શોધખોળ કરો

Accident: લીંબડી-રાજકોટ હાઇવે પર બે ટ્રક વચ્ચે અકસ્માતમાં એક વ્યકિતનું ઘટના સ્થળે જ મોત, ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા

સુરેન્દ્રનગર: લીંબડી-રાજકોટ હાઇવે પર બે ટ્રક વચ્ચે અકસ્માતમાં એક વ્યકિતનું ઘટના સ્થળે જ મોત નિપજયું છે. છાલિયા ગામના પાટિયા પાસે આ અકસ્માત સર્જાયો હતો.

સુરેન્દ્રનગર: લીંબડી-રાજકોટ હાઇવે પર બે ટ્રક વચ્ચે અકસ્માતમાં એક વ્યકિતનું ઘટના સ્થળે જ મોત નિપજયું છે. છાલિયા ગામના પાટિયા પાસે આ અકસ્માત સર્જાયો હતો. અન્ય એક વ્યક્તિને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. એક ટ્રકમાં ડુંગળી ભરેલ હોય અકસ્માત થતા ડુંગળીના કોથળાઓ રસ્તા પર વેરવીખેર હાલતમાં જોવા મળ્યા હતા. અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં ધીરે ધીરે ગરમીનો પારો આસમાને પહોંચી રહ્યો છે ત્યારે આજે સૌથી વધુ ગરમી ઉત્તર ગુજરાતમાં નોંધાશે તેવું અનુમાન હવામાન વિભાગે લગાવ્યું છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં બે ડિગ્રી જેટલો તાપમાનમાં વધારો થશે જેને લઈને ગરમી વર્તાશે. જોકે આજે ઉત્તર ગુજરાતમાં 37 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતાઓ છે જ્યારે અમદાવાદ 35 ડિગ્રી તાપમાન રહી શકે છે. અત્યારે રાજ્યમાં ઉત્તર પશ્ચિમી પવનના કારણે તાપમાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. હાલ શિયાળો અંતિમ તબક્કામાં પહોંચ્યો છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે, ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાવાને કારણે તાપમાનમાં ફેરફાર જોવા મળશે.  24 કલાક બાદ તાપમાનમાં વધારો થશે. 2થી 3 ડીગ્રી તાપમાન  વધી જશે. જેના કારણે ગરમીમાં વધારો થશે. અમદાવાદમાં 35 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 27 ફેબ્રુઆરીના વેસ્ટન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. 27 ફેબ્રુઆરીના ફરી 1 થી 2 ડિગ્રી તાપમાન ઘટશે.

પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ કોંગ્રેસે 5 નેતાઓને 6 વર્ષ માટે કર્યા સસ્પેન્ડ

કોંગ્રેસના 5 આગેવાનોને પક્ષમાંથી 6 વર્ષ માટે બરતરફ કરવામાં આવ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃતિ બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે. જામનગર જિલ્લા લઘુમતિ સેલના પ્રમુખ ઈકબાલ સુમરા, સિક્કા નગરપાલિકાના પ્રમુખ જુસબ જાકુભાઈ, કારોબારી સમિતિના ચેરમેન અબ્દુલ કાદરબાપુ, નગરપાલિકાના સભ્ય વલીમામદ સિદિકભાઈ મલેક અને સદસ્ય હેમતસિંહ જેઠવાને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ પક્ષમાંથી છ વર્ષ માટે બરતરફ કરાયા છે.

