શોધખોળ કરો

મધ્ય પ્રદેશના લોકો ગુજરાતના સરહદી વિસ્તારમાં આવેલ પેટ્રોલ પંપ પરથી ખરીદી રહ્યા છે પેટ્રોલ, જાણો કેમ

ગુજરાતના દાહોદ કરતાં મધ્ય પ્રદેશના ઝાબુઆ અને અલીરાજપુરમાં પેટ્રોલ 10થી 12 રૂપિયા મોંઘુ છે અને ડીઝલના પણ 2થી3 રૂપિયા વધુ ચુકવવા પડી રહ્યા છે.

દાહોદની સરહદે આવેલ પેટ્રોલ પંપપર મદય પ્રદેશ થી 25 થી 30 કિલોમીટર નું અંતર કાપી મધ્ય પ્રદેશના વાહન ચાલકો ગુજરાતમાં પેટ્રોલ ડીઝલ લેવા આવે છે. મધ્ય પ્રદેશના પેટ્રોલ પંપ સુમસાન બની ગયા છે. એક તરફ દેશ ભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલ દાહોદથી 30 કિલોમીટરમાં આવેલ મધ્ય પ્રદેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો હોઈ ગુજરાત રાજ્યના સરહદી વિસ્તારોમાં આવેલા પેટ્રોલ પંપ ઉપરથી પેટ્રોલ અને ડીઝલનો ઉપાડ વધી ગયો છે. આ પાછળનું કારણ એ છે કે, ગુજરાતના દાહોદ કરતાં મધ્ય પ્રદેશના ઝાબુઆ અને અલીરાજપુરમાં પેટ્રોલ 10થી 12 રૂપિયા મોંઘુ છે અને ડીઝલના પણ 2થી3 રૂપિયા વધુ ચુકવવા પડી રહ્યા છે. ભાવમાં વિસંગતતાને કારણે મદયપ્રદેશના પીટોલ ઝાબુઆ અને અલીરાજપુર જિલ્લામાં સરહદ ઉપર આવેલા પેટ્રોલ પંપો ઉપર વેચાણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તેની સામે ગુજરાતની હદમાં સરહદે આવેલા પેટ્રોલ પંપો ઉપર એકાએક જ વેચાણ વધી ગયું છે. ડીઝલ પર 2 થી 3 અને પેટ્રોલ ઉપર લીટરે 10 રૂપિયા બચાવવા માટે મધ્ય પ્રદેશના પીટોલ, ઝાબુઆ વિસ્તારના લોકો 30 કિમી દૂર દાહોદના જાલત હિમાલા, બોરડી તેમજ 15 કિલોમીટરમાં ગરબાડા સુધી લાંબા થઇ રહ્યા છે. મધ્ય પ્રદેશની હદમાં આવેલા પેટ્રોલ પંપો ઉપર પેટ્રોલ 99.43 અને ડિઝલ 90.00 રૂપિયાના ભાવે છે. તેની સામે ગુજરાતની હદના પેટ્રોલ પંપો ઉપર પેટ્રોલ 88.72 રૂપિયા અને ડિઝલ ના 87.97 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે. આમ પણ મધ્ય પ્રદેશના સરહદી વિસ્તારોના પંપો કરતાં ગુજરાતના દાહોદ- પેટ્રોલ 10 રૂપિયા અને ડિઝલ 2થી 3 રૂપિયા સસ્તુ વેચાય છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો ફરક હોવાના કારણે આસપાસના ગામોના બાઈક-જીપ-ટ્રક સહીતના વાહન ચાલકો ગુજરાત ના પેટ્રોલ પંપ પર પેટ્રોલ લેતા જોવા મળે છે ત્યારે કેટલાક લોકો વેચાણ માટે પણ પેટ્રોલ લઇ જતા હોય છે. તે સિવાય અલીરાજપુર જિલ્લા મધ્યપ્રદેશ ના અનેક ગામો અને શહેરના લોકો પણ અવારનવાર ગુજરાતમાં આવતા હોય છે તેઓ પણ ભાવના કારણે ગુજરાતના ગરબાડા માંથી પેટ્રોલ લેતા હોય છે. એમ પીના વાહન ચાલકો પેટ્રોલ-ડીઝલ ગુજરાતમાંથી લેતા હોવાનો તેની સીધી અસર મધ્યપ્રદેશના પેટ્રોલ પંપ પર પડી રહી છે અને પેટ્રોલ પંપ સુમસાન જોવા મળી રહ્યા છે. મધ્ય પ્રદેશના પેટ્રોલ પંપના સંચાલકો ના મતે તેના ધંધા માં 75 ટકાની મંદી જોવા મળી છે. જેના કારણે પહેલા 10 કર્મચારીઓ કામ કરતા હતા પણ હવે 4 ઘટાડી 6 થી કામ લેવા માં આવી રહ્યું છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યના સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, મિલકત પત્રક ફરજિયાત,  નહીં તો પગાર અટકી જશે 
