શોધખોળ કરો
ઉત્તર પ્રદેશની ટ્રેન અચાનક રદ્દ થતાં રાધનપુરમાં 199 પરપ્રાંતિઓ અટવાયા, જાણો વિગત
હાલ ગુજરાતમાં લોકડાઉન ચાલુ છે ત્યારે પરપ્રાંતિઓને પોતાના વતન લઈ જવામાં આવી રહ્યાં છે. જોકે પાટણના રાધનપુરમાં 199 પરપ્રાંતિયઓ અટાવાયા હોવાનું સામે આવ્યું છે.
હાલ ગુજરાતમાં લોકડાઉન ચાલુ છે ત્યારે પરપ્રાંતિઓને પોતાના વતન લઈ જવામાં આવી રહ્યાં છે. જોકે પાટણના રાધનપુરમાં 199 પરપ્રાંતિયઓ અટાવાયા હોવાનું સામે આવ્યું છે. આજે ટ્રેન મારફતે ઉત્તર પ્રદેશ જવાના હતા તે ટ્રેન અચાનક રદ્દ થઈ ગઈ થછે જેના કારણે પરપ્રાંતિઓમાં આક્રોશ જોવા મળ્યો હતો. જોકે હાલ રામસેવા સમિતિએ તમામ પરપ્રાંતિઓ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.
અચાનક ઉત્તર પ્રદેશની ટ્રેન રદ્દ થતાં પાટણના રાધનપુરમાં 199 પરપ્રાંતિઓ અટવાઈ ગયા હતાં. રાધનપુર વહીવટી તંત્ર દ્વારા લિસ્ટ મોકલતાં પરપ્રાંતિઓને ઉત્તર જવાની મંજૂરી મળી હતી. ત્યાર બાદ રાધનપુરથી પાલનપુર મોકલવા 7 એસટી બસોની તૈયારી પણ કરી દેવામાં આવી હતી. જોકે ઉત્તર પ્રદેશ સરકારે અચાનક પ્રોગ્રામ રદ્દ કરતાં રાધનપુરના પરપ્રાંતઓ અટવાઈ ગયા હતાં.
પરપ્રાંતિઓ સ્વેચ્છાએ અને સ્વખર્ચે ઉત્તર પ્રદેશ જવા માંગતા હતાં. મંજૂરી મળ્યાં બાદ પરપ્રાંતિઓ 525 રૂપિયા ટીકિટ ભાડું ઉઘરાવ્યું ત્યાર બાદ ટ્રેન રદ્દ થતાં પરપ્રાંતિઓમાં આક્રોશ જોવા મળ્યો હતો. આ સમગ્ર ઘટના બાદ રામસેવા સમિતિએ તમામ પરપ્રાંતિઓ માટે ભોજનની વ્યવસ્થા કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
મનોરંજન
Advertisement