શોધખોળ કરો
Advertisement
PM Modi Birthday : PM મોદીએ મહાઆરતી કરી નર્મદાના નીરના કર્યા વધામણા
પ્રધાનમંત્રી મોદીનો આજે 69મો જન્મદિવસ છે, ત્યારે તેઓ ગઈ કાલે ગુજરાત પહોંચ્યા હતા. આજે તેઓ કેવડિયા પહોંચ્યા છે. અહીં તેઓ પહેલીવાર નર્મદા ડેમે ઐતિહાસિક સપાટી વટાવતા તેમણે નર્મદામૈયાના વધામણા કર્યા હતા.
કેવડિયાઃ પોતાના જન્મ દિવસે કેવડિયા ખાતે આવી પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નર્મદાના નીરના વધામણા કર્યા હતા. આ સમયે બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેમણે નર્મદામૈયાની મહાઆરતી પણ કરી હતી.
સવારે તેઓ કેવડિયા પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. અહીંથી નીકળી તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવ્યા હતા. તેમજ વિવિધ પ્રોજેક્ટ નિહાળ્યા હતા. તેમની સાથે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ જોડાયા હતા.
નર્મદા ડેમ પ્રથમવાર તેની પૂર્ણ કક્ષાએ 138.68 મીટરની ઐતિહાસિક સપાટી સુધી ભરાયો છે. ત્યારે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના 69માં જન્મદિવસે નર્મદાના નીરના વધામણા કર્યા હતા. એટલું જ નહીં નર્મદા ડેમ અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે તેઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે અને 11 વાગ્યે જાહેરસભાને પણ સંબોધશે.
ઉપરાંત તેમણે જંગલ સફારી, બટરફ્લાય ગાર્ડન, એકતા નર્સરી, વિશ્વવનની પણ મુલાકાત લીધી હતી. આજનો કાર્યક્રમ પૂર્ણ કર્યા પછી એક કલાક માટે રાજભવન ખાતે રોકાણ કરી દિલ્હી જવા રવાના થશે.
નર્મદામૈયાના વધામણા કરતી વખતે પ્રસિદ્ધ ભાગવત કથાકાર વિરંચીપ્રસાદ શાસ્ત્રીની આગેવાનીમાં 100 વિદ્વાન બ્રાહ્મણો વેદોક્ત મંત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો અને આ જ સમયે પ્રધાનમંત્રીએ નર્મદા નીરના વધામણાં કર્યા હતા. તેમજ નારિયેળ અને ચૂંદડી નર્મદા નદીમાં અર્પણ કર્યા હતા. આ માટે ખાસ પ્લેટફોર્મ પણ હાલ તૈયાર કરાયું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
ટેકનોલોજી
ટેકનોલોજી
Advertisement