સુરતમાં 60 ટન ગૌ-કાષ્ટ તૈયાર કરી પ્રગટાવવામાં આવશે વૈદિક હોળી

રાજ્યમાં હોળીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવતી હોય છે પરંતુ આ વર્ષે હોલિકા દહન પર લોકો લાકડાની જગ્યાએ ખાસ પાંજરાપોળમાં તૈયાર થયેલી ગૌ- કાષ્ટનો ઉપયોગ કરવા જઈ રહ્યા છે ,કારણ કે આ પર્યાવરણના લક્ષી છે અને બીજી બાજુ પાંજરાપોળની ગાયોને આનાથી લાભ પણ મળી જશે. પાંજરાપોળમાં રહેતી તરછોડાયેલી ગીર ગાય સહિત અન્ય 10 હજાર જેટલી ગાયોના છાણમાંથી 60 ટન એટલે 60000 કિલોગ્રામ જેટલી ગૌ-કાષ્ટ ખાસ મશીન થકી તૈયાર કરવામાં આવી છે. દર વર્ષે હોળીકા દહનની ઉજવણી ધામધૂમથી લોકો કરતા હોય છે પરંતુ આ વખતે પર્યાવરણ લક્ષી અને વૈદિક હોળીની ઉજવણી મોટાપાયે કરવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: ગુજરાતના આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Accident: રખડતાં ઢોરના કારણે દ્રારકા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, બે માસૂમ બાળકો સહિત 5નાં મોત
Accident: રખડતાં ઢોરના કારણે દ્રારકા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, બે માસૂમ બાળકો સહિત 5નાં મોત
Nepal Flood: ભારે વરસાદ બાદ નેપાળમાં પૂર અને ભૂસ્ખલનથી 112ના મોત,બિહારમાં એલર્ટ જારી
Nepal Flood: ભારે વરસાદ બાદ નેપાળમાં પૂર અને ભૂસ્ખલનથી 112ના મોત,બિહારમાં એલર્ટ જારી
IIFA Awards 2024: શાહરૂખ ખાનને 'જવાન' માટે મળ્યો શ્રેષ્ઠ અભિનેતાનો ખિતાબ,'એનિમલ' 5 એવોર્ડથી સન્માનિત, જુઓ યાદી
IIFA Awards 2024: શાહરૂખ ખાનને 'જવાન' માટે મળ્યો શ્રેષ્ઠ અભિનેતાનો ખિતાબ,'એનિમલ' 5 એવોર્ડથી સન્માનિત, જુઓ યાદી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Fire In Travel| અમદાવાદ-મુંબઈ એક્સ્પ્રેસ વે પર ભડભડ કરતી સળગી ગઈ ખાનગી ટ્રાવેલ્સDwarka Accident | દ્વારકામાં બારડિયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે ગમખ્વાર અક્સમાત, 7 લોકોના મોતની આશંકા, 15 લોકો ઈજાગ્રસ્તHun To Bolish | હું તો બોલીશ | આખી રાત વાગશે ઢોલ!Hun To Bolish | હું તો બોલીશ | યાત્રાધામમાં સાફ-સફાઈ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: ગુજરાતના આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Accident: રખડતાં ઢોરના કારણે દ્રારકા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, બે માસૂમ બાળકો સહિત 5નાં મોત
Accident: રખડતાં ઢોરના કારણે દ્રારકા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, બે માસૂમ બાળકો સહિત 5નાં મોત
Nepal Flood: ભારે વરસાદ બાદ નેપાળમાં પૂર અને ભૂસ્ખલનથી 112ના મોત,બિહારમાં એલર્ટ જારી
Nepal Flood: ભારે વરસાદ બાદ નેપાળમાં પૂર અને ભૂસ્ખલનથી 112ના મોત,બિહારમાં એલર્ટ જારી
IIFA Awards 2024: શાહરૂખ ખાનને 'જવાન' માટે મળ્યો શ્રેષ્ઠ અભિનેતાનો ખિતાબ,'એનિમલ' 5 એવોર્ડથી સન્માનિત, જુઓ યાદી
IIFA Awards 2024: શાહરૂખ ખાનને 'જવાન' માટે મળ્યો શ્રેષ્ઠ અભિનેતાનો ખિતાબ,'એનિમલ' 5 એવોર્ડથી સન્માનિત, જુઓ યાદી
Financial Rules: 1 ઓક્ટોબરથી થવા જઈ રહ્યા છે 10 મોટા ફેરફાર,તહેવારોની સિઝનમાં તમારા બજેટ પર કરશે અસર
Financial Rules: 1 ઓક્ટોબરથી થવા જઈ રહ્યા છે 10 મોટા ફેરફાર,તહેવારોની સિઝનમાં તમારા બજેટ પર કરશે અસર
BCCIએ IPL 2025માં રિટેન્શનના નિયમોને આપી મંજૂરી, આ વખતે જોવા મળશે 8 મોટા ફેરફાર
BCCIએ IPL 2025માં રિટેન્શનના નિયમોને આપી મંજૂરી, આ વખતે જોવા મળશે 8 મોટા ફેરફાર
General Knowledge: એલિયન્સ સાથે જોડાયેલી આ ત્રણ ઘટનાઓને દુનિયા ક્યારેય નહીં ભૂલી શકે,એકમાં તો થયું હતું અપહરણ
General Knowledge: એલિયન્સ સાથે જોડાયેલી આ ત્રણ ઘટનાઓને દુનિયા ક્યારેય નહીં ભૂલી શકે,એકમાં તો થયું હતું અપહરણ
Online Shopping: જો તમે પણ દિવાળી સેલમાં ઓનલાઈન શોપિંગ કરી રહ્યા છો તો સાવધાન! બની શકો છો આ કૌભાંડનો શિકાર
Online Shopping: જો તમે પણ દિવાળી સેલમાં ઓનલાઈન શોપિંગ કરી રહ્યા છો તો સાવધાન! બની શકો છો આ કૌભાંડનો શિકાર
Embed widget