Panchmahal News: પંચમહાલમાં બંધ પડેલી બસની પાછળ ઘૂસી અન્ય બસ, બે બાળકો સહિત ચારનાં મોત
Panchmahal News: પંચમહાલમાં બે ખાનગી બસ વચ્ચે અકસ્માતમાં ચારના મોત થયા હતા.
Panchmahal News: પંચમહાલમાં બે ખાનગી બસ વચ્ચે અકસ્માતમાં ચારના મોત થયા હતા. આ અકસ્માતમાં 30થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા.
મળતી જાણકારી અનુસાર, પંચમહાલમાં ગોધરા દાબોદ હાઈવે પર પંચર પડતા એક ખાનગી બસ રોડ પર ઉભી હતી ત્યારે અન્ય એક ખાનગી બસ ધડાકા ભેર અથડાઈ હતી જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો. આ ભયાનક અકસ્માતમાં મહિલા, બે બાળક સહિત ચારના મોત થયા હતા. જ્યારે ઈજાગ્રસ્તોને 108ની મદદથી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
થોડા દિવસ અગાઉ પોરબંદરમા હિટ એન્ડ રનની ઘટના બની હતી જેમા એક કાર ચાલકે બાઇક અને બે સ્કૂટરને હડફેટ લીધા હતા આ ઘટનામાં પાંચ લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા જેમા ટ્રાફિક સહાયક તરીકે ફરજ બજાવતી એક યુવતિનું મોત થતા ભારે અરેરાટી વ્યાપી ગઇ હતી. અકસ્માત કરી કાર ચાલક ભાગી ગયો હતો.
પોરબંદરમા કર્લી જળાશય નજીક બેફામ બનીને કાર ચલાવતા કાર ચાલકે એક બાઇક અને બે સ્કૂટરને હડફેટ લીધા હતા જેમા પોરબંદરના એક પરિવારના બે સભ્યો ઇજાગ્રસ્ત થયા અને અમદાવાદ ખાતે રહેતા એક પરિવારના બે સભ્યો કર્લી જળાશયમા ખાબકયા હતા તેમને ફાયર બ્રિગેડે સલામતી પૂર્વક બહાર કાઢી અને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડયા હતા. આ બનાવમાં રમાબેન દામોદર શાહીને વધુ સારવાર માટે રિફર કર્યા હતા. આ બનાવમા ટ્રાફીક સહાયકમા ફરજ બજાવતી શિવાની લાખાણી નામની યુવતિનું સારવાર દરમિયાન મોત થયુ હતુ. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને અકસ્માત કરી ફરાર થનાર કાર ચાલકની શોધખોળ શરૂ કરી હતી.