શોધખોળ કરો

વડાપ્રધાન મોદી માર્ચમાં 2 વખત આવશે ગુજરાત, આ કાર્યક્રમોમાં આપશે હાજરી

તેઓ 3 માર્ચ દરમિયાન સાસણમાં યોજનારી નેશનલ વાઈલ્ડ લાઈફ બોર્ડની બેઠકમાં ભાગ લેશે. અહીં તેઓ 3 હજાર કરોડના પ્રોજેક્ટ લાયનનું લોચિંગ કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી માર્ચ મહિનામાં બે વખત ગુજરાતના પ્રવાસે આવશે. મહિનાની શરૂઆતમાં 3 માર્ચ અને ત્યારબાદ 7 અને 8 માર્ચે તેઓ ફરીવાર ગુજરાતના પ્રવાસે આવશે. તેઓ 3 માર્ચ દરમિયાન સાસણમાં યોજનારી નેશનલ વાઈલ્ડ લાઈફ બોર્ડની બેઠકમાં ભાગ લેશે. અહીં તેઓ 3 હજાર કરોડના પ્રોજેક્ટ લાયનનું લોચિંગ કરશે.

ગુજરાતમાં વધનારી સિંહોની વસતીને જોતા આ પ્રોજેક્ટ હેઠળ 8 સેટેલાઈટ સિંહ વસવાટ કેંદ્રોમાં નિયંત્રણ, દેખરેખ અને પ્રાણીઓ માટેની હોસ્પિટલ સહિતની સુવિધાઓ ખુલ્લી મુકાશે. ત્યારબાદ તેઓ સાત માર્ચના રોજ  સાંજના સમયે સુરતના લિંબાયતમાં નીલગીરી મેદાનમાં સરકારી યોજનાઓના લાભાર્થીઓને સહાય વિતરણ કાર્યક્રમમાં હાજરી આપશે. રાત્રિ રોકાણ સુરતમાં જ કરી બીજા દિવસે સવારે નવસારીમાં વિશ્વ મહિલા દિવસના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. પીએમના પ્રવાસને લઈ સ્થાનિક પ્રશાસને પણ તૈયારીઓ શરૂ કરી છે.

વડાપ્રધાન મોદી વર્લ્ડ વાઈલ્ડલાઈફ ડે નિમિત્તે ગીર અને સોમનાથની મુલાકાત કરશે. તેઓ 2 માર્ચે સાસણ ગીર પહોંચશે અને ત્યાં રાત્રીરોકાણ કરશે. 3 માર્ચે વર્લ્ડ વાઈલ્ડલાઈફ ડેના દિવસે સાસણમાં નેશનલ બોર્ડ ફોર વાઈલ્ડલાઈફની બેઠક યોજાશે. આ પ્રસંગે વડાપ્રધાન સિંહ સંરક્ષણ માટે નવી યોજનાઓની જાહેરાત કરી શકે છે.

દરમિયાન વડાપ્રધાન મોદી મહત્વના બે કાર્યક્રમમાં હાજરી આપશે. જેમાં સુરત અને નવસારીમાં આયોજિત કાર્યક્રમોમાં વડાપ્રધાન હાજરી આપ્યા બાદ 8 માર્ચની સાંજે નવસારીથી દિલ્હી જવા માટે રવાના થશે. મળતી જાણકારી અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 7-8 માર્ચ, 2025ના રોજ બે દિવસ માટે રાજ્યના પ્રવાસે આવશે. જેમાં તેમણે 7 માર્ચે સુરતના લીંબાયતના નીલગીરી ગ્રાઉન્ડ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં વડાપ્રધાન હાજર રહીને લાભાર્થીઓને કિટનું વિતરણ કરશે અને સુરતના સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરશે. 8 માર્ચના રોજ મહિલા દિવસે નવસારીમાં યોજાવનારા કાર્યક્રમમાં વડાપ્રધાન ઉપસ્થિત રહેશે.                                                                                                                              

મહાશિવરાત્રિના મેળાના ત્રીજા દિવસે ભવનાથ તળેટીમાં શિવમય માહોલ, જુઓ તસવીરો

ટોપ સ્ટોરી

Gujarat Rain: વરસાદી સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે ધોધમાર
Gujarat Rain: વરસાદી સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે ધોધમાર
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget