાંત્રિકીકરણ માટે વપરાતા વિવિધ સાધનો અને ઓજારો પર અગાઉ લેવામાં આવતો 12 ટકા જીએસટી તેમજ સિંચાઈ ક્ષેત્રે સૂક્ષ્મ પિયત પદ્ધતિ માટેના જરૂરી ડ્રીપ અને સ્પ્રિંકલર સાધનો પરના 12 ટકા જીએસટી દરને ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે. જેના કારણે કૃષિ ઓજારો અને સિંચાઈના સાધનોના ભાવોમાં ઘટાડો થશે. સૂક્ષ્મ પોષક તત્વો અને જૈવિક જંતુનાશક દવાઓ પર પણ અગાઉ લેવામાં આવતા 12 ટકા જીએસટી દર તેમજ રાસાયણિક ખાતર બનાવવા માટે જરૂરી એમોનિયાઅને સલ્ફ્યુરિક એસિડ પર લેવામાં આવતા 18 ટકા જીએસટી દરને પણ સુધારીને માત્ર 5 ટકા કરવામાં આવ્યો છે. જેથી ઘરઆંગણે રાસાયણિક ખાતરના ઉત્પાદનને વેગ મળશે અને ખેડૂતોને સમયસર અને પૂરતા જથ્થામાંખાતર ઉપલબ્ધ કરાવવામાં સરળતા પ્રાપ્ત થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Aaj Nu Rashifal: શનિવાર 3 જાન્યુઆરી 2026 ના રોજ કોને થશે ધનલાભ અને કોને રાખવી પડશે સાવધાની? જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: શનિવાર 3 જાન્યુઆરી 2026 ના રોજ કોને થશે ધનલાભ અને કોને રાખવી પડશે સાવધાની? જાણો આજનું રાશિફળ
Weather: કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો, હવામાન વિભાગે કરી મોટી આગાહી 
Weather: કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો, હવામાન વિભાગે કરી મોટી આગાહી 
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ટેરિફને લઈ કરી મોટી વાત, ભારતનું વધી જશે ટેન્શન! 
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ટેરિફને લઈ કરી મોટી વાત, ભારતનું વધી જશે ટેન્શન! 
Railway Ticket Discounts: આ રીતે ઓનલાઈન ટ્રેન ટિકિટ બુક કરો, ભારતીય રેલવે તરફથી મળશે ડિસ્કાઉન્ટ
Railway Ticket Discounts: આ રીતે ઓનલાઈન ટ્રેન ટિકિટ બુક કરો, ભારતીય રેલવે તરફથી મળશે ડિસ્કાઉન્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ | ભ્રષ્ટાચારના અડ્ડા ?
Hun To Bolish : હું તો બોલીશ | નશાની ખેતી ?
Hun To Bolish : હું તો બોલીશ | STમાં નવી નિમણૂક
Shah Rukh Khan-Bangladeshi Player IPL Row: બાંગ્લાદેશી ખેલાડીને લઈને સાધુ સંતોના નિશાને શાહરૂખ ખાન
Surendranagar Land Scam: સુરેન્દ્રનગર જમીનના NA કૌભાંડમાં પૂર્વ કલેકટરની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Aaj Nu Rashifal: શનિવાર 3 જાન્યુઆરી 2026 ના રોજ કોને થશે ધનલાભ અને કોને રાખવી પડશે સાવધાની? જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: શનિવાર 3 જાન્યુઆરી 2026 ના રોજ કોને થશે ધનલાભ અને કોને રાખવી પડશે સાવધાની? જાણો આજનું રાશિફળ
Weather: કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો, હવામાન વિભાગે કરી મોટી આગાહી 
Weather: કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો, હવામાન વિભાગે કરી મોટી આગાહી 
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ટેરિફને લઈ કરી મોટી વાત, ભારતનું વધી જશે ટેન્શન! 
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ટેરિફને લઈ કરી મોટી વાત, ભારતનું વધી જશે ટેન્શન! 
Railway Ticket Discounts: આ રીતે ઓનલાઈન ટ્રેન ટિકિટ બુક કરો, ભારતીય રેલવે તરફથી મળશે ડિસ્કાઉન્ટ
Railway Ticket Discounts: આ રીતે ઓનલાઈન ટ્રેન ટિકિટ બુક કરો, ભારતીય રેલવે તરફથી મળશે ડિસ્કાઉન્ટ
દક્ષિણ આફ્રિકાએ 2026 T20 વર્લ્ડ કપ માટે માટે ટીમ જાહેર કરી, 2 આક્રમક બેટ્સમેનને ન મળ્યું સ્થાન 
દક્ષિણ આફ્રિકાએ 2026 T20 વર્લ્ડ કપ માટે માટે ટીમ જાહેર કરી, 2 આક્રમક બેટ્સમેનને ન મળ્યું સ્થાન 
Personal Loan: પર્સનલ લોન ચૂકવતા પહેલા લોન લેનારનું મૃત્યુ થાય તો કોણ ચૂકવશે પૈસા, જાણો શું છે નિયમ ?
Personal Loan: પર્સનલ લોન ચૂકવતા પહેલા લોન લેનારનું મૃત્યુ થાય તો કોણ ચૂકવશે પૈસા, જાણો શું છે નિયમ ?
BOI Recruitment 2025: બેંક ઓફ ઈન્ડિયામાં 400 પદ પર ભરતી, જાણો કઈ રીતે કરશો અરજી ?
BOI Recruitment 2025: બેંક ઓફ ઈન્ડિયામાં 400 પદ પર ભરતી, જાણો કઈ રીતે કરશો અરજી ?
BSNL નો આખું વર્ષ ચાલનારા સૌથી સસ્તા પ્લાન લોન્ચ કર્યા, ઓછા ખર્ચમાં એક વર્ષ એક્ટિવ રહેશે નંબર
BSNL નો આખું વર્ષ ચાલનારા સૌથી સસ્તા પ્લાન લોન્ચ કર્યા, ઓછા ખર્ચમાં એક વર્ષ એક્ટિવ રહેશે નંબર
Embed widget