રાજ્યના સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, મિલકત પત્રક ફરજિયાત,  નહીં તો પગાર અટકી જશે 
વૈજ્ઞાનિકોને મળી ગયું નવું બ્લડ ગ્રુપ, 50 વર્ષ જૂનું રહસ્ય ઉકેલાયું, જાણો ક્યાં દર્દીઓને તેનાથી થશે ફાયદો ? 
વૈજ્ઞાનિકોને મળી ગયું નવું બ્લડ ગ્રુપ, 50 વર્ષ જૂનું રહસ્ય ઉકેલાયું, જાણો ક્યાં દર્દીઓને તેનાથી થશે ફાયદો ? 
Bank of Baroda Recruitment: બેંક ઓફ બરોડામાં બમ્પર ભરતી, 1267 પદ માટે અરજી કરવાનું શરુ  
Bank of Baroda Recruitment: બેંક ઓફ બરોડામાં બમ્પર ભરતી, 1267 પદ માટે અરજી કરવાનું શરુ  
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે અટકશે ગાદીનો વિવાદ?Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચરી ગયુ ડાંગર? પર્દાફાશAmreli Fake Letter Scandal: પાયલ ગોટીને લઈ જતી પોલીસને  પરેશ ધાનાણીએ રસ્તામાં રોકી!Banaskantha Crime: વડગામના ધનપુરા પાસે હત્યા બાદ કારમાં સળગાવાના કેસમાં મોટો ખુલાસો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, મિલકત પત્રક ફરજિયાત,  નહીં તો પગાર અટકી જશે 
રાજ્યના સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, મિલકત પત્રક ફરજિયાત,  નહીં તો પગાર અટકી જશે 
વૈજ્ઞાનિકોને મળી ગયું નવું બ્લડ ગ્રુપ, 50 વર્ષ જૂનું રહસ્ય ઉકેલાયું, જાણો ક્યાં દર્દીઓને તેનાથી થશે ફાયદો ? 
વૈજ્ઞાનિકોને મળી ગયું નવું બ્લડ ગ્રુપ, 50 વર્ષ જૂનું રહસ્ય ઉકેલાયું, જાણો ક્યાં દર્દીઓને તેનાથી થશે ફાયદો ? 
Bank of Baroda Recruitment: બેંક ઓફ બરોડામાં બમ્પર ભરતી, 1267 પદ માટે અરજી કરવાનું શરુ  
Bank of Baroda Recruitment: બેંક ઓફ બરોડામાં બમ્પર ભરતી, 1267 પદ માટે અરજી કરવાનું શરુ  
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
આંખો અને હૃદયના સ્વાસ્થ્ય માટે બેસ્ટ છે ગાજરનો રસ, જાણી લો બીજા ચોંકાવનારા ફાયદા
આંખો અને હૃદયના સ્વાસ્થ્ય માટે બેસ્ટ છે ગાજરનો રસ, જાણી લો બીજા ચોંકાવનારા ફાયદા
OnePlus 13 સીરીઝ થઈ લોન્ચ, 6000 mAh બેટરી સાથે મળશે પાવરફુલ પ્રોસેસર, જાણો કિંમત અને ફિચર્સ 
OnePlus 13 સીરીઝ થઈ લોન્ચ, 6000 mAh બેટરી સાથે મળશે પાવરફુલ પ્રોસેસર, જાણો કિંમત અને ફિચર્સ 
સરકારે લોન્ચ કરી સ્ટૂડન્ટ વિઝાની બે નવી કેટેગરી, અહીં કરવી પડશે અરજી  
સરકારે લોન્ચ કરી સ્ટૂડન્ટ વિઝાની બે નવી કેટેગરી, અહીં કરવી પડશે અરજી  
Embed widget