શોધખોળ કરો
અમેરિકામાં વધુ એક ગુજરાતી પર હુમલો, મહેસાણાનો પરેશ પટેલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત

વોશિંગ્ટન: અમેરિકાના વર્જિનિયા સ્ટેટમાં વધુ એક ગુજરાતી પર હુમલાનો બનાવ બન્યો છે. વોરનર રોબિન્સ સીટીમાં એક ગુજરાતી હુમલાનો ભોગ બન્યો હતો. લૂંટારુઓએ સ્ટોર માં ઘુસી પરેશ પટેલ નામના યુવાનને ગોળી મારી ગંભીર રીતે ઘાયલ કર્યો હતો. મહેસાણાના જોરણગ ગામનો રહેવાસી યુવાન છેલ્લા 3 વર્ષ થી અમેરિકાના સ્ટોરમાં કામ કરતો હતો. પરેશ પટેલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. પરેશ પટેલ વિધવા માતા નો એક નો એક દીકરો છે.
વધુ વાંચો





















