શોધખોળ કરો

Gujarat Rain: ભારે વરસાદને પગલે જૂનાગઢનો આ ડેમ ઓવરફ્લો થતા નિચાણવાળા ગામોને કરાયા એલર્ટ

Gujarat Rain Update: જુનાગઢના આણંદપુર વિસ્તારમાં ભારે વરસાદને પગલે ઓઝત વિયર ડેમ ઓવરફ્લો થયો છે. હાલમાં તંત્રએ આગમચેતી રૂપે નીચાણવાળા ગામોને એલર્ટ કરી દીધા છે.

Gujarat Rain Update: જુનાગઢના આણંદપુર વિસ્તારમાં ભારે વરસાદને પગલે ઓઝત વિયર ડેમ ઓવરફ્લો થયો છે. હાલમાં તંત્રએ આગમચેતી રૂપે નીચાણવાળા ગામોને એલર્ટ કરી દીધા છે. નદીના પટમાં અવરજવર કરવાની તંત્ર દ્વારા મનાય કરવામાં આવી છે. આણંદપુર, રાયપુર, સુખપુર, નાગપુર સહિતના ગામને તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

 

નોંધનિય છે કે, જુનાગઢ શહેર તેમજ આજુબાજુના વિસ્તારના ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે. જુનાગઢ શહેરના દોતલપરા, ખામધ્રોલ રોડ, બસ સ્ટેન્ડ રોડ, રેલ્વે સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને પગલે અનેક રોડ રસ્તા પર પાણી વહેતા થયા છે. જુનાગઢ શહેર ઉપરાંત ગ્રામ વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. કોયલી, વાડલા, શાપુર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. ભારે વરસાદ વરસતા ખેડુતોમાં ખુશીની લાગણી છવાઈ છે.

આ માંગરોળ તેમજ ચોરવાડ પંથકમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. પવન સાથે ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. ચોરવાડ સહિતના દરીયાઇ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો છે. જુજારપર, કુકસવાડા, લાગોદ્રા સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. આ ઉપરાંત ભારે પવનના કારણે સોમનાથથી દ્વારકા તરફ જતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં તમામ જિલ્લામાં મેઘમહેર 

ગુજરાતમાં ચોમાસાની જમાવટ થઈ છે. છેલ્લા 24 કલાકમાં 33 જિલ્લાના 176 તાલુકાઓમાં નોંધાયો વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ સુરતના પલસાણામાં નોધાયો છે. અહીં 8 ઈચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. બનાસકાંઠાના દિયોદરમાં પણ 8 ઈંચ વરસાદ નોંધાયો છે.

ક્યાં છે અતિભારે વરસાદની આગાહી

દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છેલ્લા ત્રણેક દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને આગામી ચાર દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે અને કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.. હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતના વિસ્તાર તેમજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, વલસાડ અને નવસારીમાં આગામી મંગળવારે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ, દમણ,દાદરાનગર હવેલી, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

