શોધખોળ કરો

PATAN: કોગ્રેસના MLA કિરીટ પટેલના જન્મદિવસના બેનરને ઉતારાતા વિવાદ, સમર્થકોએ ચીફ ઑફિસરને ધક્કે ચડાવ્યા

પાટણમાં કોગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના (congress MLA Kirit Patel) જન્મદિવસની (Birthday) શુભેચ્છા આપતા બેનરને (Banner) લઇને વિવાદ પેદા થયો હતો.

પાટણઃ પાટણમાં કોગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના (congress MLA Kirit Patel) જન્મદિવસની (Birthday) શુભેચ્છા આપતા બેનરને (Banner) લઇને વિવાદ પેદા થયો હતો. શહેરમાં ધારાસભ્ય કિરીટ પટેલને જન્મદિવસની શુભેચ્છા આપતા બેનરો લગાવવામાં આવ્યા હતા. બેનરો ઉતારવા માટે ચીફ ઓફિસર પહોંચતા ધારાસભ્યના સમર્થકોએ ચીફ ઓફિસરને ધક્કે ચડાવ્યા હતા. મંજૂરી વિના જન્મદિવસના બેનર લગાવાતા વિવાદ ઉભો થયો હતો.

કિરીટ પટેલના સમર્થકો અને ચીફ ઓફિસર વચ્ચે બોલાચાલી પણ થઇ હતી. શહેરના બગવાડા દરવાજા વિસ્તારમાં સમર્થકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

હરિયાણામાં ખેડૂતો પર લાઠીચાર્જ

હરિયાણામાં ખેડૂતો પર લાઠીચાર્જને લઇને કોગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું છે. રાહુલ ગાંધીએ લાઠીચાર્જને લઇને ભાજપ સરકાર પર નિશાન સાધ્યું અને તેને ખેડૂત વિરોધી ગણાવી હતી.  રાહુલ ગાંધીએ લાઠીચાર્જમાં ઇજાગ્રસ્ત અને લોહીથી લથપથ એક ખેડૂતની તસવીર શેર કરતા લખ્યું કે, ‘ફિર ખૂન બહાયા  હૈ કિસાન કા, શર્મ સે સર ઝૂકાયા હિંદુસ્તાન કા’

હરિયાણાના કરનાલમાં આજે ટોલ પ્લાઝા પર પ્રદર્શન કરી રહેલા ખેડૂતો પર પોલીસે લાઠીચાર્જ કર્યો છે. વાસ્તવમાં કરનાલમાં ભાજપની વિશેષ બેઠક આયોજીત કરી હતી જેમાં હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર અને ભાજપ ધારાસભ્ય અને મંત્રી ઓપી ધનખડ પહોંચ્યા હતા. બીજી તરફ ખેડૂતોએ બસતાડા ટોલ પ્લાઝા પર એકઠા થઇને બેઠકનો વિરોધ કરવાની રણનીતિ બનાવી હતી. બાદમાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતો પર ટોલ પ્લાઝા પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો જેમાં અનેક ખેડૂતો ઇજાગ્રસ્ત થયા હતા.

નોંધનીય છે કે ખેડૂતોએ ભાજપની બેઠકનો વિરોધ કરવાની જાહેરાત શુક્રવારે જ કરી હતી. વિરોધને ધ્યાનમાં રાખીને કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. તેમ છતાં મોટી સંખ્યામાં ખેડૂતો ટોલ પ્લાઝા પર એકઠા થયા હતા અને પ્રદર્શન કરી રહ્યા હતા. ખેડૂતોએ સરકારના વિરોધમાં નારા લગાવ્યા હતા.

Gujarat Corona Cases: રાજ્યમાં કોરોનાના 10 નવા કેસ નોંધાયા, જાણો કેટલા લોકોને અપાઈ રસી ?

IND vs ENG 3rd Test Day 4: ત્રીજી ટેસ્ટમાં ચોથા દિવસે જ ભારતીય બેટ્સમેનો ઘૂંટણીયે, એક ઇનિંગ અને 76 રનથી ઇગ્લેન્ડનો ભવ્ય વિજય

Janmashtami 2021: પુષ્ટિમાર્ગમાં કેમ જન્માષ્ટમીના બીજા દિવસે ઉજવવામાં આવે છે નંદ મહોત્સવ ? જાણો શું છે કારણ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રની 288 અને ઝારખંડની 38 બેઠકો પર આજે મતદાન, આ દિગ્ગજોના ભાવિ દાવ પર
મહારાષ્ટ્રની 288 અને ઝારખંડની 38 બેઠકો પર આજે મતદાન, આ દિગ્ગજોના ભાવિ દાવ પર
Rafael Nadal Retirement: અલવિદા રાફેલ નડાલ... 22 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનને પોતાની અંતિમ મેચમાં મળી હાર
Rafael Nadal Retirement: અલવિદા રાફેલ નડાલ... 22 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનને પોતાની અંતિમ મેચમાં મળી હાર
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકમાતાના દુશ્મન કોણ?Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતનો પાવર પૂરો?Porbandar News : પોરબંદરમાં સુંદર ચોપાટીના બે પ્રવેશ દ્વાર જર્જરિત થતા મોટી દુર્ઘનાની ભીતીAhmedabad News : અમદાવાદમાં વધુ એક બ્રિજ સમય મર્યાદા કરતા વિલંબમાં પડ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રની 288 અને ઝારખંડની 38 બેઠકો પર આજે મતદાન, આ દિગ્ગજોના ભાવિ દાવ પર
મહારાષ્ટ્રની 288 અને ઝારખંડની 38 બેઠકો પર આજે મતદાન, આ દિગ્ગજોના ભાવિ દાવ પર
Rafael Nadal Retirement: અલવિદા રાફેલ નડાલ... 22 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનને પોતાની અંતિમ મેચમાં મળી હાર
Rafael Nadal Retirement: અલવિદા રાફેલ નડાલ... 22 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનને પોતાની અંતિમ મેચમાં મળી હાર
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Post Office ની આ સ્કીમમાં મળી રહ્યું છે SBI કરતા વધુ વ્યાજ, જાણો તેના વિશે 
Post Office ની આ સ્કીમમાં મળી રહ્યું છે SBI કરતા વધુ વ્યાજ, જાણો તેના વિશે 
Vastu Tips: ઘરના બેડરૂમમાં વાસ્તુના નિયમોનું કરો પાલન, થશે આર્થિક લાભ
Vastu Tips: ઘરના બેડરૂમમાં વાસ્તુના નિયમોનું કરો પાલન, થશે આર્થિક લાભ
AR Rahman Divorce: એઆર રહેમાનના થશે તલાક,  અલગ થઈ રહી છે પત્ની સાયરા બાનો 
AR Rahman Divorce: એઆર રહેમાનના થશે તલાક,  અલગ થઈ રહી છે પત્ની સાયરા બાનો 
Embed widget