Talati Exam: ડોક્યુમેન્ટ ભૂલી ગયેલા પરીક્ષાર્થીની વ્હારે આવી પોલીસ, આ રીતે કરી સત્વરે મદદ
તલાટી કમ મંત્રીની પરીક્ષા દરમિયાન પાટણ પોલીસની પ્રશંસનિય કામગીરી નો એક કિસ્સો સામે આ્વ્યો છે. અહીં પરીક્ષા આવેલી પરીક્ષાર્થી તેમના ડોક્યુમેન્ટ ભૂલી ગઇ હતી જો કે પાટણ પોલીસે સ્માર્ટ વર્ક કરીને ડોક્ટમેન્ટ પૂરા પાડીને ઉમેદવાની મદદ કરી હતી.
![Talati Exam: ડોક્યુમેન્ટ ભૂલી ગયેલા પરીક્ષાર્થીની વ્હારે આવી પોલીસ, આ રીતે કરી સત્વરે મદદ patan police provide help to student who forget her document Talati Exam: ડોક્યુમેન્ટ ભૂલી ગયેલા પરીક્ષાર્થીની વ્હારે આવી પોલીસ, આ રીતે કરી સત્વરે મદદ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/07/184ff8224cb13a2b537db8408f850aee168344202475381_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
પાટણ: આજે તલાટી કમ મંત્રીની 3,437 ખાલી જગ્યા માટે પરીક્ષા લેવાઇ રહી છે. જેની સામે 9 લાખથી પણ વધુ પરીક્ષાર્થી મેદાને છે. પરીક્ષામાં કોઇ ગેરરિતી ન થાય અનુ સુવ્યવસ્થા સાથે પરીક્ષા શાંતિપુર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે તંત્ર કમર કસી રહ્યું છે. પોલીસ વિભાગ પણ આ માટે સજ્જ છે. સુરક્ષા સાથે પોલીસ પરીક્ષાર્થીઓને મદદ પણ કરી રહ્યાં છે
પાટણમાં પોલીસની પ્રસંશનિય કામગીરીનો એક કિસ્સો સામે આવ્યો છે. અહીં ગાંધીનગરથી પાટણ આવેલી વિદ્યાર્થિની ડોક્યુમેન્ટ ભૂલી ગઇ હતી. જેને તાબડતોબ ડોક્યુમેન્ટ અપાવીને પાટણ પોલીસે કાબિલે તારિફ કાર્ય કર્યું છે.
સમગ્ર ઘટનાની વાત કરીએ તો ગાંઘીનગરથી પાટણમાં તલાટીની પરીક્ષા આપવા આવેલ કોમલ નામની વિદ્યાર્થીની પોતાના ડોક્યુમેન્ટ ભુલી ગઇ હતી. એમ. એન. હાઈસ્કૂલ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કરતા સમયે ડોક્યુમેન્ટ ન મળતા તે ગભરાઇ ગઇ હતી જો કે આ સમયે પાટણ પોલીસ તેની વ્હારે આવી હતી અને વિદ્યાર્થીનીને મદદ કરી હતી.
પરીક્ષાર્થીની પોતાના આધાર પુરાવાની જગ્યાએ ભૂલથી પોતાના પતિના ડોક્યુમેન્ટ આવી ગયા હતા. પોલીસને જાણ થતાં વિદ્યાર્થીની નું ભવિસ્યન બગડે તે માટે સત્વરે પોલીસ ગાડીમાં લઇ ગઇ હતી અને ત્વરિત સાયબર કાફે માંથી મોંબાઇલ માંથી ઑટીપી મેળવી નવું આધાર કાર્ડ કઢાવી આપ્યું હતું. પોલીસની આ તત્પરતાને કારણે વિદ્યાર્થિની ડોક્યુમેન્ટ ભૂલી ગઇ હોવા છતાં પણ પરીક્ષા આપી શકશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)