શોધખોળ કરો
બોટાદઃ બરવાળાની મહિલા શિક્ષકને થયો કોરોના, કેવી રીતે લાગ્યો ચેપ? જાણો વિગત
બરવાળાના ચોકડી ગામે 56 વર્ષની મહિલા શિક્ષકને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહિલાને ભાવનગર સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
![બોટાદઃ બરવાળાની મહિલા શિક્ષકને થયો કોરોના, કેવી રીતે લાગ્યો ચેપ? જાણો વિગત One more covid-19 case arrived in Botad, woman found Mumbai travel history બોટાદઃ બરવાળાની મહિલા શિક્ષકને થયો કોરોના, કેવી રીતે લાગ્યો ચેપ? જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/05/27152903/corona-test.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
બોટાદઃ જિલ્લામાં આજે કોરોનાનો વધુ એક કેસ સામે આવ્યો છે. બરવાળાના ચોકડી ગામે 56 વર્ષની મહિલા શિક્ષકને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહિલાને ભાવનગર સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. મહિલા શિક્ષક 12 દિવસ પહેલા તેના પતિ અને પુત્ર સાથે મુંબઈ પ્રવાસે હતી. રિપોર્ટ પોઝિટિવ આવતાં આરોગ્ય તંત્રની ટીમ ચોકડી ગામે દોડી ગઈ હતી.
બોટાદ જિલ્લામાં કોરોનાના કુલ 58 કેસો છે. જેમાં એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું છે, જ્યારે 55 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. તેમજ 2 વ્યક્તિઓ હાલ સારવાર લઈ રહ્યા છે. નોંધનીય છે કે, ગુજરાતમાં ગઈ કાલે એક સાથે 503 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે ગુજરાતમાં દર્દીઓનો રીકવરી રેટ વધીને 48.13 ટકા થઈ ગયો છે. જે લોકો માટે ખુબ સારા સમાચાર કહી શકાય. રાજ્યમાં અઠવાડિયા પહેલા દર્દીઓની રીકવરી રેટ 40.89 ટકા હતા. જે વધીને 48.13 ટકા થયો છે. જે સમગ્ર દેશના 41.60 ટકા રીકવરી રેટની સરખામણીએ વધારે છે.
ગઈ કાલે ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 436 દર્દીઓ અને સુરતમાંથી 25 દર્દીઓને રજા આપવામાં આવી છે. આ સિવાય વડોદરામાં 9, પાટણમાં 8, સાબરકાંઠામાં 9, ખેડામાં 6, ગાંધીનગરમાં 4, મહેસાણા અને સુરેન્દ્રનગરમાં 2-2, ભરુચ અને રાજકોટમાં 1-1 દર્દીને રજા આપવામાં આવી છે. ત્યારે અત્યાર સુધીમાં કુલ 7137 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જ્યારે ગુજરાતમાં હાલ, કુલ 6777 એક્ટિવ કેસ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
બિઝનેસ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)