PM Modi Gujarat Visit: PM મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, ભરૂચ, આણંદ, અને જામનગરમાં વિવિધ પ્રોજેક્ટનું કરશે શિલાન્યાસ અને લોકાર્પણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રણ દિવસના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે
ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રણ દિવસના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ભરૂચ, આણંદ, અમદાવાદ અને જામનગરમાં વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. તેઓ આજના પ્રવાસની શરૂઆત ભરૂચથી કરશે.
દેશના યશસ્વી અને ઓજસ્વી પ્રધાનમંત્રી શ્રી @narendramodi ના ગુજરાત પ્રવાસના કાર્યક્રમો
— BJP Gujarat (@BJP4Gujarat) October 9, 2022
લાઈવ નિહાળો:
• https://t.co/dSqhPRRLS3
• https://t.co/3xD28d1IH2
• https://t.co/gDXaSLPIrG#BJP4Gujarat pic.twitter.com/IqDUUcF1Go
સવારે 11 વાગ્યાની આસપાસ પીએમ મોદી ભરૂચ પહોંચશે.જ્યાં આમોદમાં જાહેર સભા સંબોધશે અને 8,200 કરોડના વિકાસ કામોનું ખાતમૂહૂર્ત અને લોકાર્પણ કરશે.બપોરે 1 વાગ્યે આણંદમાં જનસભા સંબોધશે તો બપોરે સવા ત્રણ વાગ્યે અમદાવાદમાં શૈક્ષણિક સંકુલનું ઉદ્ધાટન કરશે. સાંજે સાડા પાંચ વાગ્યે જામનગરમાં વિવિધ પ્રોજેક્ટસનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે અને રાત્રે રાજકોટના સર્કિટ હાઉસમાં રોકાણ કરશે.
"નરેન્દ્ર અને ભુપેન્દ્ર ભેગા થયાને એટલે ગુજરાતના વિકાસની ગતિ જબરજસ્ત વધી ગઈ."#SuryaGram_Modhera#BJP4Gujarat pic.twitter.com/lfjZETazRY
— BJP Gujarat (@BJP4Gujarat) October 9, 2022
PM આજે ભરૂચમાં રૂ. 9,460 કરોડના વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. આ સાથે જ સાંજે 5 વાગ્યે તેઓ જામનગરમાં 1460 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. પીએમ મોદીના આજના કાર્યક્રમ પર નજર કરીએ તો તેમના બીજા દિવસનો કાર્યક્રમ આજે સવારે 11 વાગ્યાથી શરૂ થશે. PM સવારે 11 વાગ્યે ભરૂચમાં 8000 કરોડ રૂપિયાથી વધુના ખર્ચના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. જ્યારે અમદાવાદમાં આ પછી લગભગ 3:15 વાગ્યે મોદી શૈક્ષણિક સંકુલના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરશે, જે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સંકુલ છે. આ પ્રોજેક્ટ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સુવિધાઓ પ્રદાન કરવામાં મદદ કરશે.
જામનગરમાં 1460 કરોડની ભેટ
PM મોદી સાંજે 5:30 વાગ્યાની આસપાસ જામનગરમાં 1460 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ્સ સિંચાઈ, પાવર, વોટર સપ્લાય અને શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સંબંધિત છે. આ ઉપરાંત PM SAUNI યોજના લિંક 3, સૌની સ્કીમ લિંક 1નું પેકેજ 7 અને હરીપાર 40 મેગાવોટ અને સોલાર પીવી પરિયોજનાનું લોકાર્પણ કરશે.