શોધખોળ કરો
Advertisement
મહિલા પોલીસકર્મી સુનિતા યાદવના સમર્થનમાં લોકોએ સોશિયલ મીડિયા પર PM મોદીનો આ વીડિયો કર્યો વાયરલ
કર્ફ્યુ નિયમોના ભંગને લઈને મંત્રી કુમાર કાનાણીના પુત્ર અને મહિલા પોલીસકર્મી સુનિતા યાદવ વચ્ચે થયેલો વિવાદ હાલ ચર્ચામાં છે.
સુરત: સુરતમાં કર્ફ્યુ નિયમોના ભંગને લઈને મંત્રી કુમાર કાનાણીના પુત્ર અને મહિલા પોલીસકર્મી સુનિતા યાદવ વચ્ચે થયેલો વિવાદ હાલ ચર્ચામાં છે. રાજય આરોગ્ય મંત્રીના પુત્ર અને મહિલા પોલીસકર્મી વચ્ચે ગુરુવારે રાત્રી કર્ફ્યૂ દરમિયાન રોકવા બાબતે બોલાચાલી થઈ હતી. આ વિવાદ બાદ સુનિતાએ પોલીસની નોકરીમાંથી રાજીનામું આપી દીધું હતું. તેની વચ્ચે મહિલા પોલીસકર્મીના સમર્થનમાં ટ્વિટર પર #i_support_sunita_yadav ટ્રેન્ડ થઈ રહ્યું છે, તેની સાથે પ્રધાનમંત્રી મોદીની એક વીડિયો ક્લિપ લોકો વાયરલ કરી રહ્યા છે.
ટ્વિુટર પર યૂઝર્સ સુનિતાને સમર્થનની સાથે તેને લેડી સિંઘમ ગણાવી રહ્યાં છે અને આ ઘટનાને લઈ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે. કેટલાક યૂઝર્સે પીએમ મોદીનો વીડિયો શેર કરી રહ્યાં છે. જેમાં પીએમ મોદી સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમોનું કડક પાલન કરવા અને માસ્ક પહેરવાની અપીલ કરી રહ્યાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગુરુવારે રાત્રે હીરાબજારમાં ફરજ દરમિયાન કારમાં માસ્ક વગર આવેલા પાંચ જણાએ કર્ફ્યુનો ભંગ કરતા સુનિતાએ તેમને અટકાવ્યા હતા. બાદમાં મંત્રી કુમાર કાનાણીનો દીકરો પ્રકાશ કાનાણી ત્યાં પહોંચ્યો હતો અને બંન્ને વચ્ચે બબાલ થઇ હતી. MLAના બોર્ડ વાળીગાડી લઈને કાનાણીના પુત્ર પ્રકાશને કર્ફ્યુનો નિયમ સમજાવવાના નામે સુનિતાએ તતડાવ્યો. જેના વીડિયો પણ વાયરલ થઈ રહ્યાં છે.
કર્ફ્યુનો નિયમ તોડીને મિત્રને બચાવવા જનાર પ્રકાશ કાનાણીને મંત્રી કુમાર કાનાણીએ ટેલિફોન પર બચાવ કર્યો હોય તેવા ટેલિફોનિક વાતચીતમાં જોવા મળી રહ્યું છે. જેને લઈ નેતાજીના પ્રયાસની પણ ચારેકોર ટીકા થઈ રહી છે તો વર્દીનો રૌફ જમાવવાને લઈ સુનિતા યાદવની ટીકા થઈ રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion