![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Patan: ધારાસભ્ય લવિંગજી ઠાકોરની ચાલુ સભામાં ગ્રામજનોએ પાણી મુદ્દે મચાવ્યો હોબાળો, નેતાઓ સભા છોડી ભાગ્યા
પાટણના રાધનપુર ભાજપના ધારાસભ્ય લવિંગજી ઠાકોરની એક સભાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. સમી તાલુકાના બાદરગંજ ગામના ગ્રામજનોએ પાણી મુદ્દે ભરી સભામાં જ નેતાઓને પાણી બતાવ્યુ હતુ.
![Patan: ધારાસભ્ય લવિંગજી ઠાકોરની ચાલુ સભામાં ગ્રામજનોએ પાણી મુદ્દે મચાવ્યો હોબાળો, નેતાઓ સભા છોડી ભાગ્યા Patan News: MLA Lavingji Thakors video viral from jansabha in sami badargang villages Patan: ધારાસભ્ય લવિંગજી ઠાકોરની ચાલુ સભામાં ગ્રામજનોએ પાણી મુદ્દે મચાવ્યો હોબાળો, નેતાઓ સભા છોડી ભાગ્યા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/06/cefd4004aaf160f8c19c115ca8cda305169927404861577_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Patan News: પાટણમાં જિલ્લામાંથી ધારાસભ્યનો વિરોધની ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. હાલમાં સોશ્યલ મીડિયા પર વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં રાધનપુરના ધારાસભ્યો લવિંગજી ઠાકોરનો ગ્રામજનો દ્વારા જાહેર સભામાં જ વિરોધ કરવામાં આવી રહ્યો છે. લવિંગજી ઠાકોરને સમી બાદરગંજ ગામના લોકોએ પીવાના મીઠા પાણીના મુદ્દે વિરોધ કર્યો હતો, વિરોધ અને હોબાળો થવાના કારણે લવિંગજી ઠાકોરની સભા વિખેરાઇ ગઇ હતી.
પાટણના રાધનપુર ભાજપના ધારાસભ્ય લવિંગજી ઠાકોરની એક સભાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. સમી તાલુકાના બાદરગંજ ગામના ગ્રામજનોએ પાણી મુદ્દે ભરી સભામાં જ નેતાઓને પાણી બતાવ્યુ હતુ. અહીં બાદરગંજ ગામની એક સરકારી પ્રાથમિક શાળાનાં કમ્પાઉન્ડમાં લવિંગજી ઠાકોરની સભા યોજાઇ હતી. આ ભરી સભામાં બાદરગંજના લોકોએ મીઠા પીવાના પાણીની માંગ સાથે સભામાં હોબાળો મચાવી દીધો હતો, અને સભા વેખેરાઇ ગઇ હતી. આ જાહેરસભામાં ધારાસભ્ય લવિંગજી ઠાકોરની સાથે પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલ ઠાકોર પણ સભામાં હાજર હતા, લોકોએ પાણી મુદ્દે હોબાળો મચાવતા મંચ પરથી નેતાઓનું ભાષણ પણ અટકાવી દીધુ હતુ. જ્યારે હોબાળો થયો તે સમયે ખુદ ધારાસભ્ય લવિંગજી ઠાકોર માઇક પર લોકોને કહેતા હતા કે શાંતિ રાખો, શાંતિ રાખો પરંતુ કોઇ તેમની વાત માની નહીં. આખરે વધુ હોબાળો થતાં નેતાઓ સભા છોડીને ગાડી પરનું સાયરન વગાડીને નીકળી ગયા હતા.
-
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)