ટોપ સ્ટોરી

ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા ફરી વિવાદમાં, વિદેશ પ્રવાસના ખર્ચને લઈને ઉઠ્યા સવાલ
ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા ફરી વિવાદમાં, વિદેશ પ્રવાસના ખર્ચને લઈને ઉઠ્યા સવાલ
સ્ટેચ્યુ ઓફ યુનિટી આવતા પ્રવાસીઓ માટે નવી સુવિધા: 52 કરોડના ખર્ચે બનાવવામાં આવી 127 રુમની હોટલ
સ્ટેચ્યુ ઓફ યુનિટી આવતા પ્રવાસીઓ માટે નવી સુવિધા: 52 કરોડના ખર્ચે બનાવવામાં આવી 127 રુમની હોટલ
કોડીનારની બે સગીરાઓનું કરવામાં આવ્યું ધર્મપરિવર્તન, મૌલવી સહિત ચાર સામે નોંધાઈ FIR
કોડીનારની બે સગીરાઓનું કરવામાં આવ્યું ધર્મપરિવર્તન, મૌલવી સહિત ચાર સામે નોંધાઈ FIR
PM મોદી ગુજરાતના પ્રવાસે 4,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું કરશે ઉદ્ઘાટન, PM-KISANનો 24મો હપ્તો કરશે રીલિઝ
PM મોદી ગુજરાતના પ્રવાસે 4,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું કરશે ઉદ્ઘાટન, PM-KISANનો 24મો હપ્તો કરશે રીલિઝ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કરકસરયુક્ત દિવાળી
Hun To Bolish | હું તો બોલીશ | કેટલું અસરદાર ઓપરેશન ગંગાજળ ?
Hun To Bolish | હું તો બોલીશ | આવી રીતે એવોર્ડ થોડી અપાય ?
ચોરવાડમાં રિલાયન્સ પરિવારે યોજ્યો ભવ્ય કાર્યક્રમ, જિયોના 10 વર્ષની સફળતાની ભવ્ય ઉજવણી
Hun To Bolish | હું તો બોલીશ | પકડાયો વ્યાજખોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM modi Gujarat Visit Live: બનાસ ડેરીના ચેરમેને પાઘડી પહેરાવી, ગાયની પ્રતિકૃતિ આપી કર્યું સ્વાગત
PM modi Gujarat Visit Live: બનાસ ડેરીના ચેરમેને પાઘડી પહેરાવી, ગાયની પ્રતિકૃતિ આપી કર્યું સ્વાગત
Israel Election: કોઈ પાર્ટીને બહુમતી નહીં, આરબ પાર્ટીઓ કરશે 'ખેલ', નેતન્યાહૂનું શું થશે?
Israel Election: કોઈ પાર્ટીને બહુમતી નહીં, આરબ પાર્ટીઓ કરશે 'ખેલ', નેતન્યાહૂનું શું થશે?
દુનિયામાં 200 વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યો રાશિદ ખાન, બદલી નાખ્યો T20 નો ઇતિહાસ
દુનિયામાં 200 વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યો રાશિદ ખાન, બદલી નાખ્યો T20 નો ઇતિહાસ
કોડીનારની બે સગીરાઓનું કરવામાં આવ્યું ધર્મપરિવર્તન, મૌલવી સહિત ચાર સામે નોંધાઈ FIR
કોડીનારની બે સગીરાઓનું કરવામાં આવ્યું ધર્મપરિવર્તન, મૌલવી સહિત ચાર સામે નોંધાઈ FIR
સ્ટેચ્યુ ઓફ યુનિટી આવતા પ્રવાસીઓ માટે નવી સુવિધા: 52 કરોડના ખર્ચે બનાવવામાં આવી 127 રુમની હોટલ
સ્ટેચ્યુ ઓફ યુનિટી આવતા પ્રવાસીઓ માટે નવી સુવિધા: 52 કરોડના ખર્ચે બનાવવામાં આવી 127 રુમની હોટલ
મુંબઈ ઈન્ડિયન્સને એકસાથે મળ્યા 4 નવા કોચ, રોબિન ઉથપ્પા સંભાળશે બેટિંગની કમાન
મુંબઈ ઈન્ડિયન્સને એકસાથે મળ્યા 4 નવા કોચ, રોબિન ઉથપ્પા સંભાળશે બેટિંગની કમાન
ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા ફરી વિવાદમાં, વિદેશ પ્રવાસના ખર્ચને લઈને ઉઠ્યા સવાલ
ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા ફરી વિવાદમાં, વિદેશ પ્રવાસના ખર્ચને લઈને ઉઠ્યા સવાલ
Gujarat Rain: અમદાવાદ સહિત 14 જિલ્લામાં આગામી 2 કલાક વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
Gujarat Rain: અમદાવાદ સહિત 14 જિલ્લામાં આગામી 2 કલાક વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
Embed widget